ડૉ.વિક્રમ સારાભાઈ કેમ અને ક્યારે કરી ATIRA, PRL તેમજ IIM અમદાવાદની સ્થાપના?

આજે છે 12 ઑગસ્ટ, ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક ડૉ.વિક્રમ સારાભાઈનો 99મો જન્મદિવસ.  ડૉ.વિક્રમ સારાભાઈના નામે આમ તો ઘણી સિદ્ધિઓ નોંધાયેલી છે. પરંતુ તમને ખબર છે કે તેમણે કેટલી સંસ્થાઓની સ્થાપના કરી છે જે ન માત્ર અમદાવાદ કે ગુજરાત પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગર્વ સમાન છે! 

Vikram_cover

  • જ્યારે અમદાવાદ મિલોથી ધમધમતું શહેર હતું ત્યારે કાપડ ઉદ્યોગમાં ઉત્તમ ગુણવત્તાના કાપડના સંશોધન માટે ATIRAની સ્થાપના કરી.
  • વાતાવરણના ઉચ્ચસ્તરીય અભ્યાસ માટે PRLની સ્થાપના કરી જેની શરૂઆત માત્ર 2 રૂમમાંથી થઇ હતી.
  • એ ઉપરાંત, IIM અમદાવાદ, અમદાવાદનું કમ્યુનિટી સાયન્સ સેન્ટર, નહેરુ ફાઉન્ડેશન, AMA, ત્રિવેન્દ્રમનું થુમ્બા રોકેટ લૉન્ચિંગ સ્ટેશન, ઈસરો-અમદાવાદ, ઉપરાંત ભારતભરમાં વિવિધ સંસ્થાઓની સ્થાપના પણ ડૉ.વિક્રમ સારાભાઈએ કરી. તેમણે આશરે 35થી વધુ સંસ્થાઓની સ્થાપના કરી છે!
  • ટેલિવિઝનનો ઉપયોગ કરીને દેશના ખૂણે ખૂણે શિક્ષણનો વ્યાપ વધે તેવું સપનું સારાભાઈએ જોયું હતું જે આજે સાચું પડ્યું છે.
  • યુવાનોને તેમની જવાબદારી સોંપી, તેમના લક્ષ્ય સુધી પહોંચવાની મદદ કરવામાં તેઓ માનતા હતા.
  • એક વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ અને સરકારી અધિકારી તરીકેની કામગીરી બાદ તેમના જીવનમાં છેલ્લે એક શિક્ષક તરીકેની ભૂમિકા બજાવવા માગતા હતા.
  • 1971ની 30 ડિસેમ્બરે વિક્રમ સારાભાઈ કેરળના થુમ્બામાં રશિયન રોકેટના પરીક્ષણ માટે ગયા હતા, જયાંના એક રિસોર્ટમાં નિંદ્રાધીન અવસ્થામાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે ઇસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નમ્બી નારાયણે વિક્રમ સારાભાઈના મૃત્યુ અંગે શંકા સેવી હતી.
  • વર્ષ 1972માં ભારત સરકારે તેમને મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’નો ખિતાબ આપી બહુમાન કર્યું હતું.
FB Comments

TV9 Gujarati

Read Previous

ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈને તમે કેટલા ઓળખો છો?

Read Next

રાજ્યમાં ચેઇન સ્નેચિંગની ઘટનાઓ રોકવા કાયદો કડક બનાવાશે- ગૃહ રાજ્યમંત્રી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp chat