રશિયા યુક્રેન યુદ્ધ

રશિયા યુક્રેન યુદ્ધ

24 ફેબ્રુઆરી 2022ના રોજ, રશિયાએ યુક્રેનના અમુક ભાગો પર હુમલાઓ કર્યા અને તેના પર કબજો કર્યો. આ હુમલાના પરિણામે હજારો લોકો મૃત્યુ પામ્યા અને યુરોપમાં સૌથી મોટી શરણાર્થી કટોકટી સર્જાઈ. ફેબ્રુઆરીમાં, રશિયન સેનાએ યુક્રેનમાં વિશેષ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ યુક્રેનની રાજધાની કિવ સહિત દેશના અન્ય ભાગોમાં વિસ્ફોટોના પડઘા પડવા લાગ્યા હતા. પુતિન દ્વારા આ કાર્યવાહી મિન્સ્ક શાંતિ સમજૂતીને ખતમ કરવાની અને યુક્રેનના બે અલગતાવાદી વિસ્તારોમાં સૈનિકો મોકલવાની જાહેરાત બાદ કરવામાં આવી છે. યુક્રેને નાટોના સભ્યપદમાં રસ દાખવ્યો ત્યારે મામલો વધુ વણસી ગયો. એક સમયે સોવિયત યુનિયનનો ભાગ રહી ચૂકેલા યુક્રેનનો રશિયન સમાજ અને સંસ્કૃતિ સાથે ઊંડો સંબંધ છે. રશિયાનો આરોપ છે કે નાટો દેશો યુક્રેનને સતત હથિયારો સપ્લાય કરી રહ્યા છે અને અમેરિકા બંને દેશો વચ્ચે તણાવ ઉશ્કેરે છે.

Read More

રશિયન પ્રાઇવેટ સેના વૈગનરમાં કેમ ભારતીય યુવાનો જોડાઈ રહ્યા છે? યુરોપમાં ચાલી રહેલા યુદ્ધમાં ગુજરાતી યુવકના મોત બાદ થયો મોટો ઘટસ્ફોટ

ભારતીય યુવાનોને નોકરીના બહાને રશિયા લઈ જઈ યુદ્ધમાં લડવા મજબુર કરતા હોવાના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. ગુજરાત સહીત દેશના નોકરી વાંચ્છુક યુવાનોને વિદેશમાં સારી નોકરી અને એશોઆરામની દુબઈના એજન્ટે લાલચ આપી હતી.

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેને લીધો મોટો નિર્ણય, લશ્કરી ભરતીની ઉંમર 27થી ઘટાડીને 25 કરી

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને બે વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. જે પછી સેનામાં તેની ઘટેલી રેન્કને ફરીથી ભરવા માટે યુક્રેન મોટો નિર્ણય લીધો છે. યુક્રેને લશ્કરી ભરતીની ઉંમર 27થી ઘટાડીને 25 કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ આ નિર્ણય પર કરેલા હસ્તાક્ષના એક દિવસ પછી આ નવો ગતિશીલતા કાયદો અમલમાં આવ્યો.

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રી બે દિવસ ભારતના પ્રવાસે, જાણો કેમ મહત્વપૂર્ણ છે આ બેઠક?

યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબા ભારત આવી રહ્યા છે. આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. 7 વર્ષમાં યુક્રેનના વિદેશ મંત્રીની ભારતની આ પ્રથમ મુલાકાત છે. મુલાકાત પહેલા કુલેબાએ કહ્યું હતું કે મારી મુલાકાતથી અમારા સંબંધો વધુ મજબૂત થશે. કુલેબાની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેન રશિયા સાથે 2 વર્ષથી વધુ સમયથી યુદ્ધ લડી રહ્યું છે.

મોસ્કોમાં આતંક મચાવનારા 4 આતંકવાદીઓની થઈ ધરપકડ, માર્યા હતા 133 લોકોને

રશિયાની રાજધાની મોસ્કો પાસે એક કોન્સર્ટ હોલમાં શુક્રવારે થયેલા આતંકવાદી હુમલા પર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નિવેદન સામે આવ્યું છે. પુતિને કહ્યું કે, મોસ્કોમાં ભરચક કોન્સર્ટ હોલમાં આતંકવાદી હુમલો કરનારા ચારેય આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. પુતિને આ હુમલાને યુક્રેન સાથે પણ જોડ્યો હતો.

રશિયા યુક્રેન યુદ્ધ: મોસ્કોમાં હુમલા બાદ પુતિનનો રાષ્ટ્રજોગ સંદેશ, કહ્યું- આતંકવાદીઓને બક્ષવામાં નહીં આવે

મોસ્કો કોન્સર્ટ હોલમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આ હુમલો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. પુતિને કહ્યું કે યુક્રેને રશિયાથી આતંકવાદીઓને ભગાડવાની તૈયારીઓ કરી હતી. જો કે યુક્રેને તેના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

મોસ્કો આતંકી હુમલા પર અમેરિકાએ અને યુક્રેને શું કહ્યું? રશિયાને 15 દિવસ પહેલા મળી હતી ચેતવણી

મોસ્કો આતંકી હુમલામાં 60થી વધુ લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને અમેરિકાએ કહ્યું કે તેને આ હુમલા વિશે વધુ જાણકારી નથી. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે હુમલાની તસવીરો ભયાનક છે. અમારી સંવેદના પીડિતો સાથે છે.

પુતિન સાથે વાત કર્યા બાદ PM મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી સાથે કરી વાત, જાણો

Russia Ukraine war : યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદીમિર ઝેલેન્સકી સાથે વાતચીત કર્યા પછી, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત તેના લોકો-કેન્દ્રિત અભિગમ દ્વારા સંચાલિત માનવતાવાદી સહાય પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

સુરત : રશિયામાં ડ્રોન હુમલામાં મૃત્યુ પામનાર હેમિલ મંગુકિયાનો મૃતદેહ વતન લવાયો, જુઓ વીડિયો

સુરત: ઓલપાડના હેમિલ મંગુકિયાનો મૃતદેહ રશિયાથી લવાયો છે. ઉલ્લેખનીય છે કે રશિયા -યુક્રેન યુદ્ધમાં ડ્રોન હુમલામાં મોતના 25 દિવસ બાદ મૃતદેહ વતનમાં લવાયો છે. રશિયાની આર્મીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતા હેમિલનું હુમલામાં મોત નીપજ્યું હતું. 

રશિયામાં ફરી પુતિન સરકાર, રાષ્ટ્રપતિની ચૂંટણી 88 ટકા મતોથી જીતી!

રશિયાના સેન્ટ્રલ ઇલેક્શન કમિશનના જણાવ્યા અનુસાર, મતદાન બંધ થયા પછી 24 ટકા વિસ્તારમાં મત ગણતરીના પ્રારંભિક વલણો દર્શાવે છે કે લગભગ 88 ટકા મત પુતિનના સમર્થનમાં પડ્યા હતા.

Russia Ukraine war: પરમાણુ યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર…પુતિનની પશ્ચિમી દેશોને ધમકી

પુતિને ફરી એકવાર ત્રીજા વિશ્વ યુદ્ધની ઘંટડી વગાડી છે. સરકારી મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પુતિને કહ્યું કે યુક્રેન સામેના યુદ્ધમાં હજુ સુધી સામૂહિક વિનાશના શસ્ત્રોનો ઉપયોગ કરવાની જરૂર નથી. પરંતુ અમે પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવા તૈયાર છીએ. જો કે, તેમણે એમ પણ કહ્યું કે ઉતાવળમાં કંઈ કરવામાં આવી રહ્યું નથી પરંતુ તેઓ પરમાણુ યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

PM મોદીના વચ્ચે પડ્યા બાદ પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બદલી, અમેરિકન રિપોર્ટમાં ખુલાસો

અમેરિકાની એક ખાનગી પોર્ટલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ બાદ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બદલી હતી. 2022માં ખેરસનમાં યુક્રેનની સેનાના વળતા હુમલાને કારણે રશિયા બેચેન હતું. આવી સ્થિતિમાં રશિયાએ પરમાણુ હુમલો કરવાની યોજના બનાવી હતી.

ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ! 48 કલાકમાં મોસ્કો પર હુમલો થશે, અમેરિકાએ રશિયાને આપી ચેતવણી

રશિયાની રાજધાની મોસ્કો પર 48 કલાકમાં મોટો હુમલો થવા જઈ રહ્યો છે. રશિયામાં યુએસ એમ્બેસીએ મોસ્કો પર હુમલાને લઈને ચેતવણી જાહેર કરી છે. અમેરિકન ઈન્ટેલિજન્સ ઈનપુટ અનુસાર, મોસ્કોમાં ભીડભાડવાળી જગ્યાઓ અને મોટા કોન્સર્ટ પર હુમલો થઈ શકે છે. રશિયામાં 15-17 માર્ચે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને અમેરિકાએ એક અઠવાડિયા પહેલા મોસ્કો પર હુમલાને લઈને આ એલર્ટ જાહેર કર્યું છે.

રશિયા-યુક્રેનના શરણાર્થીઓએ બે અઠવાડિયામાં છોડવો પડશે દેશ, આ દેશે આપ્યો આદેશ

વર્ષ 2022 માં શરૂ થયેલા યુદ્ધને કારણે ઘણા રશિયન અને યુક્રેનિયન લોકોએ પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં શરણ લેવી પડી હતી. આવી સ્થિતિમાં ઘણા લોકો વિવિધ દેશ તરફ પણ વળ્યા છે. પરંતુ હવે વિવિદ દેશોમાં રહેતા આ શરણાર્થીઓ માટે અલગ આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે તેઓએ આગામી બે અઠવાડિયામાં દેશ છોડીને બીજે ક્યાંક જવું પડશે. જો કે હવે રાષ્ટ્રપતિએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે.

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">