જાણો કેમ કહેવાય છે 26/11 મુંબઈ અટેકની પીડિતાને ‘કસાબની બેટી’

Devika Rotawan Mumbai attack 26/11
Devika Rotawan Mumbai attack 26/11

26/11 ને આતંકી હુમલેને આજે 10 વરસ પુરા થયા. હજુ પણ લોકોના જખ્મ ભરયા નથી. આ હુમલમાં 160થી વધુ લોકોના જીવ લીધા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. દેશના સૌથી મોટો હુમલામાં 10 આતંકવાદીઓ શામેલ હતા, જેમાંથી માત્ર એકજ જીવિત હતો. જેને પણ 2012માં ફાંસી ની સજા આપવામાં આવી હતી. દેવિકા રોતાવન આ હુમલાની સૌથી નાની ઉંમરની સાક્ષી હતી જેની ગવાહી પર કસાબને ફાંસીની સજા આપવામાં આવી હતી.

અફસોસની વાત એ છે ઘણા લોકો દેવિકાને ‘કસાબની બેટી’ કહીને સંબોધે છે. દેવિકા 9 વરસની હતી જે વખત તેણે કસાબને કોર્ટમાં ઓળખ્યો હતો. આજે દેવિકા હવે 18 વરસ ની થઇ ગયી છે અને IPS બનીને આતંકવાદીઓને દેશમાંથી સાફ કરવા માંગે છે.

જાણો શું છે આખી ઘટના, દેવિકાના શબ્દોમાં:

હું મારા પપ્પા અને ભાઈ સાથે મુંબઈના CST સ્ટેશન પહુંચી હતી, પ્લેટફોર્મ ન. 12 પર અમે લોકો ટ્રેનની આવવાની રાહ જોતા હતાં.  તે સમયે જ ફાયરિંગ ચાલુ થઇ ગઈ, અને મારા પગ પર ગોળી વાગી હતી અને હું બેભાન થઇ ગઈ, મહિનાઓ સુધી મારો ઈલાજ ચાલ્યો.

મારા પપ્પાને પાકિસ્તાનથી આતંકવાદીઓના ફોન આવતાં હતા અને ફોન પર તે ગવાહી બદલવાની ચીમકી આપતા હતા. તેમ છતાં પણ હું લાકડીની મદદથી ચાલીને કોર્ટમાં ગવાહી આપી.

READ  જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતે CRPF ના કાફલાં પર મોટો આતંકવાદી હુમલો, 42 જવાન શહીદ
Mumbai attack 26/11 Devika Rotawan
Mumbai attack 26/11 Devika Rotawan

શું બદલાવ આવ્યા દેવિકાના જીવનમાં ? 

દેવિકા જણાવે છે તે હુમલા પછી તેમનો જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું, દેવિકા કહે છે, અમે લોકો બેઘર થઇ ગયા હતા, કોર્ટમાં ઓળખ આપ્યા પછી અમારા સગાવાલા અમારાથી દૂર થઇ ગયા. લોકોને આતંકી હુમલાનો ડર હેરાન કરી રહ્યો હતો. લોકો મને ‘કસાબની બેટી’ કહીને બોલવતાં હતા. જયારે તમે કોઈને પણ પૂછશો, તો એ તમને ‘કસાબની બેટી’ રીતે મારી ઓળખ આપશે.
જ્યારે આ ઘટના બની ત્યારે ઘણી સામાજિક સંસ્થાઓએ અને સરકારે અમારી મદદના મોટા દાવા કર્યા પણ પછી કોઈ મદદ માટે આગળ ના આવ્યું. અમારા સગા પણ કેહતા હતા કે મેં આતંકવાદીઓના વિરુદ્ધમાં ગવાહી આપી છે, તે લોકો અમને પણ મારી નાખશે. મારા પપ્પાનો ડ્રાયફ્રૂટનો વેપાર હતો, પણ લોકોએ આતંકીઓના ખોફથી તેમના સાથે કારોબાર કરવાનો પણ બંધ કરી દીધો.
ચોંકવાનારી વાત એ છેકે, દેશના સૌથી મોટા હુમલામાં આતંકવાદીને ફાંસી સુધી પહુંચાડનાર દેવિકાને હજી સુધી પૂરતો ન્યાય મળ્યો નથી. 
[yop_poll id=19]
Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

One injured as robbers open fire in Jewellery shop in Varachha, Surat | Tv9

FB Comments