શું રામ અને કૃષ્ણની જન્મભૂમિમાં થશે માંસ અને દારૂબંઘી?

meat liquor ban
meat liquor ban

ફૈઝાબાદનું નામ બદલ્યા પછી હવે અયોધ્યા અને મથુરાને તીર્થસ્થળ તરીકે જાહેર કરીને, ત્યાં માંસ અને દારૂ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાનું યોગી સરકાર વિચારી રહી છે.

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર આ બાબતને લઈને ખૂબ જ ગંભીર છે. યુપી સરકારનું માનવું છે કે ભગવાન રામ અને કૃષ્ણની નગરીઓમાં માંસ અને દારૂનું વેચાણ અને સેવન ન થવું જોઈએ.

READ  BIG BREAKING: અક્ષરધામ હુમલાનો આરોપી કશ્મીરના અનંતનાગથી ઝડપાયો
yogi adityanath
Yogi Adityanath

ઉત્તરપ્રદેશ સરકારના પ્રવક્તા અને ઉર્જા મંત્રી શ્રીકાંત શર્મા આ અંગે જણાવે છે,

“કરોડો ભક્તો લાંબા સમયથી માગ કરી રહ્યાં હતાં જેને ધ્યાનમાં રાખીને સરકાર ટૂંક સમયમાં આવો કોઈ નિર્ણય લઇ શકે છે. પ્રદેશ સરકાર અયોધ્યા જિલ્લા અને મથુરા તેમજ ભગવાન કૃષ્ણનું જન્મસ્થાન અને તેની આસપાસની જગ્યાઓને તીર્થસ્થળો તરીકે જાહેર કરવાની યોજના પર કામગીરી કરી રહી છે.”

વધુમાં શ્રીકાંત શર્માના કહેવા પ્રમાણે મથુરા જિલ્લાના વૃંદાવન, બરસાના, નંદગામ, ગિરિરાજજી અને ગોવર્ધનના સપ્તકોશી પરિક્રમા રૂટના વિસ્તારોમાં માંસ અને દારૂ પહેલેથી જ પ્રતિબંધિત છે.

READ  અયોધ્યામાં દીપોત્સવની જોરશોરથી તૈયારી, 3 લાખ દીવડાંઓથી ઝગમગી ઉઠશે અયોધ્યા, જુઓ ખાસ તસવીરો

જાણો એવા સ્થળો જ્યાં દારૂ પર છે પ્રતિબંધ

  • ગુજરાત
  • બિહાર
  • નાગાલેન્ડ
  • કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ

જાણો એવા સ્થાનો જ્યાં માસ પર છે પ્રતિબંધ

  • વારાણસી, ઉત્તરપ્રદેશ
  • પાલીતાણા, ગુજરાત
FB Comments