રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા સ્કૂલ-કોલેજમાં થશે તપાસ

રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિ પર ઝડપથી રોક લાગે તે માટે ગુજરાત રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે. આજે યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ DGP શિવાનંદ ઝાએ નશાખોરીને રોકવા આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવશે તે અંગે મીડિયાને જાણકારી આપી.તેમણે જણાવ્યું કે,
રાજ્યમાં નશાનો ફેલાવો ન થાય તે માટે સરકાર હવે કડક પગલાં ભરવા જઈ રહી છે.

Video: Gujarat police & government to intensify drive against drug suppliers

download

 

  • ડ્રગ્સની હેરાફેરી રોકવા સ્કૂલ-કોલેજમાં થશે તપાસ
  • નશાનો કારોબાર રોકવાની ઝુંબેશ વધુ તેજ કરાશે

ઉલ્લેખનીય છે કે, રવિવારે દેવભૂમિ દ્વારકાના સોડસલા ગામની સીમમાંથી 5 કિલો હિરોઈન, (કે જેની કિંમત આશરે રૂ.15 કરોડ થાય છે) સાથે 2 આરોપીની ATSએ ધરપકડ કરી હતી. સાથે જ સૂત્રો દ્વારા બાબતનો ઘટસ્ફોટ થયો હતો કે તેની પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ હોઈ શકે છે.

આ મુદ્દે વધુ શું કહ્યું DGP તેમજ ગૃહરાજ્ય મંત્રીએ? જુઓ વિડીયો:

વિડીયો: રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી રોકવા સ્કૂલ-કોલેજમાં થશે તપાસ

 

 

FB Comments

Hits: 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *