અમદાવાદના આ પેટ્રોલપંપ પર પેટ્રોલ પૂરાવીને લોકો કરી રહ્યાં છે પુલવામા આતંકી હુમલાના શહીદોની મદદ

પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ CRPF જવાનોના પરિવારજનો માટે દેશ-વિદેશમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે.

ત્યારે અમદાવાદના એક પેટ્રોલપંપના માલિકે પણ શહીદોના પરિવારજનોની આર્થિક મદદ માટે એક નવી યુક્તિ અજમાવી છે. આશ્રમરોડ પર આવેલા કર્ણાવતી પેટ્રોલપંપના માલિકે પોતાના પંપ પરથી થતા પેટ્રોલ કે ડીઝલના વેચાણમાંથી પ્રતિ લિટરે એક રૂપિયો શહીદોના પરિવારજનોને આપવાની જાહેરાત કરી છે. 1 માર્ચ સુધી કર્ણાવતી પેટ્રોલિયમપંપના માલિક આ રીતે પોતાના નફામાંથી શહીદના પરિવારજનોને સહાય કરવાનું એલાન કર્યું છે.
પેટ્રોલપંપ માલિકે મૂકેલા અનોખા પ્રયાસને પેટ્રોલ ભરાવવા આવતા લોકો પણ આવકારી રહ્યાં છે. કેટલાક વાહનચાલકો તો પેટ્રોલપંપ પર લાગેલું બોર્ડ વાંચ્યા બાદ 100 રૂપિયાના બદલે 200 રૂપિયાનું પેટ્રોલ ભરાવી રહ્યાં છે. જ્યારે કારચાલકો 5 લિટરને બદલે એકસામટું 10 લિટર પેટ્રોલ ભરાવીને શહીદોને મદદ કરી રહ્યાં છે. દેશની રક્ષા કરતા જવાનો કાજે પેટ્રોલપંપ માલિકે કરેલી પહેલને અન્ય ધંધાર્થીઓ પણ અપનાવવી જોઈએ.

VIDEO:

[yop_poll id=1777]

Preparations in full swing at counting centres, Ahmedabad , Vadodara & Surat - Tv9

FB Comments

Pratik jadav

Read Previous

અસદુદ્દીન ઓવૈસીએ ઇમરાન અને મસૂદ વિશે એવું વિસ્ફોટક નિવેદન આપ્યું કે ભારતમાં રહી પાકિસ્તાનની ભાષા બોલનારાઓને પોતાની જાત પર શરમ આવશે

Read Next

પાકિસ્તાન વિરુદ્ધ BIG PLANની તૈયારીઓ, સંરક્ષણ પ્રધાન સાથે ત્રણેય સેના પ્રમુખોની બેઠક, 44 દેશોમાં રહેલા ભારતીય અટૅચી પણ બેઠકમાં જોડાશે

WhatsApp chat