કેમ કાળી ચૌદશ પર તળેલી વસ્તુઓ બનાવવાનો રિવાજ છે? જાણો છો?

vada

દિવાળીના એક દિવસ પહેલા અને ધન તેરસ પછીના દિવસને કાળી ચૌદશ તરીકે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશને નરક ચતુર્દશી તેમજ રૂપચૌદશ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુર નામના અસુરનો વધ કરીને 16 હજાર કન્યાઓને તેના ત્રાસમાંથી ઉગારી હતી જેથી તેનું નામ નરક ચતુર્દશી પડ્યું.

પણ શું તમે જાણો છો કે કેમ કાળી ચૌદશના દિવસે તળેલી વસ્તુઓ બનાવવાનો રિવાજ છે?

એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો તમારા જીવનમાંથી કકળાટ ટળે. અને એટલે આ દિવસે મહિલાઓ અચૂક વડા કે ભજીયા બનાવે છે.

સામાન્ય રીતે કાળી ચૌદશના દિવસે ખીર અને વડા બનાવવામાં આવે છે. અને સાંજના સમયે મહિલાઓ કાણાંવાળા વડા અને પૂરી ઘર નજીકનાં ચાર રસ્તે મૂકીને ઉતાર કાઢે છે. જેને આપણે કકળાટ કાઢવો એમ પણ કહીએ છીએ.

તો સાથે જ આ દિવસે હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પણ પાડવામાં આવે છે.

hanuman

તો સાથે જ કાળી ચૌદશની સાંજે એખ ચારમુખનો દિવો પ્રગટાવીને ઘરની બહાર મૂકી દો. દીવામાં એક કોડી પણ મૂકી દો. આ દિવડાની રોશનીથી પિતૃને પોતાના લોકમાં જવાનો રસ્તો દેખાય છે તેવું માનવામાં આવે છે. તેનાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃની પ્રસન્નતાથી દેવતા અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. પિતૃ માટે કરાયેલ આ દીપદાન સ્વાસ્થ્યસંબંધી લાભ પણ આપે છે.

FB Comments

Hits: 7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *