અમદાવાદ: હાર્દિક પટેલની સભામાં હોબાળો, અલ્પેશ કથીરીયાના પોસ્ટર સાથે આવેલા યુવકોએ કર્યો વિરોધ

અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભા દરમિયાન હોબાળો થયો હતો. કેટલાંક યુવાનોએ હાર્દિક પટેલની સભામાં ખૂરશીઓ ઉછાળીને વિરોધ કરતાં હોબાળો મચી ગયો હતો.

 

અમદાવાદના નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલ સભા સંબોધી રહ્યાં હતા ત્યારે સભામાં ખૂરશીઓ ઉછળી હતી. હાર્દિક પટેલનો વિરોધ કરવા માટે અમુક લોકોએ સભામાં જ ખૂરશીઓ ઉછાળીને વિરોધ કર્યો હતો.  આમ અફરાતફરીનો માહોલ સર્જાતા પોલીસે હળવો લાઠીચાર્જ પણ કરવાની ફરજ પડી હતી. પોલીસે વિરોધ કરનારા યુવાનોની અટકાયત કરી છે અને હાલ પૂરતી સભાને પણ મોકૂફ કરવામાં આવી છે.

 

વિરોધ કરનારા યુવકો પોતાની સાથે અલ્પેશ કથીરીયાના ફોટો લઈને આવ્યા હતા. આમ અલ્પેશ કથીરીયાના ફોટો સાથે હાર્દિકના વિરોધમાં તેમજ કોંગ્રેસના વિરોધમાં નારા લગાવવામાં આવતા પરિસ્થિતિ કથળી હતી અને કોંગ્રેસના સમર્થકો અને વિરોધ કરનારા યુવકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ જ્યારે વિરોધ કરનારા યુવકોને પકડીને લઈ જઈ રહી હતી ત્યારે હાર્દિકના સર્મથકોએ તેને પકડવા જતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

નિખિલ સવાણીએ કહ્યું કે આ ભાજપના જ માણસો છે જે સભા બગાડવા આવ્યા હતા. આમ બાદમાં ત્યાં હાજર રહેલાં યુવાનોએ હાર્દિકના સમર્થનમાં નારા લગાવ્યા હતા. ડીસીપી અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. હાલ નિકોલ વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરી નાખવામાં આવ્યો છે.  હોબાળા બાદ હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે મોદી સાહેબ જ વિરોધ કરાવે છે આ ભાજપનું કાવતરું છે. દરેકને વિરોધ કરવાનો અધિકાર છે.

READ  આત્મવિલોપન કરતા રેલવે હોસ્પિટલના કર્મચારીનો LIVE VIDEO

અલ્પેશ કથીરીયા અને હાર્દિક પટેલના સમર્થકો સામસામે આવી ગયા હતા. પોલીસે લાઠીચાર્જ કર્યાના અહેવાલોને ફગાવી દીધા છે. હાર્દિકની સભામાં વિરોધ કરવા પહોંચેલા 6 વ્યક્તિઓની પોલીસે ધરપકડ કરી છે. વધારે પરિસ્થિતિ વણસે નહીં તે માટે વિસ્તારને પોલીસ છાવણીમાં તબદીલ કરીને પોલીસ વિભાગે સમગ્ર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજવાનું શરુ કરી દીધું છે. કોંગ્રેસના ગીતા પટેલે પણ આ ઘટનાને ભાજપનું કાવતરું ગણાવી છે.

READ  લોકસભા ચૂંટણી 2019 લઈને યોજાઈ પ્રથમ ગયું મતદાન, જાણો ક્યાં અને કોણે નાખ્યો પહેલો મત?

હાર્દિક પટેલે કહ્યું કે તેમણે ગઈકાલે  પોલીસ વિભાગને પત્ર લખીને પણ જાણ કરી હતી કે તેમની પર જીવલેણ હુમલો થઈ શકે છે. હાર્દિકે કહ્યું કે તેમણે સુરક્ષા પુરી પાડવા માટે પત્ર લખ્યો હતો.  હાલ અમદાવાદમાં પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું છે.

 

Kid killed after slab of Virar building collapses. Maharashtra | Tv9GujaratiNews

FB Comments