પશુઓની પાછળ ફટાકડાં ફોડી, ભડકાવીને ભગાડવાની પરંપરા

દિવાળી અને નવા વર્ષે એવી ઘણી પરંપરાઓ આપણી આસપાસ જોવા મળતી હોય છે જે આપણને આશ્વર્ય જગાવે. પરંતુ અરવલ્લી જિલ્લામાં શીણાવાડ ગામમાં નવા વર્ષની શરૂઆત ભાગ્યે જ કોઈએ સાંભળી હશે તેવી રીતે કરવામાં આવે છે. શીણાવાડ ગામમાં નવા વર્ષની સવારે સૌ કોઈ પોતપોતાના પશુઓ સાથે મંદિરે ભેગા થાય છે અને ત્યારબાદ ફટાકડાં ફોડીને પશુને ભડકાવીને ગામ બહાર ગૌચર જગ્યામાં મોકલી દે છે.

READ  અરવલ્લી જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર, વાત્રક, મેશ્વો સહિતના જળાશયોમાં આવ્યા નવા નીર

Picture 13

પશુઓની પાછળ ફટાકડાં ફોડી ભગાડવાની પરંપરા
જોકે ગ્રામજનોના કહેવા પ્રમાણે આ માન્યતા પાછળનો હેતુ દૂધાળા પશુઓનું સ્વાસ્થ્ય સારું રહે અને ગામમાં કોઈ સમસ્યા ન આવે તે છે. આ જ કારણ છે કે દર વર્ષે ગામમાં નવા વર્ષની આ રીતે ઉજવણી થાય છે. જોકે સારી બાબત તો એ છે કે હજુ સુધી આ પરંપરામાં કોઈ જાનહાનિ થઈ નથી.

READ  ભાદરવી પૂનમનો મહામેળો! બોલ માડી અંબે જય જય અંબે, જુઓ VIDEO

ગામના અગ્રણીઓ વાલાભાઈ ભરવાડ અને વિનુભાઈ પટેલનું આ પરંપરા અંગે કહેવું છે,
“નવા વર્ષની આ રીતની ઉજવણીને અંધશ્રદ્ધા કહો કે પરંપરા પરંતુ તે વર્ષોથી ચાલતી આવે છે. જ્યારે ફટાકડા ન હતા ત્યારે પણ અમારા પૂર્વજો ઢોલ-નગારાનો ઉપયોગ કરીને, પશુઓને ભડકાવીને ગામની બહાર ગૌચરની જમીનમાં લઈ જતા હતા.”

FB Comments

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*