બંગાળની ધરતી પરથી અમિત શાહનો પડકાર, મમતા પર કર્યા વાર

 

amit-shah-mamta-banerjee_amit-shah-and-mamata-banerjee-on-battle-front-over-nrc_0.jpg

પશ્ચિમ બંગાળની ધરતી પરથી BJP અધ્યક્ષ અમિત શાહે મમતા બેનર્જીને પડકાર ફેંક્યોછે. સાથે જ મમતા પર બાંગ્લાદેશી ઘૂષણખોરો માટે નરમ વલણ રાખવાનો પણ આરોપ લગાવ્યો છે. અમિત શાહે કહ્યું કે આટલી મોટી રેલી હોવાનો એ જ સંકેત છે કે બંગાળમાં મમતા બેનર્જીનું શાસન હવે ખતમ થવાના આરે છે. આ ઉપરાંત, યુવા સ્વાભિમાન રેલીમાં અમિત શાહે મમતા પર કર્યાં કેટલાંયે વાર:

 

– અમિત શાહે સૌથી પહેલા કહ્યું કે આ રેલીને રોકવાના ઘણાં પ્રયાસો કરવામાં આવ્યા અને પશ્ચિમ બંગાળની સ્થાનિક ચેનલ્સનું પ્રસારણ પણ બંધ થાય તેવા પ્રયાસો થયા જેથી લોકો અમારી રેલી જોઈ-સાંભળી ન શકે.

09-mamata-amit-shah– વધુમાં અમિત શાહે કહ્યું કે ભાજપ બંગાળનું વિરોધી કેવી રીતે હોઈ શકે છે જ્યારે કે આમારી પાર્ટીના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જી ખુદ બંગાળથી હતા. તેમણે કહ્યું કે ભાજપ બંગાળ વિરોધી નહીં પણ મમતા વિરોધી છે.

– મમતા બેનર્જી કે રાહુલ ગાંધીના લાખ પ્રયત્નો છતાં પણ NRCની પ્રક્રિયા નહીં રોકાય. તેમણે કહ્યું કે NRC ઘૂષણખોરોને ભગાડવા માટે છે. આસામમાં તેને ન્યાયિક રીતે લાગૂ કરવામાં આવશે.

– અમિત શાહે મમતા બેનર્જી તેમજ કમ્યુનિસ્ટ પાર્ટીઓ પર એકસાથે નિશાન તાક્યું. આ અંગે તેમણે કહ્યું કે કમ્યુનિસ્ટ પાર્ટીને વૉટ મળે તો મમતા બેનર્જી ઘૂષણખોરોનો વિરોધ કરે પણ જ્યારે તેમને વૉટ મળવા લાગ્યા તો હવે NRCનો વિરોધ કરે છે અને તેમણે પશ્ચિમ બંગાળને બાંગ્લાદેશ બનાવી દીધું છે.

– સાથે જ અમિત શાહે કહ્યું કે બંગાળે કોંગ્રેસ, કમ્યુનિસ્ટ અને તૃણમૂલ કોંગ્રેસ ત્રણેયનું શાસન જોઈ લીધું છે અને આપણે સૌ જોઈએ છીએ કે પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જઈ રહી છે. એવામાં આ વખતે પશ્ચિમ બંગાળની જનતાએ ભાજપને મોકો આપવો જોઈએ. ભાજપ આ રાજ્યને વિકાસના રસ્તે લઇ જશે. યુવા સ્વાવલંબન રેલીમાં વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્રની સરકાર રાજ્યને જે કરોડો રૂપિયાના પેકેજ આપે છે તે ‘ભત્રીજા અને સિન્ડિકેટની સરકાર’ ગામના લોકો સુધી પહોંચવા જ નથી દેતી.

AmitShah12-kRsG--621x414@LiveMint

– ભાજપ રાષ્ટ્રીય પ્રમુખે વધુમાં કહ્યું છે NRCને આસામ અકૉર્ડ અંતર્ગત બનાવવામાં આવ્યું છે જે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ બનાવ્યું હતું પરંતુ આજે વૉટબેન્કના કારણે કોંગ્રેસ સરકાર તેનો વિરોધ કરી રહી છે. ઘૂષણખોરો જ બંગાળમાં વિસ્ફોટ કરે છે અને આ ઘૂષણખોરો મમતાની વૉટબેન્ક છે.

– બંગાળમાં હિંદુ શરણાર્થીઓને વિશ્વાસ અપાવતા તેમણે કહ્યું કે, “અમે સિટિઝનશીપ અમેન્ડમેન્ટ બિલ 2016 લઈને આવ્યા છીએ જે અંતર્ગત તમને નાગરિકતા અપાશે.” અમિત શાહે સવાલ કર્યો કે મમતાએ આ બાબતે સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે તે આ બિલ પર સાથે આપશે કે નહીં કે પછી તે હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ શરણાર્થીઓના વિરોધમાં છે.

– મમતા બેનર્જી પર સીધો વાર કરતા કહ્યું, “અમારો અવાજ બંધ કરવાથી રોકાશે નહીં. બંગાળના દરેક જિલ્લામાં હું આંદોલન કરીશ.” સાથે જ તેમણે વિશ્વાસ અપાવતા કહ્યું કે પશ્ચિમ બંગાળમાં જેટલા પણ શરણાર્થીઓ છે તેમને પરત મોકલવાની કોઈ યોજના નથી. શરણાર્થીઓને રાખવા એ ભારત સરકારની જવાબદારી છે. જે પ્રકારે મમતાના શાસનમાં બંગાળમાં ઘૂષણખોરી નથી અટકાવી શકાઈ, તેવામાં પશ્ચિમ બંગાળ સલામત નથી અને ઘૂષણખોરી રોકવાનો સરળ ઉપાય NRC છે.

– શાહે કહ્યું કે મમતા સરકાર જ્યારથી આવી છે, ચારેય તરફ ભ્રષ્ટાચાર જોવા મળે છે. કાનૂન-વ્યવસ્થાનો કોઈને ડર નથી રહ્યો. કારખાના બંધ થઇ રહ્યા છે અને બૉમ્બ બનાવવાના કારખાના ખૂલી રહ્યા છે. ગુનાખોરીના તમામ રેકોર્ડ તૂટી ગયા છે. ભાજપની સરકાર શાસનમાં આવી તો ઈમાનદાર, કડક કાયદો વ્યવસ્થા ધરાવતી અને પશ્ચિમ બંગાળની જૂની સાંસ્કૃતિક ઓળખ પાછી મેળવવામાં સફળ નીવડશે.amit-shah-7593.jpg

– છેલ્લે મમતા પર પ્રહાર કરતા શાહે કહ્યું કે પંચાયત ચૂંટણીમાં વિપક્ષી ઉમેદવારોને ઉભા જ ન રહેવા દેવાયા અને તેમના ઉમેદવારોને બિનહરીફ જ જીતાડી દેવાનો રેકોર્ડ પણ બનાવાયો. પાર્ટીના 65 કાર્યકર્તાઓને મારી નાખ્યા છતાં પણ પાર્ટીએ સારો દેખાવ કર્યો.

 

 

FB Comments

TV9 Gujarati

Read Previous

Gujarat govt announced new schemes for non reserved community, Congress called it “LOLLIPOP”

Read Next

ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈને તમે કેટલા ઓળખો છો?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp chat