T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડ કપ

T20 વર્લ્ડકપ 1 જૂન થી 30 જૂન 2024 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. આ વખતે T20 વર્લ્ડકપમાં કુલ 20 ટીમ ભાગ લેશે. આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.

ICCએ T20 વર્લ્ડકપની શરુઆત 2007માં કરી હતી. જેનું આયોજન સાઉથ આફ્રિકામાં થયું હતુ. પહેલા વર્લ્ડકપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી. ભારતે જોહાનિસબર્ગમાં રમાયેલી ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

T20 વર્લ્ડકપનું આયોજન આમ તો દર 2 વર્ષે કરવામાં આવે છે. 2016માં ભારતમાં સફળ આયોજન બાદ આઈસીસીએ 2018માં સાઉથ આફ્રિકામાં કરવાની જાહેરાત કરી હતી પરંતુ ચેમ્પિયન ટ્રોફીને લઈ ICCએ આ આયોજનનો પ્લાન ડ્રોપ કરવો પડ્યો હતો. 2020માં કોરોના મહામારીના કારણે ટી20 વર્લ્ડકપનું આયોજન થઈ શક્યું ન હતુ. લાંબા સમયગાળા બાદ 2021માં ટી 20 વર્લ્ડકપનું આયોજન યુએઈ અને ઓમાનમાં કરવામાં આવ્યું હતુ.

T20 વર્લ્ડ કપ ટ્રોફીનું નિર્માણ લિન્ક ઓફ લંડન દ્વારા કરવામાં આવ્યું છે, જેનું વજન અંદાજે 7.5 કિલોગ્રામ છે. આ ટ્રોફી 20 ઇંચ લાંબી અને 7.5 ઇંચ પહોળી હોય છે. T20 વર્લ્ડ કપની ટ્રોફી ટૂર્નામેન્ટની વિજેતા ટીમને આપવામાં આવે છે.

Read More

12 વર્ષમાં 3 ખેલાડી નજીક આવ્યા અને ચૂકી ગયા, શું T20 વર્લ્ડ કપ 2024માં તૂટી જશે આ શાનદાર રેકોર્ડ?

રેકોર્ડ તોડવા માટે જ બને છે. પરંતુ, T20 વર્લ્ડ કપમાં એક એવો રેકોર્ડ બન્યો છે જે 12 વર્ષથી અકબંધ રહ્યો છે. ઘણી વખત કેટલાક ખેલાડીઓ આ રેકોર્ડ તોડવાની નજીક આવતા જોવા મળ્યા હતા, પરંતુ તે તોડી શક્યા ન હતા, સવાલ એ છે કે શું આ વખતે તે રેકોર્ડ તૂટી જશે?

T20 World Cup 2024 : આ 5 ખેલાડીઓને છોડી તમામ ખેલાડીઓ આઈપીએલ વચ્ચે ટી20 વર્લ્ડકપ માટે ઉડાન ભરશે

આઈપીએલ 2024ના પ્લેઓફ માટે 4 ટીમના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે. આ ટીમ વચ્ચે 21 મેથી પ્લેઓફમેચ રમાશે. આઈપીએલ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે.

IPL 2024 પછી તરત જ યોજાશે T20 વર્લ્ડ કપ, 24 કલાકની અંદર રમાશે બીજી સેમિફાઈનલ

T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ માટે ICCએ કેટલાક એવા નિર્ણય લીધા છે, જેને જાણીને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, તો ચાલો આજે આપણે શું છે સમગ્ર મામલો તે જાણીએ

T20 World Cupની વોર્મ અપ મેચોનું શેડ્યૂલ જાહેર, ભારતની મેચ આ ટીમ સાથે

આઈસીસી ટી 20 વર્લ્ડકપ 2024ના વોર્મ-અપ મેચના શેડ્યૂલની જાહેરાત થઈ ચૂકી છે. ભારતની વોર્મ-અપ મેચ 1 જૂનથી બાંગ્લાદેશ વિરુદ્ધ છે.તમને જણાવી દઈએ કે આ સમયગાળા દરમિયાન ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે માત્ર એક જ વોર્મ-અપ મેચ રમી રહી છે.ચાલો વોર્મ-અપ મેચોના સંપૂર્ણ શેડ્યૂલ પર એક નજર કરીએ.

IND vs PAK: મેચ પહેલા પાકિસ્તાની ખેલાડીઓમાં ભાગલા પડ્યા, આમિર-આફ્રિદીનો ‘ઝઘડો’ ખુલ્લેઆમ સામે આવ્યો

ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટીના ક્રિકેટ સ્ટેડિયમમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ 2024નો મુકાબલો થશે. આ મેચમાં બંને તરફથી જોરદાર સ્પર્ધા જોવા મળે તેવી અપેક્ષા છે, પરંતુ તે પહેલા પાકિસ્તાનના બે સૌથી મોટા સ્ટાર ફાસ્ટ બોલરોના મંતવ્યો એકબીજા સાથે મેળ ખાતા નથી.

T20 World Cup: 10,00,00,000 દિવ્યાંગ ચાહકો ક્રિકેટમાં લાઇવ એક્શનનો માણી શકશે આનંદ, આ 10 મેચો માટે સાંકેતિક ભાષામાં થશે વિશેષ કોમેન્ટ્રી 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ભારતમાં અંદાજિત 6.3 કરોડ બહેરા અને 4 કરોડ દૃષ્ટિહીન લોકોનો સમુદાય છે. આ સમુદાય માટે એક મોટા સારા સમાચાર છે. T20 વર્લ્ડ કપ દરમિયાન ખાસ કોમેન્ટ્રી પ્રસારિત કરવામાં આવશે. સેમિ-ફાઇનલ અને ફાઇનલ સહિત ભારતની તમામ 10 મેચો માટે વિકલાંગ ચાહકો માટે સાંકેતિક ભાષા અને ઑડિયો વર્ણનાત્મક કોમેન્ટ્રી હશે.

ભારત T20 વર્લ્ડ કપ જીતી શકશે નહીં…ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને વિરાટ કોહલીનું નામ લઈને શું કહ્યું?

મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને કેપ્ટન રોહિત શર્માએ મળીને T20 વર્લ્ડ કપ માટે ભારતના શ્રેષ્ઠ 15 ખેલાડીઓની જાહેરાત કરી છે. ચાહકોને આશા છે કે આ ટીમ 17 વર્ષની રાહનો અંત લાવશે. પરંતુ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન એવું નથી માનતા. તેનું માનવું છે કે જો જો વિરાટ કોહલી રન નહીં બનાવે તો ભારત માટે T20 વર્લ્ડ કપ જીતવો મુશ્કેલ થઈ જશે

IND vs PAK: રોહિત શર્મા અને વિરાટ કોહલી પાકિસ્તાનના બોલરોને ખરાબ રીતે ફટકારશે, ન્યૂયોર્કથી આવ્યા મોટા સમાચાર

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 2022માં જ્યારે બંને ટીમો વચ્ચે મેચ યોજાઈ હતી ત્યારે સ્ટેડિયમ હાઉસફૂલ હતું અને ભારતે શાનદાર જીત મેળવી હતી. પરંતુ આ વખતે બાબર આઝમ અને રોહિત શર્માની ટીમો એકદમ નવા સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે, જેને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ 2 વોર્મ-અપ મેચ રમવાની ઓફર ફગાવી, IPL છે કારણ !

T20 વર્લ્ડ કપને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભારતીય ટીમ ટૂંક સમયમાં અમેરિકા જવા રવાના થશે. IPLને ધ્યાનમાં રાખીને ટીમને બે બેચમાં મોકલવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ આ પહેલા BCCIએ મોટો નિર્ણય લીધો છે. BCCIએ 2 વોર્મ-અપ મેચ રમવાની ઓફર નકારી કાઢી છે અને હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની મેચો પહેલા માત્ર એક જ વોર્મ-અપ મેચ રમશે.

T20 World Cup પૂર્વ કેપ્ટનને બળાત્કારના કેસમાં નિર્દોષ જાહેર કરાયો, કોર્ટે 8 વર્ષની જેલની સજા રદ કરી

નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાને માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. નેપાળની પાટણ હાઈકોર્ટે બળાત્કાર કેસમાં સંદીપને નિર્દોષ જાહેર કર્યો છે. હવે ટી 20 વર્લ્ડકપ 2024માં રમવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

T20 World Cup 2024 : શું ટીમ ઈન્ડિયા ન્યૂયોર્કમાં નહીં રમી શકે ? ICCએ હજુ સુધી આ મેચ માટે પરવાનગી આપી નથી!

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમવાની છે. એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા લીગ રાઉન્ડ પહેલા પ્રેક્ટિસ મેચ પણ રમશે. પરંતુ ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ મેચના આયોજનને લઈ સમસ્યા થઈ ગઈ છે. આવું કેમ થયું? શું છે સમસ્યા, જાણો આ આર્ટીકલમાં.

બાંગ્લાદેશની T20 વર્લ્ડ કપ ટીમની પસંદગી, 25 વર્ષના કેપ્ટન પાસેથી મોટી અપેક્ષાઓ

બાંગ્લાદેશે પણ T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ પસંદ કરી લીધી છે. ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી એક વર્ષ બાદ વાપસી કરનાર આ મજબૂત ખેલાડીને ટીમમાં જગ્યા મળી છે. ટીમના 15 ખેલાડીઓમાં કોઈ ચોંકાવનારું નામ નથી. આ લિસ્ટમાં સૌથી મોટું નામ શાકિબ અલ હસનનું છે.

શું ગૌતમ ગંભીર બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ? આ 3 દિગ્ગજો વચ્ચે સ્પર્ધા

T20 વર્લ્ડ કપ 2024 પછી ટીમ ઈન્ડિયાને નવો કોચ મળવા જઈ રહ્યો છે. BCCIએ 27 મે સુધી અરજીઓ પણ મંગાવી છે. સવાલ એ છે કે કોણ બનશે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ? આ રેસમાં ગૌતમ ગંભીરને પણ મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

રોહિત શર્મા-અજીત અગરકર મૂડમાં ન હતા, તો પછી T20 વર્લ્ડ કપની ટીમમાં શા માટે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી?

શું રોહિત શર્મા અને અજીત અગરકર T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાં હાર્દિક પંડ્યાનો સમાવેશ કરવાના મૂડમાં ન હતા? ના, તે અમે નહીં પરંતુ કેટલાક અહેવાલો આ દિશામાં નિર્દેશ કરી રહ્યા છે. સવાલ એ છે કે જો આવું હતું તો હાર્દિકને ટીમમાં કેમ પસંદ કરવામાં આવ્યો?

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાની નવી જર્સીમાં થશે બે મોટા ફેરફાર, આ છે ખાસ કારણ

T20 વર્લ્ડ કપ 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. જો કે ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં તેની નવી જર્સીનો ઉપયોગ કરી શકશે નહીં, જેના પાછળ એક મોટું કારણ જવાબદાર છે અને આ કારણ ICCના નિયમ સાથે સંબંધિત છે.

બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
UAEમાં જે મંદિર બન્યુ તેના નિમીત્ત પીએમ નરેન્દ્ર મોદી બન્યા- CM
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
g clip-path="url(#clip0_868_265)">