એસ જયશંકર

એસ જયશંકર

સુબ્રમણ્યમ જયશંકર જેમને ટુંકમાં એસ જયશંકર કહે છે. તેઓ હાલમાં ભારતના વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી બનતા પહેલા જયશંકર જાન્યુઆરી 2015 થી જાન્યુઆરી 2018 સુધી ભારત સરકારના વિદેશ સચિવ હતા. વિદેશ સચિવ તરીકે, તેમણે અમેરિકા અને ચીનની ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી સોંપણીઓ પર કામ કર્યું છે. આ સિવાય એસ જયશંકર 2007 થી 2009 સુધી સિંગાપોરના હાઈ કમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે.

જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી, 1955ના રોજ ભારતની રાજધાની નવી દિલ્હીમાં એક સમૃદ્ધ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભ્યાસ વિશે વાત કરતાં, એસ. જયશંકરે પ્રાથમિક શિક્ષણ દિલ્હીની એરપોર્ટ સેન્ટ્રલ સ્કૂલમાંથી કર્યું હતું. આ પછી તેણે ગ્રેજ્યુએશન માટે દિલ્હી યુનિવર્સિટી સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું.

એસ જયશંકરે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાંથી M.A પોલિટિક્સની PG ડિગ્રી મેળવી, JNU કૉલેજમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં M.Phil અને PhD ડિગ્રી મેળવી. અહીં સુધી પહોંચતા પહોચતા એસ જયશંકરે હિન્દી ઉપરાંત, તમિલ, રશિયન, ઈગ્લીશ, મેડ્રિડ જાપાનીઝ સહિતની ઘણી ભાષાઓ પર સારી પકડ બનાવી લીધી હતી. અભ્યાસ પૂરો કર્યા પછી, તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી અને પરીક્ષામાં સફળ થયા પછી, તેઓ 1977 માં ભારતીય વિદેશ સેવાનો ભાગ બન્યા.

Read More

જગત જમાદાર અમેરિકાને રોકડું પરખાવતુ ભારત, કહ્યું-બીજાને શિખામણ આપતા પહેલા પોતાનું જોવું જોઈએ

અમેરિકાની 25 યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈન યુદ્ધને રોકવા માટે વિરોધ કરી રહ્યા છે. તેના પર ભારતના વિદેશ વિભાગે કહ્યું કે અમેરિકાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા અને કાયદો અને વ્યવસ્થા વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. બીજાને શીખ આપતા પહેલા તેને અનુસરવું વધુ સારું છે.

ભારતે ઈરાનમાંથી 17 ભારતીયોને મુક્ત કરવાની કરી માગ, યુદ્ધ વચ્ચે કરી શાંતિની અપીલ

ભારતે આ ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક તણાવ ઓછો કરવાની અપીલ કરી હતી. ભારતે કહ્યું કે, આ ક્ષેત્રમાં તેના દૂતાવાસો ભારતીય સમુદાયના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમે ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતી દુશ્મનાવટથી ખૂબ જ ચિંતિત છીએ. આ વિસ્તારની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકે છે.

અરુણાચલ પ્રદેશના નામ બદલવાના મુદ્દે વિદેશ પ્રધાને કહ્યું- મુર્ખામીભર્યુ પગલું છે, મારો સંદેશ સ્પષ્ટ રીતે ચીન સુધી પહોંચ્યો હશે

ચીને અરુણાચલ પ્રદેશના અલગ-અલગ ભાગોના 30 નવા નામોની યાદી જાહેર કરી છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું કે ચીન દ્વારા વારંવાર આવું કરવું હજુ પણ મૂર્ખામી છે. જો કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અરુણાચલ પ્રદેશ ભારતનો હતો, ભારતનો છે અને હંમેશા રહેશે.

Rajkot: 3 વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનશે, વિદેશ પ્રધાન એસ જયશંકરે આપ્યુ નિવેદન, જુઓ Video

વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખસ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી.

કોંગ્રેસ પર હવે જયશંકરે કર્યા આકરા પ્રહાર, કહ્યું-જનતાને કચ્ચાતીવુ કરાર વિશે જાણવાનો અધિકાર છે

જયશંકરે કહ્યું કે 1974માં ભારત અને શ્રીલંકાએ દરિયાઈ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં શ્રીલંકાને કચ્ચાતીવુ આપવામાં આવ્યું હતું. આ એક જીવંત મુદ્દો છે જેની સંસદ અને તમિલનાડુ વર્તુળોમાં ઘણી ચર્ચા થઈ છે. આ બાબત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની છે.

ભારત પર હસ્તક્ષેપ સહન કરવામાં આવશે નહીં, સાર્વભૌમ દેશ જેવું સન્માન આપે અમેરિકા!

વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે બપોરે યુએસ એમ્બેસી પાસેથી જવાબ માંગ્યો હતો. કેજરીવાલની ધરપકડ પર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની ટિપ્પણીથી તેઓ ખૂબ નારાજ હતા. તેમણે અમેરિકાના કાર્યકારી મિશનના ડેપ્યુટી ચીફ ગ્લોરિયા બાર્બેનાને બોલાવ્યા અને કહ્યું કે આ એક સાર્વભૌમ દેશની બાબતોમાં હસ્તક્ષેપ છે.

જયશંકરના પાકિસ્તાન પર આકરા પ્રહારો, કહ્યું ‘ભારતનું દુર્ભાગ્ય છે કે પાકિસ્તાન તેનું પાડોશી છે’

સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત હવે આતંકવાદના મુદ્દાને નજરઅંદાજ નહીં કરે. પાકિસ્તાનની ટીકા કરતા તેમણે કહ્યું કે ભારતની કમનસીબી છે કે ભારતનો પાડોશી પાકિસ્તાન છે. આતંકવાદના મુદ્દે ભારત હવે એવું નહીં કહે કે ચાલો આપણી વાતચીત ચાલુ રાખીએ.

CAA મામલે વચ્ચે ન પડે અમેરિકા, આ ભારતનો આંતરિક મામલો: વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયએ કહ્યું કે CAA મુદ્દે અમેરિકાની ટિપ્પણી અયોગ્ય અને ખોટી છે. આ કાયદો ભારતનો આંતરિક મામલો છે. તેના અમલીકરણથી લોકોને નાગરિકતા મળશે, કોઈની નાગરિકતા છીનવાશે નહીં. ભારતના ભાગીદારો અને શુભેચ્છકોએ આ હેતુને આવકારવો જોઈએ.

મોરેશિયસ : શિવરાત્રિ ઉત્સવ દરમિયાન લાગી આગ, 6 શ્રદ્ધાળુઓ જીવતા બળ્યા, જયશંકરે દુખ વ્યક્ત કર્યું

જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, મોરેશિયસમાં મહાશિવરાત્રિની ઉજવણી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે સાંભળીને તેઓને ખૂબ દુઃખ થયું છે. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો અને મોરેશિયસના લોકો પ્રત્યે અમારી સંવેદના છે.

વિદેશ મંત્રીએ AI અને deepfakes વિશે ચેતવણી આપી, સુરક્ષા માટે ગણાવ્યો ખતરો

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે સાયબર ડોમેનથી ઉદ્ભવતા જોખમોથી સાવધ રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે જ્યારે આપણે સુરક્ષા વિશે વિચારીએ છીએ, ત્યારે તે માત્ર સરહદોની સુરક્ષા અને આતંકવાદથી સુરક્ષા નથી, પરંતુ દૈનિક દિનચર્યામાં સુરક્ષા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતીયોઓએ વિદેશ નીતિમાં વધારે રસ લેવો જોઈએ: એસ જયશંકર

એસ. જયશંકરે કહ્યું કે નિશ્ચિત રૂપે તમામ ભારતીયોને વિદેશ નીતિમાં વધારે રસ લેવાની જરૂર છે. દુનિયાભરમાં આ સામાન્ય ધારણા છે કે વિદેશ નીતિ ખુબ જ જટીલ હોય છે, જેની જવાબદારી કેટલાક લોકો પર છોડી દેવામાં આવવી જોઈએ.

પ્રથમવાર લોકસભા ચૂંટણી લડશે એસ જયશંકર અને નિર્મલા સીતારમણ, ભાજપે લીધો નિર્ણય

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યુ કે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને એસ જયશંકર લોકસભા ચૂંટણા લડશે. જો કે કર્ણાટકથી લડશે કે કોઈ અન્ય રાજ્યથી તે હજુ નક્કી નથી. જોષીને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું બેંગાલુરુથી ચૂંટણી લડશે તો તેના જવાબમાં તેમણે કહ્યુ કે હાલ એ અંગે કોઈ નિર્ણય લેવાયો નથી, આથી એ વિષયમાં તેઓ વધુ કંઈ કહી શકે નહીં.

What India Thinks Today: વિદેશ પ્રધાન એસ જયશંકરે વેસ્ટર્ન કન્ટ્રીઝના દેશોને દેખાડી દીધો અરીસો, કહ્યું કે હવે “ફ્રીડમ ઓફ સ્પીચના નામે દેશ વિરોધી પ્રવૃતિ નહીં ચલાવી લેવાય”

વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના આગવા અંદાજમાં વેસ્ટર્ન કન્ટ્રીઝની કથની કરણી પર તો સવાલ ઉભા કર્યા જ હતા સાથે આવા દેશોને અરીસો બતાડી દીધો હતો અને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે ફ્રીડમ ઓફ સ્પીચના નામે હવે મીસ યુઝ ઓફ સ્પીચનો કન્સેપ્ટ ભારત નહીં ચલાવી લે

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">