રામ ચરણ

રામ ચરણ

જાણીતા સાઉથ એક્ટર કોનિડેલા રામ ચરણનો જન્મ 27 માર્ચ 1985માં તમિલનાડુના મદ્રાસમાં થયો છે. તેને ચેરી અથવા રામ કહીને પણ લોકો બોલાવે છે. તેના પિતાનું નામ ચિરંજીવી અને માતાનું નામ સુરેખા છે. તેના પિતા પણ તેલુગુ ફિલ્મ એક્ટર છે. તેને હૈદરાબાદના બેગમપેટની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેણે મુંબઈમાં કિશોર નમિત કપૂરની એક્ટિંગ સ્કૂલમાંથી પણ અભ્યાસ કર્યો છે. તેણે બાળપણમાં ઘોડે સવારી પણ શીખી છે.

એક્ટરે એક્શન ફિલ્મ ચિરુથા (2007) માં તેના અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી અને તેણે સાઉથમાં બેસ્ટ મેલ ડેબ્યુ માટેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. તેની પાસે 3 ફિલ્મ ફેર એવોર્ડ છે તેમજ 2 નંદી એવોર્ડ પણ મળેલા છે. તેમણે કરિયર દરમિયાન RRR, મગાધિરા, વિનય વિજય રામા, યેવડુ, રંગસ્થલમ, આચાર્ય તેમજ ધ્રુવ વગેરે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.

એક્ટરે 2016માં પોતાની ફિલ્મ પ્રોડક્શન કંપની કોનિડેલા પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. સ્ટુડિયો દ્વારા નિર્મિત પ્રથમ ફિલ્મ તેમના પિતા ચિરંજીવીની 150મી ફિલ્મ ‘ખૈદી નંબર 150’ (2017) છે. રામ ચરણે તેના પિતા ચિરંજીવી સાથે મળીને ચિરંજીવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઓક્સિજન બેંકો શરૂ કરી છે. ભારતમાં COVID-19 રોગચાળાની બીજી લહેર દરમિયાન ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર અને કોન્સેન્ટ્રેટરની અછતને કારણે આ લોન્ચ કરવામાં આવ્યું હતું.

રામચરણ અને ઉપાસનાએ ડિસેમ્બર 2022માં ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. આ કપલનું પહેલું બાળક છે. લગ્નના 11 વર્ષ બાદ રામ અને ઉપાસનાના ઘરે ખુશીઓ આવી છે. તેમના લગ્ન 14 જૂન 2012ના રોજ થયા હતા.

Read More

7 મિનિટ માટે 70 કરોડ, RRR કરતાં વધુ સારી એક્શન, આ હશે રામચરણની આ ફિલ્મની સ્ટોરી

રામચરણ તેના આગામી પ્રોજેક્ટ માટે સમાચારમાં છે. હાલમાં તેના ખાતામાં ઘણી ફિલ્મો છે. આ વર્ષે 'ગેમ ચેન્જર' આવવાનું છે. આમાં તેની સાથે કિયારા અડવાણી હશે. ફિલ્મની વાર્તા તેની રિલીઝ પહેલા જ જાણીતી છે. આ સિવાય ફિલ્મ પર પાણીની જેમ પૈસા ખર્ચવામાં આવ્યા છે. 7 મિનિટના એક્શન સીન પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

રામ ચરણને કહ્યું ‘ઈડલી’, ફેન્સ થયા ગુસ્સે, સુપરસ્ટારનું શાહરૂખ ખાને કર્યું અપમાન?

શાહરૂખ ખાને અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીમાં શાનદાર માહોલ બનાવ્યો હતો અને લોકો તરફથી ઘણી તાળીઓ મેળવી હતી. પરંતુ બોલિવુડ સુપરસ્ટારનું શું ખરાબ થઈ ગયું કે આ ઘટના પછી ફેન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ મામલો સાઉથના સુપરસ્ટાર રામ ચરણ સાથે જોડાયેલો છે.

ફિલ્મોમાંથી કરોડોની કમાણી કરનાર રામ ચરણ એરલાઈન કંપનીનો માલિક, ઘર છે આલિશાન

સાઉથ સિનેમામાં ઘણા સુપરસ્ટાર્સ છે. તે સુપરસ્ટાર્સમાં રામ ચરણનો સમાવેશ થાય છે. એક્ટરે મગદિરા, રંગસ્થલમ, ઓરેન્જ, યેવડુ અને અન્ય ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં અભિનય કર્યો હતો, જે તેલુગુ સિનેમામાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મો બની હતી.

450 કરોડની ફિલ્મમાં જોવા મળશે બે રામ ચરણ, ક્યારે થાય છે રિલીઝ જાણી લો

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ આ દિવસોમાં પોતાના આગામી પ્રોજેક્ટ્સને કારણે ચર્ચામાં છે. પહેલી ફિલ્મ 'ગેમ ચેન્જર' અને બીજી છે RC16. પ્રથમ ફિલ્મમાં કિયારા અડવાણી રામ ચરણની સામે જોવા મળશે. આ દરમિયાન તેના રોલ અને રિલીઝ ડેટને લઈને એક મોટું અપડેટ મળ્યું છે.

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">