ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈને તમે કેટલા ઓળખો છો?

આજે છે 12 ઑગસ્ટ, ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક ડૉ.વિક્રમ સારાભાઈનો 99મો જન્મદિવસ.  અમદાવાદમાં જન્મેલા ડૉ.વિક્રમ કેવી રીતે ઓળખાયા ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે? કોણ કોણ છે તેમના પરિવારમાં? કેવી રહી વિક્રમથી ડૉ.વિક્રમ બનવા સુધીની સફર? આવો, જાણીએ અહીં…

 

Sarabhai

  • રોકેટ વિજ્ઞાનના પિતા ગણાતા વિક્રમ સારાભાઈનો જન્મ 12 ઑગસ્ટ, 1919ના રોજ એક ધનાઢ્ય અને ઔદ્યોગિક પરિવાર થયો હતો.
  • નાનપણમાં વિક્રમે કોઈ જ પ્રાથમિક, માધ્યમિક કે સાર્વજનિક શાળામાં અભ્યાસ નહોતો કર્યો.
  • તેમના પિતા અંબાલાલ સારાભાઈએ બાળકો માટે પોતાના બંગલામાં જ ખાનગી શાળા શરૂ કરાવી હતી.
  • તેમનું માનવું હતું કે એ વખતે દેશમાં ઉપલબ્ધ શૈક્ષણિક સંસ્થાઓ બાળકોના શિક્ષણ માટે યોગ્ય નહોતી.

 

 

22-Vikram-Sarabhai

 

vikram-sarabhai_1453363176

  • વિક્રમ સારાભાઈના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ સાથે થયા હતાં.

 

 

vikram

  • તેમને એક પુત્ર કાર્તિકેય અને એક પુત્રી મલ્લિકા છે.

 

 

05-1493976470-vikramsarabhai2

  • ડૉ. વિક્રમ સારાભાઈને નાનપણથી જ યંત્રોમાં રસ હતો અને એટલે જ તેમના બંગલામાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની પ્રયોગશાળા ઉભી કરવામાં આવી હતી.
  • વર્ષ 1937માં R.C.ટેક્નિકલ સ્કૂલ દ્વારા મેટ્રિક પરીક્ષા પાસ કરી વિક્રમે ગુજરાત કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યારબાદ ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સીટીની સેન્ટ જ્હોન્સ કોલેજમાં પ્રવેશ મેળવ્યો જયાંથી તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી.

 

 

Vikram Sarabhai Stamp

  • વર્ષ 1941થી 1946 દરમિયાન નોબેલ પારિતોષિક વિજેતા ડૉ.સી.વી.રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થા, બેંગલુરુમાં કૉસ્મિક રૅઝનો અભ્યાસ કર્યો.
  • ‘બ્રહ્માંડ કિરણો’ પર પોતાનો અનુસ્નાતકનો અભ્યાસ શરૂ કર્યો અને વર્ષ 1947માં કેમ્બ્રિજ યુનિવર્સીટીએ તેમનો ‘બ્રહ્માંડ કિરણો’ પર શોધ મહાનિબંધ સ્વીકાર્યો અને આ વિષય પર Ph.D.ની ડિગ્રી એનાયત કરી અને તેઓ બન્યા ડૉ.વિક્રમ સારાભાઈ!

 

 

Scientist Vikram Sarabhai

ક્યારે અને કેવી રીતે થઇ ISROની સ્થાપના તથા ડૉ.વિક્રમ સારાભાઈની કારકિર્દીની અન્ય રસપ્રદ બાબતો અન્ય આર્ટિકલમાં…

FB Comments

TV9 Gujarati

Read Previous

બંગાળની ધરતી પરથી અમિત શાહનો પડકાર, મમતા પર કર્યા વાર

Read Next

ડૉ.વિક્રમ સારાભાઈ કેમ અને ક્યારે કરી ATIRA, PRL તેમજ IIM અમદાવાદની સ્થાપના?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp પર સમાચાર