લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી)એ ફ્રેન્ચાઈઝી ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ભાગ લે છે. આ ટીમની માલિકી RPSG ગ્રૂપની છે. જે અગાઉ 2016 અને 2017 વચ્ચે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ ફ્રેન્ચાઇઝીની માલિકી ધરાવતી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કે.એલ રાહુલ છે, કોચ જસ્ટિન લેંગર, અધ્યક્ષ સંજીવ ગોયન્કા, માલિક RPSG ગ્રુપ, ચીફ એક્ઝિક્યુટિવ વિનોદ બિષ્ટ અને મેનેજર અવિનાશ વૈદ્ય છે. ફેબ્રુઆરી 2022ના મેગા ઓક્શનમાં ફ્રેન્ચાઇઝીએ તેના ખેલાડીઓનો પ્રથમ સેટ ખરીદ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરની ટીમના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

2022 સીઝનમાં, ફ્રેન્ચાઇઝી ગ્રુપ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહી અને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. તેઓ એલિમિનેટર મેચમાં ચોથા સ્થાને રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો સામનો કર્યો હતો 2023ની સીઝનમાં ટીમ ફરીથી ત્રીજું સ્થાન મેળવ્યું અને એલિમિનેટર મેચ હારી ગઈ હતી.

 

Read More

IPL 2024 MI vs LSG : લખનૌ સુપર જાયન્ટસે મુંબઈ ઈન્ડિયન્સને 18 રને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 67માં મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડયાએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

IPL 2024 : 3 ટીમ આઈપીએલ 2024થી બહાર, 1 ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરી અને હવે રમાશે માત્ર 5 મેચ

બુધવારના રોજ પંજાબ કિંગ્સ સામે હાર્યા બાદ પણ રાજસ્થાન રોયલ્સ 13 મેચમાં 8 જીત અને 5 હાર બાદ 16 અંક સાથે કેકેઆર બાદ બીજા સ્થાન પર છે. તો ચાલો હવે શું કહે છે આઈપીએલ 2024નું પોઈન્ટ ટેબલ

IPL 2024માં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે સંજીવ ગોયન્કા, સ્પોર્ટ્સ બિઝનેસમેનના પરિવાર વિશે જાણો

આઈપીએલ 2024 દરમિયાન સંજીવ ગોયન્કા લખનૌ સુપર જાયન્ટ્સના માલિક ખુબ ચર્ચામાં રહ્યા છે. તેણે પોતાના કેપ્ટન કેએલ રાહુલ સામે ઉંચેથી વાતો કરતા જોવા મળ્યો હતો. તો આજે આપણે જાણીએ કે, કોણ છે સંજીવ ગોયન્કા

LSGની હાર બાદ સંજીવ ગોએન્કાએ KL રાહુલ સાથે વાત કરી, DC કેપ્ટન રિષભ પંતને ગળે લગાવ્યો

દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં હોમ ટીમ દિલ્હી કેપિટલ્સ અને પાડોશી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેના મુકાબલામાં દિલ્હીએ લખનૌને 19 રને હરાવ્યું હતું. મેચ બાદ LSGના માલિક સંજીવ ગોએન્કા તેમની ટીમના કેપ્ટન કેએલ રાહુલ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. જોકે આ વખતે તેઓ ગુસ્સામાં નહીં પંરતુ શાંતિથી વર્તી રહ્યા હતા. ખાસ વાત એ હતી કે તેઓ તેમની ટીમને હરાવનાર દિલ્હીના કેપ્ટન રિષભ પંતને ગલે લગાવતા પણ નજરે ચઢ્યા હતા.

IPL 2024: દિલ્હી પ્લેઓફની રેસમાં યથાવત, લખનૌ 19 રનથી હાર્યું, રાજસ્થાન પ્લેઓફમાં પહોંચ્યું

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપરજાયન્ટ્સને 19 રનથી હરાવ્યું. અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જીત મેળવીને દિલ્હીએ પ્લેઓફની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. તો બીજી તરફ લખનૌની ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા હવે બરબાદ થતી જોવા મળી રહી છે.

IPL 2024: કેએલ રાહુલે આશ્ચર્યજનક કેચ પકડ્યો, સંજીવ ગોએન્કાની ખુશીની કોઈ સીમા ન રહી

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર કેચ લઈને બધાને ચોંકાવી દીધા હતા. રાહુલે કવર્સ એરિયામાં શે હોપનો કેચ લીધો હતો. આ કેચ જોયા બાદ ટીમના માલિક હર્ષ ગોએન્કાની પ્રતિક્રિયા જોવા જેવી હતી.

IPL 2024 DC VS LSG: 28 સિક્સર મારનાર ફ્રેઝર-મેગાર્ક કેએલ રાહુલની રણનીતિમાં ફસાઈ ગયો, 0 રને થયો આઉટ

દિલ્હી કેપિટલ્સનો તોફાની બેટ્સમેન જેક ફ્રેઝર-મેગાર્ક લખનૌ સુપર જાયન્ટ્સ સામે ખાતું પણ ખોલી શક્યો ન હતો. અરશદ ખાને તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. મેગાર્કની આ વિકેટ પાછળ કેપ્ટન કેએલ રાહુલની શાનદાર રણનીતિએ મોટી ભૂમિકા ભજવી હતી.

સંજીવ ગોએન્કાએ કેએલ રાહુલને ગળે લગાવ્યો, ઠપકો આપ્યા બાદ ડિનર પાર્ટી આપી

દિલ્હી કેપિટલ્સ સામેની મેચ પહેલા LSGમાં એક સારી બાબત જોવા મળી છે. LSGના માલિક સંજીવ ગોએન્કાએ કેપ્ટન કેએલ રાહુલને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આટલું જ નહીં બંને એકબીજાને ગળે લગાવતા પણ જોવા મળ્યા હતા. જેની તસવીરો પણ ખૂબ જ વાયરલ થઈ છે, જે બાદ એવું કહી શકાય કે LSGમાં બધુ બરાબર છે.

IPL 2024માં આજે રમાશે ‘નોકઆઉટ’ મેચ, એક ટીમની સફર ખતમ થશે!

દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાનારી મેચ કરો યા મરો જેવી રહેશે. પ્લેઓફની રેસમાં રહેવા માટે બંન્ને ટીમ માટે આજની મેચ જીતવી જરુરી છે. તો આજે જોવાનું રહેશે કે, કઈ ટીમ આઈપીએલ 2024માંથી બહાર થાય છે.

IPL 2024: KL રાહુલ LSG છોડશે? સંજીવ ગોયન્કા સાથેના વિવાદ બાદ આવ્યા મોટા સમાચાર

સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટીમની કારમી હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સના માલિક સંજીવ ગોએન્કાએ કેપ્ટન કેએલ રાહુલને બધાની સામે ઠપકો આપ્યો હતો અને તેના પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ત્યારથી માનવામાં આવી રહ્યું છે કે રાહુલને કેપ્ટન્સીથી હટાવીને પછી તેને છોડી પણ દેવામાં આવી શકે છે.

ગૌતમ ગંભીરે શાહરૂખ ખાનનું નામ લઈને સંજીવ ગોએન્કા પર સાધ્યું નિશાન, કેએલ રાહુલનું કર્યું સમર્થન

કેએલ રાહુલ અને સંજીવ ગોએન્કા વચ્ચેનો વિવાદ ખતમ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે આ મામલે પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. મોહમ્મદ શમીએ આ મામલે સંજીવ ગોએન્કાની ટીકા કરી હતી અને હવે ગૌતમ ગંભીરે પણ ઈશારાઓમાં કેએલ રાહુલનું સમર્થન કર્યું છે. એટલું જ નહીં ગૌતમ ગંભીરે શાહરુખ ખાનનું નામ લઈને સંજીવ ગોએન્કાને ઘણું સાંભળવા પણ હતું.

‘આ શરમજનક બાબત છે’- રાહુલ વિવાદમાં LSG માલિક પર થયો ગુસ્સે સ્ટાર ભારતીય ખેલાડી

માત્ર 9.4 ઓવરમાં 167 રન આપીને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હાર્યા બાદ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલને મેદાનની વચ્ચે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ ઠપકો આપ્યો હતો. આ બધું કેમેરામાં રેકોર્ડ થયું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જે બાદ સંજીવ ગોએન્કાની લોકો ટીકા કરી રહ્યા છે, તો બીજી તરફ રાહુલને સમર્થન પણ મળી રહ્યું છે. આ મામલે ભારતના સ્ટાર ફાસ્ટ બોલર પણ તીખી પ્રતિક્રિયા આપી છે.

IPL 2024માં કેએલ રાહુલની આવી હાલત પાછળ તેની ચાર ભૂલો છે જવાબદાર, હવે LSGમાંથી બહાર થઈ શકે

હૈદરાબાદ સામે લખનૌની હાર બાદ ટીમના માલિક સંજીવ ગોયન્કાએ રાહુલને ઠપકો આપ્યો હતો, જે બાદ રાહુલનું આગામી સિઝનમાં લખનૌની ટીમમાંથી બહાર થવું લગભગ નિશ્ચિત થઈ ગયું છે. જોકે IPL 2024માં રાહુલની આવી હાલતનો જવાબદાર તે પોતે જ છે. રાહુલે આ સિઝન એવી ભૂલો કરી હતી જે તેને ભારે પડી હતી.

કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ છોડી RCBમાં જોડાશે? IPL 2024માં અચાનક શું થવા લાગ્યું

કેએલ રાહુલની ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે પરાજય પામી હતી. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 9.4 ઓવરમાં મેળવી લીધો હતો. આ મોટી હાર બાદ કેએલ રાહુલ ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ લોકો કેએલ રાહુલને લખનૌ છોડવાની સલાહ આપી રહ્યા છે.

IPL 2024 : કેએલ રાહુલ પાસેથી ઘણું બધું છીનવી લેનાર 23 સેકન્ડનો વીડિયો, બોસે પણ બધાની સામે આપ્યો ઠપકો

લખનૌ સુપર જાયન્ટ્સને તેની 12મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 10 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદે 166 રનનો ટાર્ગેટ માત્ર 58 બોલમાં હાંસલ કર્યો હતો, જે બાદ આ સિઝનની મધ્યમાં આવેલા કેએલ રાહુલનો એક જૂનો વીડિયો વાયરલ થયો હતો. આ સિવાય મેચ બાદ લખનૌની ટીમના માલિક સંજીવ ગોએન્કા અને કેપ્ટન કેએલ રાહુલની વાતચીતનો વીડિયો પણ વાયરલ થયો છે, જે બાદ સોશિયલ મીડિયા પર હોબાળો મચ્યો છે.

જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
"UAEમાં મંદિર નિર્માણમાં પીએમ મોદીનો સહકાર મહત્વપૂર્ણ સાબિત થયો"
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
g clip-path="url(#clip0_868_265)">