ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટને કર્યું એવું કામ કે જીતી લીધા લોકોના દિલ!

Harmanpreet Kaur

Harmanpreet Kaur

‘હરમનપ્રિત કૌરે કર્યું  એક એવું કામ, જેથી આખી દુનિયામાં રોશન થયું તેનું નામ’

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌર હાલ ચર્ચામાં તો છે જ પરંતુ તેનું કારણ માત્ર તેનું ખેલપ્રદર્શન નથી પરંતુ હરમનપ્રિતે કંઈક એવું પણ કર્યું છે જેના લીધે સમગ્ર વિશ્વના દિલ તેણે જીતી લીધા છે.
હરમનપ્રિતે મહિલા T-20 વિશ્વ કપની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે શતક બનાવ્યું અને 51 બોલમાં 103 રન બનાવીને કૌર ભારતની T-20 ફોર્મેટ માં શતક બનાવવાળી પ્રથમ મહિલા બની.
આ મેચ પછી T-20  વિશ્વ કપની બીજી મેચમાં પણ હરમનપ્રિત કૌર ફરી એક વાર ચર્ચામાં આવી છે. ભારત-પાકિસ્તાન મેચથી પહેલા રાષ્ટ્રગાન દરમિયાવ કંઈક એવું થયું કે સમગ્ર વિશ્વમાં હાલ તેની ભરપૂર પ્રશંસા થઇ રહી છે અને સોશિયલ મીડિયામાં પણ લોકો તેના વખાણ કરી રહ્યાં છે.

જાણો શું છે આખી ઘટના જેનાથી હરમનપ્રિતે જીતી લીધા સૌના દિલ?

રાષ્ટ્રગાનના દરમિયાન એક નાની બાળકી બેભાન થઇ જતાં કૌરે રાષ્ટ્રગાન પૂરું થયું તેમ તરત જ બેભાન છોકરીને ખોળામાં લઈને અધિકારીઓને સોંપી દીધી. મેચ પછી એક ક્રિકેટ પ્રશંસકે આ વીડિયો ટ્વિટટર પર અપલોડ કર્યું. ક્રિકેટપ્રેમીઓએ આ વીડિયો પણ ખૂબ પસંદ કર્યો.

 

 

આ ઘટના બાદ હરમનપ્રિત કૌર ન માત્ર ભારતીયોની, પરંતુ પાકિસ્તાનીઓ અને બીજા બધા દેશોમાં પણ લોકપ્રિય બની ગયી. સાથે જ હરમનપ્રિતે પોતાના નામની સાથે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ પણ રોશન કર્યું છે.

FB Comments

TV9 Web Desk4

Read Previous

Here comes an air bag to keep your phone away from smashing!

Read Next

‘બોર્ડર’ના ‘અસલી હીરો’ કુલદીપ સિંહનું નિધન, પાકિસ્તાનને કરી દીધું હતું ધૂળ ચાટતું

WhatsApp પર સમાચાર