વાયુ વાવાઝોડું Live Update

(વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે. વેરાવળ અને મહુવા વચ્ચે આ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રને સૌથી વધારે અસર થવાની છે અને ભારે વરસાદ પણ પડી શકે છે. હાલ વાવાઝોડું વેરાવળ બંદરથી 270 કિમી દૂર છે, ગુજરાતમાં બચાવ કામગીરી માટે કેન્દ્રની એજન્સીઓ જેવી કે એનડીઆરએફ ઉતારી દેવાઈ છે અને વાવાઝોડાને લઈને 2 લાખથી વધારે લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 13 જૂનના રોજ વહેલી સવારના બદલે બપોરે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારા સાથે ટકરાઈ શકે છે.)

એક ક્લિક કરીને વાયુ વાવાઝોડાને લાઈવ જુઓ, જાણો ક્યા છે હાલ વાયુ વાવાઝોડું –  https://tv9gujarati.in/live-weather/

 

23:48:34

23:53:42

વાયુ વાવાઝોડું: વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને 13 જૂન બપોર સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સાથે ટકરાશે. 150થી વધુ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તંત્ર દ્વારા જે પણ સલાહ-સૂચનો આપવામાં આવે તેને અનુસરો, જો રહેઠાણ નબળું હોય તો તાત્કાલિક સુરક્ષિત જગ્યાએ પહોંચી જાઓ. ભારે વરસાદ અને વાવાઝોડાને કોઈ જ અફવાને લઈને ગેરમાર્ગે દોરાયા વગર સતત સમાચાર જોતા રહો અને પરિસ્થિતિનો તાગ મેળવતા રહો.

23:35:20

બનાસકાંઠા: પાલનપુર અને ડીસામાં પવન સાથે વરસાદનું આગમન, ભારે પવનના લીધે વીજ પુરવઠો ખોરવાયો, લોકોને મળી ગરમીથી રાહત

23:29:12

માઉન્ટ આબુ: વાયુ વાવાઝોડાના લીધે માઉન્ટ આબુમાં પણ ભારે પવનની સાથે વરસાદનું આગમન થયું છે. આબુમાં તુફાન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

23:25:53

સાબરકાંઠા: પ્રાંતિજના અમિનપુર રોડ પર ભાંખરીયા તળાવ નજીક મકાનના પતરા ઉડતા આધેડનુ મોત નીપજ્યું છે. પવનમાં છત સરખી કરવા જતા પતરા સાથે ફંગોળાતા ઈજા થવાથી આ ઘટના બની છે.

પ્રતીકાત્મક તસવીર

23:19:29

નવસારી: વાયુ વાવાઝોડાના કારણે નવસારી જિલ્લાના 52 કિલોમીટરનો દરિયા કિનારો એલર્ટ કરવામાં આવ્યો છે. જેમાં ઉભરાટ અને દાંડીમાં સહેલાણીઓ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રાત્રે ભરતીમાં વધારો થયો છે અને મહાકાય મોજાઓ ઉછળી રહ્યાં છે. તંત્ર પણ આ ઘટનાને લઈને નજર રાખી રહ્યું છે.

23:17:06

સુરેન્દ્રનગર: વાયુ વાવાઝોડાની અસરને લઇ સુરેન્દ્રનગર જીલ્લા કલેક્ટરે જીલ્લાની શાળા, કોલેજોમાં રજા જાહેર કરી. વાવાઝોડાની અસરને લઇ કાલે તમામ શૈક્ષણીક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. એટલે કે 13 જૂનના રોજ રજા રહેશે. રજા ભલે જાહેર કરવામાં આવી પણ શાળાના સ્ટાફ અને શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે.

23:07:25

વાયુ પર નજર: ગુજરાતનાં સંવેદનશીલ 11 પોર્ટ પર સીધી જ નજર રાખવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડે કંટ્રોલ રુમ શરુ કર્યો છે. વાયુ વાવાઝોડાને પગલે તમામ જહાજો ખસેડવામાં આવ્યા છે અને ગુજરાતના કુલ 42 પોર્ટ પૈકી 11સંવેદનશીલ પોર્ટ પર કંટ્રોલ રુમ મારફતે સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે.

20:43:10

અરવલ્લી: બાયડ, વડાગામ ધનસુરામાં પવન અને ગાજવીજ સાથે વરસાદ, મોડાસામાં અને માલપુરમા ગાજવીજ સાથે વરસાદી છાંટા

20:41:08

કચ્છ: અત્યાર સુધી શાંત એવા કચ્છના દરિયાઇ વિસ્તારમાં પણ હવે વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. મોડી સાંજથીજ કચ્છના કંડલા, સામખીયાળી, મુન્દ્રા, માંડવી વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. સાંજે અબડાસાના પિગળેશ્વર દરિયા કાંઠે ભારે મોજા ઉછળ્યા હતા. આસપાસના વિસ્તારોમાં સતર્ક માટે નાગરિક સરક્ષણની ટીમ પણ તૈનાત કરાઇ છે.

20:38:27

ગીરસોમનાથ : વેરાવળ શહેરમા ખાલી રહેલી દેવકા નદીમા દરિયાના પાણી ઘૂસ્યા.

20:29:18

વીડિયો મોકલો: વાયુ વાવાઝોડાને લઈને તમારી પાસે કોઈ વીડિયો હોય તો તમે અમને મોકલી શકો છો. જેના દ્વારા અમે હાલની પરિસ્થિતિ લોકોને માહિતગાર કરી શકીએ.

20:19:43

પોરબંદર: પોરબંદરમાં વાયુ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે. 34,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સેનાની એક ટુકડી, NDRFની ચાર ટુકડી, SDRFની એક ટુકડી તૈનાત છે. આ ઉપરાંત સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડની ટીમો પણ ખડેપગે છે. સમુદ્ર કિનારે લોકોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. લોકોને કાચા મકાનોમાં ન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વાવાઝોડામાં પવનની ગતિ 140 થી 165 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે.

વાયુ વાવાઝોડાની હાલની સ્થિતિ

20:12:17

વાયુ વાવાઝોડું: વાયુ વાવાઝોડાના કારણે સમગ્ર ગુજરાતનો દરિયા કિનારો એલર્ટ કરવામાં આવ્યો છે. જેમાં નવસારી જિલ્લાના દરિયા કિનારે ભરતીના પાણી ઓસરી ગયા છે. પરંતુ વાવાઝોડાની અસરના ભાગરૂપે પવનની ઝડપ વધી છે. જિલ્લાના દાંડી અને ઉભરાટના દરિયા કિનારાઓ સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. બંદરો પર માછીમારોને દરિયામાં જવા માટે મનાઈ ફરમાવી છે. જેને લઈ બોટ દરિયાકિનારે લાંગરી દેવામાં આવી છે.

19:52:03

કેટલા લોકોનું સ્થળાંતર?
મોરબીમાં 4387 લોકોનું સ્થળાંતર
ભાવનગર 23267 લોકોનું સ્થળાંતર
જૂનાગઢમાં 16013 લોકોનું સ્થળાંતર
ગીર-સોમનાથમાં 18058 લોકોનું સ્થળાંતર
જામનગર 11653 લોકોનું સ્થળાંતર
દેવભૂમિ દ્વારકા 28490 લોકોનું સ્થળાંતર
કચ્છ 17982 લોકોનું સ્થળાંતર
પોરંબદરમાં 19998 લોકોનું સ્થળાંતર
રાજકોટમાં 3436 લોકોનું સ્થળાંતર
અમરેલીમાં 20806 લોકોનું સ્થળાંતર
કુલ 164090 લોકોનું સ્થળાંતર

 

19:49:11

કઈ ટ્રેન રદ કરવામાં આવી ?
1) 52933 વેરાવળ-અમરેલી
2) 52949 વેરાવળ-દેલવાડા
3) 52930 અમરેલી-વેરાવળ
4) 52951 દેલવાડા-જૂનાગઢ
5) 52956 જૂનાગઢ- દેલવાડા
6) 52955 અમરેલી-જૂનાગઢ
7) 52952 જૂનાગઢ-દેલવાડા
8) 52946 અમરેલી-વેરાવળ
9) 52929 વેરાવળ-અમરેલી
10) 52950 દેલવાડા-વેરાવળ

19:40:42

દ્વારકા: વાયુ વાવાઝોડાના પગલે યાત્રાધામ દ્વારકામાં વરસાદ શરૂ થયો છે. દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વીજળી પણ ગુલ થઈ ગયી છે.

18:23:19

વાયુના લીધે નુકસાન; વાયુ વાવાઝોડાને લઈને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના લીધે સંપત્તિને નુકસાન થવાની ઘટના પણ સામે આવી રહી છે. વાવાઝોડાના લીધે ગુજરાતનું વાતાવરણ બદલાયું છે અને તેના લીધે લોકોની સંપત્તિને ભારે નુકસાન થઈ રહ્યું છે.

જુઓ VIDEO: https://youtu.be/iz0cV3iWekw

18:18:15

ઓલપાડ: સુરતના ઓલપાડમાં વાયુ વાવાઝોડાને લઈને ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને વાતાવરણમાં બદલાવ આવ્યો છે.

જુઓ વીડિયો: https://youtu.be/q8Zxdd66zA4

18:10:12

દ્વારકા: વાયુ વાવાઝોડાને લઈને દ્રારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દ્રારકામાં ભારે પવન સાથે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.

જુઓ વીડિયો: https://youtu.be/kl1P0epeZ8g

18:08:38

મોરબી: વાયુ વાવાઝોડાના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સંભવિત ખતરાને જોતા તંત્ર દ્વારા જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં લોકોને ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. મોરબીના જુમવાડી ગામના 650 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

17:57:57

જૂનાગઢ : માંગરોળમાં દરિયો ગાંડોતુર બન્યો છે.  સમુદ્રમાં ઉંચા મોંજા ઉછળતા બોટો કિનારા પર લાંગરી દેવાઈ છે. દરિયામાં વાયુ વાવાઝોડાની અસર હવે સીધી રીતે જ વર્તાઈ રહી છે. હાઈટાઈડને લઈને દરિયામાં વાવાઝોડાની વધુ અસર માછીમારોએ બોટો સલામત સ્થળે ખસેડી રહ્યાં છે.

17:52:14

અમદાવાદ : વાવાઝોડાને લઈ AMCનો કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તમામ વિભાગના અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલ, બગીચા વિભાગ તેમજ ફાયર વિભાગને ખાસ સુચનાઓ, ફાયર વિભાગના તમામ કર્મચારીની રજા ના મંજુર કરી દેવાઈ છે. એસ્ટેટ વિભાગને તમામ ભયજનક હોર્ડિંગ્સ દુર કરવા સુચના આપવામાં આવી છે. અનેક ખાડાનું પુરાણ કરી તત્કાલ બેરિકેટ લગાવવા કામગીરી શરુ કરી દેવાઈ છે.

પ્રતીકાત્મક તસવીર

17:47:43

વાયુ વાવાઝોડું: 13 જૂનના રોજ રાત્રે 2 વાગ્યા પછી ગુજરાતની સાથે વાયુ વાવાઝોડું ટકરાઈ શકે છે.

જુઓ વીડિયો: https://youtu.be/n1f2xEmjtjw

17:41:18

વાયુ વાવાઝોડું: વાયુ વાવાઝોડાની દિશા બદલાઈ છે અને હવે આ વાવાઝોડું પોરબંદર તરફ આગળ વધી રહ્યું છે. આ સમાચારને લઈને તંત્રને સાબદું કરી દેવાયું છે.

17:35:01

મુંબઈ: વાયુ વાવાઝોડાને લઈને મુંબઈમાં પણ તંત્ર એલર્ટ છે. મુંબઈના બોરિવલીમાં રહેતા કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. બોરિવલીની ગોરાઈ ખાડી નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામા આવ્યા છે. એનડીઆરએફની ટીમે સ્થળ પર પહોંચીને લોકોને સ્થળાંતર કરવા માટે મનાવ્યા હતા.

17:32:31

દરિયામાં કરંટ: વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે ત્યારે અમરેલીના જાફરાબાદમાં સંભવિત વાવાઝોડા વાયુની અસર દેખાઈ રહી છે. ચક્રવાતના કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો છે. ઉંચા ઉંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યાં છે. દરિયામાં 40 મીટર સુધી ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયો મોટી લહેરો સાથે ઉછાળા મારી રહ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

17:28:50

દીવ: દીવમાં પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે અને વાયુ વાવાઝોડાને લઈને તંત્ર સર્તક છે.

જુઓ વીડિયો: https://youtu.be/OA1Je-dAanA

17:21:58

આગમચેતીના પગલા: સૌરાષ્ટ્રના દરિયા કાંઠા પરથી વાયુ વાવાઝોડું પસાર થાય તે પહેલા વાવાઝોડાની અસર જોવા મળવા લાગી છે.. ગીરસોમનાથ, વેરાવળ, અમરેલી, પોરબંદર, જામનગર, જાફરાબાદ, દ્વારકા સહિતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ઉંચા-ઉંચા મોઝા ઉછળી રહ્યા છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો સાથે ભારે વરસાદ પડવાનું પણ શરૂ થઈ ગયું છે. વાવાઝોડાના ભયના કારણે તંત્ર સ્ટેન્ડ ટૂ છે. દરિયાકાંઠે વસતા લોકોનું સ્થળાંતર કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં લાખો લોકોનું સ્થળાંતર કરાયું છે. 45 જેટલી એનડીઆરએફની ટીમ રાહત કાર્યમાં જોતરાઈ છે.

17:20:06

વાયુ વાવાઝોડું: ‘વાયુ’ વાવાઝોડુના કારણે રાજ્યના 10 સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી કુલ 1 લાખ 64 હજાર 90 નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અપાયેલી માહિતી અનુસાર આ આંકડો  12 જૂનના બપોરના 4 વાગ્યા સુધીનો છે.

16:57:52

રાજકોટ: વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ પર અસર થવા પામી છે. સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ બંધ રહેશે. હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામાં આવશે. વરસાદમાં પાક ન બગડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

16:50:29

ફ્લાઈટ રદ: ‘વાયુ’ને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટના ડિરેક્ટર દ્વારા આવતીકાલે અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે ઓપરેટ થનારી ફ્લાઈટો રદ કરી દીધી છે. મહત્વનું છે કે વાવાઝોડાની અસર દરિયાની સપાટીથી 13-14 કિલોમીટર ઉપર પણ થતી હોય છે. જેને લઈને આ રૂટ પરથી જતી ફ્લાઈટોમાં કોઈ પણ પ્રકારની ખામી ન સર્જાય તે માટે અમદાવાદથી પોરબંદર, દીવ , કંડલા, મુન્દ્રા અને ભાવનગર જતી તમામ ફ્લાઈટો આવતીકાલ માટે રદ કરી દેવાઈ છે.

16:46:37

પોરબંદર: દરિયામાં વાયુ વાવાઝોડાને લઈને કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાના મોજા ઉછળી રહ્યાં છે. આના લીધે લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે.

16:44:27

વાયુ વાવાઝોડું: વાયુ વાવાઝોડાને પગલે એનડીઆરએફની 47 ટીમ ખડેપગે છે.

16:36:52

વાયુ વાવાઝોડું: દરિયા વિસ્તારોમાં બચાવ કામગીરીની સંસ્થાઓએ મોરચો સંભાળી લીધો છે. રાજ્યમાં કુલ NDRFની 47 ટીમો ખડેપગે રાખવામાં આવી છે તો પોરબંદરમાં આર્મી પણ ઉતારી દેવાઈ છે.

16:33:14

વાયુ વાવાઝોડું: આગામી 48 કલાક સુધીમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાને ધમરોળશે વાયુ વાવાઝોડું. હાલ વેરાવળથી 315 કિમી દૂર છે. 170 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 15મીએ દ્વારકાના દરિયામાં વાવાઝોડું સમાઈ જાય તેવી શક્યતાઓ છે.

NDRF-Western Air Command
પ્રતિકાત્મક તસવીર

16:18:18

જૂનાગઢ: વાયુ વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા સતત સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે, લોકોને પોતાના કાચા ઘરો કે જ્યાં વધારે અસર થાય તેવી શક્યતાઓ છે ત્યાંથી ખસેડીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યાં છે.

જુઓ વીડિયો: https://youtu.be/mO7hLBptHXY

16:17:20

સ્થળાંતર: ગુજરાતમાં 12 જૂન બપોરના 2 વાગ્યા સુધી 1 લાખથી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

16:15:01

કેશોદ માંગરોળ: રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર થોડા સમય માટે ઠપ્પ થયો. જેસીબીની મદદથી ધરાશાયી વૃક્ષને ખસેડવામાં આવ્યા બાદ વાહન વ્યવહાર પુનઃ શરૂ થયો.

16:11:45

જામનગર: ભારે પવન સાથે જામનગરમાં વરસાદનું આગમન થયું છે. વાયુ વાવાઝોડા સાથે વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની આગાહી તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે.

16:08:30

વાયુની દિશા બદલાઈ: વાયુ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વાયુ વાવાઝોડું પોરબંદર વેરાવળ વચ્ચેથી ગુજરાતમાં પ્રવેશી શકે છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાવાઝોડાની દિશામાં થોડો ફેરફાર થયો છે અને વાવાઝોડા દરમિયાન 145થી 155 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

16:07:33

વાયુ વાવાઝોડું: માત્ર મુંબઈ જ નહીં પરંતુ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. કોંકણના દરિયા કિનારે ભારે પવન ફૂંકાતા ઊંચે સુધી મોજા ઉછળ્યાં હતા. તો ગુહાગરમાં ભારે પવન ફૂંકાત દરિયા કિનારે આવેલા સ્ટોલ ધરાશાયી થયા છે.

16:02:14

કચ્છ: વાયુ વાવાઝોડું જેમજેમ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. તેમ તેમ તંત્ર પણ ડીઝાસ્ટર કામગીરીમાં ઝડપ કરી રહી છે. અત્યાર સુધી કચ્છમાં 7000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તે સાથે ગુજરાતના સૌથી મોટા બંદર એવા જખૌને ખાલી કરાવવા સાથે વહીવટી તંત્ર એન.ડી.આર.એફ સહિતની ટીમે અબડાસાના 13 ગામના 2000 લોકોનુ સ્થળાતંર શરૂ કર્યુ છે.

16:01:21

ઉના રાજપરા બંદર: ઉનાના સઇદ રાજપરા બંદર પર સરકારી તંત્ર પહોચી ગયું છે. સાગર કાંઠે રહેતા પરિવારોને સ્થળાંતર માટે અધિકારીઓ પહોચ્યા છે. માછીમાર પરિવારોને સલામત જગ્યાએ ખસેડવા માટે તંત્ર સતત કામ કરી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવા તાકીદ, નાયબ કલેકટર અને પોલીસ કાફલો પહોંચ્યો છે.

15:57:14

જામનગર: આંધ્રપ્રદેશના વિજયવાડાથી પણ NDRFની એક ટીમ અત્યાધુનિક સાધનો સાથેની ટીમ જામનગર એરપોર્ટ પહોંચી છે. આ NDRFની ટીમને ભારતીય વાયુસેનાના ખાસ C-17 ટ્રાન્સપોર્ટ વિમાનમાં લાવવામાં આવી.

15:53:27

ધૂળથી ઢંકાયું સોમનાથ મંદિર: વાયુ વાવાઝોડાને લઈને સોમનાથ મંદિર પણ ધૂળથી ઢંકાઈ ગયું છે, હાલ મંદિરને બંધ કરી દેવાયું છે અને દર્શનાથી અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવી રહ્યાં છે.

15:45:04

તીથલ: વલસાડના તીથલથી ‘વાયુ’ વાવાઝોડાની પરિસ્થીતી પર LIVE

જુઓ વીડિયો: https://youtu.be/onmHuhGBPIQ

15:41:26

ભારે પવન: વાયુ વાવાઝોડાને લઈને દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ખાસ કરીને સુત્રાપાડા, ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

જુઓ Video: https://youtu.be/zFleHSm3qbk

15:39:55

વાયુ વાવાઝોડું: વાયુ વાવાઝોડાથી સૌરાષ્ટ્રના 400થી વધારે ગામડાઓને અસર થઈ શકે છે, વાયુ વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું, 13 તારીખના સવારે વાયુ વાવાઝોડું ત્રાટકશે

15:35:39

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાના પગલે કંડલા પોર્ટ પર એલર્ટ, પોર્ટ નજીકના વિસ્તારમાંથી 3 હજાર લોકોનુ સલામત સ્થળે સ્થળાંતર

વાંચો અહીં: http://bit.ly/2EZhmsf

15:33:10

વાયુ કેટલું દૂર?: ગુજરાતના વેરાવળથી 315 કિમી દૂર છે વાયુ વાવાઝોડું, તંત્ર દ્વારા વિવિધ સલામત દળોની ટીમ છે તૈનાત

 

15:31:19

VIDEO: ‘વાયુ’નું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

અહીં ક્લિક કરો: http://bit.ly/2Zj3nVQ

15:26:26

બસ બંધ: વાયુ વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર તરકૃ જતી એસટી બસ 12થી 14 તારીખ સુધી રદ્દ કરી દેવાઈ

15:25:01

તંત્ર એલર્ટ: વાયુ વેગે વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું, ગીર સોમનાથ જિલ્લામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

15:20:39

કેન્દ્ર સરકારની વાયુ પર નજર: વડાપ્રધાને મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે તેઓ સતત રાજ્ય સરકારના સંપર્કમાં છે.

15:16:07

દેવભૂમિ દ્વારકા: પ્રવાસીઓને હોટેલ તેમજ દ્વારકામાંથી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે જવા અપાઈ સૂચના

Video: https://youtu.be/i-pzh22mSzU

tourists asked to leave hotels dwarka

 

15:12:28

વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ: લોકોને સ્થળાંતર કરીને સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવી રહ્યાં છે.

Video: https://youtu.be/TA66hl1gawI

 

14:55:14

VIDEO: દ્વારકામાં ‘વાયુ’ સંકટને પગલે પ્રવાસીઓને દ્વારકા છોડવા તંત્રની સૂચના

Read: http://bit.ly/2F3RRpG

tourists asked to leave hotels dwarka

14:59:14

VIDEO: ‘વાયુ’ વાવાઝોડાને પગલે આર્મી એક્શનમાં, આર્મીના 40 જવાનો પહોંચ્યા પોરબંદર

Read: http://bit.ly/2F6C0GP

army reached Porbandar