કેનેડા

કેનેડા

કેનેડા ઉત્તર અમેરિકાનો એક દેશ છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેનો કુલ વિસ્તાર 99.8 લાખ ચોરસ કિલોમીટર છે અને કેનેડા કુલ ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. તેની આંતરરાષ્ટ્રીય સરહદ અમેરિકા સાથે છે અને આ સરહદ વિશ્વની સૌથી મોટી જમીન સરહદ છે. કેનેડા એક વિકસિત દેશ છે અને તેના કાયદા અને સારા શિક્ષણને કારણે ઘણા લોકો અહીં આવવાનું પસંદ કરે છે. કેનેડાને કેનેડા કહેવા પાછળ એક રસપ્રદ બાબત એ છે કે તેનું નામ સેન્ટ લોરેન્સ ઇરોક્વોઅન શબ્દ કનાટા પરથી પડ્યું છે, જેનો અર્થ થાય છે વસાહત. 1545 થી, આ પ્રદેશને યુરોપિયન પુસ્તકો અને નકશાઓમાં કેનેડા તરીકે બતાવવામાં આવ્યો. કેનેડા પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટો દેશ છે. આ સિવાય કેનેડા વિશ્વમાં સૌથી વધુ સરોવરો ધરાવતો દેશ છે. કેનેડામાં બે સૌથી વધુ બોલાતી ભાષાઓ ફ્રેન્ચ અને અંગ્રેજી છે. આ બે ભાષાઓ સિવાય દેશભરમાં ઘણી મૂળ ભાષાઓ બોલાય છે. કેનેડા વિશ્વના સૌથી ઠંડા દેશોમાંનો એક છે અને કેટલીકવાર અસામાન્ય રીતે નીચું તાપમાન નોંધાય છે. દર વર્ષે ભારતમાંથી 30,000 થી વધુ લોકો કેનેડામાં સ્થળાંતર કરે છે. આવી સ્થિતિમાં કેનેડાને મિની ઈન્ડિયા કહેવું ખોટું નથી. કેનેડાનો પાસપોર્ટ વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં આવે છે.

Read More

કેનેડામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, સરકારે આ નિયમમાં કર્યો મોટો ફેરફાર, જાણો વિગત

કેનેડા એ ભણવા માટે વિદ્યાર્થીઑ માટે પહેલી પસંદ બની છે. ત્યારે હવે મટી સંખ્યામાં ગુજરાત થી દર વર્ષે લોકો મોટી સંખ્યામાં કેનેડા જતાં હોય છે. મહત્વનું છે કે હવે આ વિદ્યાર્થીઑ સહિત તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે કેનેડાએ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. જે વિદ્યાર્થીઓને ત્યાં રહેવા તેમજ પોતાના જીવન નિર્વાહના ખર્ચ સહિત વિવિધ બાબતો પર અસર થશે. સરકારે હવે વિદ્યાર્થીઓ કૉલેજ કેમ્પસની બહાર કામ કરવાના લઈ કેટલાક બંધનો લાદી દીધા છે. જાણો શું છે આ નિયમ અને કેવા કરાયા ફેરફાર

કેનેડાના સ્ટુડન્ટ વિઝા મંજૂર થવામાં લાગી રહ્યો છે લાંબો સમય, જાણો આ વિલંબનું કારણ શું?

ભારતીય વિદ્યાર્થીઓ કેનેડિયન વિદ્યાર્થી વિઝા મેળવવામાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, પરંતુ આવું કેમ છે અને આ સમસ્યાનો ઉકેલ શું છે? દરેક લોકોને વિઝા માટે ખૂબ રાહ જોવી પડે છે. જોકે અહીં આ માટે વિલંબનું વિસ્તૃત કારણ જાણીશું. 

Canada Gold Heist : કેનેડાના ઈતિહાસની સૌથી મોટી ગોલ્ડ લૂંટ, ભારતીય મૂળના 2 લોકોની કરાઇ ધરપકડ, જાણો શું છે ઘટના

કેનેડાના ગયા વર્ષે ટોરોન્ટોમાં એરપોર્ટ પર 22.5 મિલિયન ડોલરના સોના અને રોકડની લૂંટ થઈ હતી. જેને કેનેડાના ઈતિહાસની સૌથી મોટી 'ગોલ્ડ લૂંટ માનવામાં આવે છે. જોકે આ ઘટનામાં ભારતીય મૂળના બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. 

કેનેડા સરકારે વર્ક પરમિટને લઈ જાહેર કર્યા નવા નિયમો, અહીં જાણો

કેનેડા સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે. મીડિયા અહેવાલો અનુસાર, કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે તેના પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) નિયમોમાં ફેરફાર કર્યો છે. જેની માહિતી અહીં છે.

આવવા દો ચોમાસું, હવે વરસાદના પાણી પર ભરવો પડશે ટેક્સ! જાણો શું છે Rain Tax

કેનેડામાં સરકારે રેઈન ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટોરોન્ટો સરકારની સત્તાવાર વેબસાઈટ અનુસાર, તેને એપ્રિલમાં લાગુ કરવાની યોજના છે. ટોરોન્ટો શહેર સહિત કેનેડાના લગભગ સમગ્ર દેશમાં સ્ટોર્મ વોટર મેનેજમેન્ટ એક મોટી સમસ્યા છે.

Canada News: એક મહિનામાં 800 કંપનીઓ બેંક કરપ્ટ, ભારત સાથે દુશ્મની કરનાર જસ્ટિન ટ્રુડોનો દેશ થયો નાદાર!

બ્રિટન સહિત વિશ્વના ઘણા દેશો હાલમાં મંદીની ઝપેટમાં છે. હવે તેમાં કેનેડાનું નામ પણ જોડાઈ શકે છે. દેશમાં ઘણી નાની કંપનીઓની હાલત ખરાબ છે. સ્થિતિ એવી છે કે જાન્યુઆરી મહિનામાં જ લગભગ 800 કંપનીઓએ નાદારી માટે અરજી કરી છે. સવાલ એ થાય છે કે શું કેનેડા મંદી તરફ આગળ વધી રહ્યું છે?

કેનેડા: ભારતીય મૂળના દંપતી અને સગીર પુત્રીનું ઘરમાં આગ લાગવાથી થયું મૃત્યુ, કારણ હજુ અકબંધ

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક ભારતીય મૂળના દંપતી અને તેમની પુત્રીનું તેમના ઘરમાં આગ લાગવાથી મોત થયું છે. આ ઘટના 7 માર્ચના રોજ બની હતી, પરંતુ શુક્રવારે તેની જાણ કરવામાં આવી હતી, જ્યારે મૃતદેહોની ઓળખ પરથી જાણવા મળ્યું હતું કે ત્રણેય એક જ પરિવારના છે.

Video: કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદીઓની ગુંડાગીરી, ભારતીય રાજદૂતના વિરોધમાં તલવારો-ભાલાનો કરાયો ઉપયોગ

ભારતીય રાજદૂત સંજય કુમાર વર્માના વિરોધમાં ખાલિસ્તાનીઓએ તલવારો અને ભાલાઓનો ઉપયોગ કરીને હિંસક બનવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેનેડિયન પોલીસે ખાલિસ્તાનીઓના પ્રચારને ફરી એકવાર નિષ્ફળ બનાવ્યો છે. શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ કાર્યક્રમને નિશાન બનાવ્યો હતો. તેમણે વિરોધનું એલાન પણ કર્યું હતું.

કેનેડા મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક સાથે લાખોની છેતરપિંડી, એજન્ટની ધરપકડ

ખોખરામાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકોને એજન્ટે પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે ઠગાઈ કરતા હોવાનું ખુલ્યું છે. આરોપીએ કોલકાતામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપીને એક વર્ષ સુધી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 14.45 લાખ પડાવ્યા હતા. આરોપીએ કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએઈના વર્ક પરમીટના બનાવટી કોલ લેટર પણ મોકલ્યા હતા.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો કથિત વીડિયો સામે આવ્યો, કેનેડામાં થઈ હતી હત્યા

સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કથિત વીડિયો ફૂટેજ સામે આવ્યા છે. નિજ્જરની હત્યાના આ કથિત વિડિયો ફૂટેજ કેનેડામાં ગુરુદ્વારાની બહાર સશસ્ત્ર માણસો દ્વારા ગોળી મારીને હત્યા કર્યાના નવ મહિના પછી સામે આવ્યા હતા. આ હત્યાના કારણે ભારત અને કેનેડા વચ્ચે વિવાદ થયો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના રાષ્ટ્રપતિ ટ્રુડોએ કેનેડામાં નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો જો કે ભારતે તેનું ખંડન કર્યું હતું

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">