1 એપ્રિલથી તમારા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પર થશે સીધી અસર,દેશમાં આજથી લાગુ પડશે ઘર ખરીદવા માટે નવા GST દર,જાણો બીજા કયા મળશે લાભ

નાણાકીય વર્ષ 2018-19 સમાપ્ત થઇ ગયું છે અને નાણાકીય વર્ષ 2019-20ની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે આજથી નવા નાણાકીય વર્ષમાં કેટલાક નિયમોમાં ફેરફાર થયા છે.. જેની સીધી અસર તમારા જીવન અને ખિસ્સા પર પડશે. રોજબરોજની કેટલીક ચીજ વસ્તુઓ સસ્તી થશે તો કેટલીક થશે મોંઘી.

સૌથી પહેલા વાત તમારાં ફાયદાની તો જે લોકો પોતાના ઘરનું ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છે. તેમના માટે હવે નવું ઘર ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય છે. આજથી નવા મકાનોના ભાવમાં ઘટાડો થશે. નવા બનતા મકાનો પર હવે 12 ટકાને બદલે 1 ટકા અને 5 ટકા ટેક્સ લાગશે. નવા દર આજથી લાગુ થશે. જે કારણે નવું ઘર ખરીદનારને 1 લાખથી 3 લાખ રૂપિયા સુધીની રાહત મળી શકે છે.

આ તરફ ટ્રેનની મુસાફરી કરનારાઓ માટે રાહતના સમાચાર છે. હવે જો તમે કનેક્ટિંગ ટ્રેન છૂટી ગયા તો તમને ટિકિટના નાણા રિફંડ મળશે. રેલવે બે ટ્રેનમાં યાત્રા કરનારા મુસાફરોને સંયુક્ત પીએનઆર નંબર આપશે. એક ટ્રેન સમય કરતા મોડી પડે અને બીજી કનેક્ટિંગ ટ્રેન છૂટી ગઈ તો ટિકિટના નાણા પરત મળશે.

તેમજ આજથી લોન ઘણી સસ્તી થઈ જશે. બેંક હવે એમસીએલઆરને બદલે, આરબીઆઈના રેપો રેટના આધારે લોન આપશે. તેનાથી તમામ પ્રકારની લોન સસ્તી થવાની આશા છે. આ તરફ આરબીઆઈ પણ પોતાના રેટમાં ઘટાડો કરી શકે છે.

બીજી તરફ મોટર ઇન્સ્યોરન્સ માટે નહીં ચૂકવવા પડે વધુ રૂપિયા- નવા નાણાકીય વર્ષમાં થર્ડ પાર્ટી મોટર પ્રીમિયમ હાલ વધારવામાં નહીં આવે. સામાન્ય રીતે 1 એપ્રિલથી મોટર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ વધી જાય છે, પરંતુ આ વર્ષે એવું નહીં થાય.

તો આજથી નવી કાર ખરીદવા આપવા નાણાં ચૂકવવા પડશે. કાર બનાવતી છ કંપનીઓએ આજથી કારના ભાવમાં 25 હજાર થી 72 હજાર સુધીનો વધારો કર્યો છે. વિવિધ કારના મોડલો પર ભાવ વધારો કરાયો છે.

આ પણ વાંચો : દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેન્ક ઓફ બરોડમાં આજથી મર્જર, ગ્રાહકોની વધશે મુશ્કેલી, આ કામ જરૂરથી કરવા પડશે

બેંકની વાત કરીએ તો બે સરકારી બેન્કો-દેના બેન્ક અને વિજયા બેન્કનું બેન્ક ઓફ બરોડામાં વિલિનીકરણ આજથી અમલી બનશે. આ સાથે જ બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેન્ક બની જશે. દેના બેન્ક અને વિજયા બેન્કની તમામ શાખાઓ બેન્ક ઓફ બરોડાની શાખા તરીકે કાર્યરત બનશે. વિલીનીકરણની યોજના મુજબ વિજયા બેન્કના શેર ધારકોને 1000 શેર દીઠ બેન્ક ઓફ બરોડાના 402 શેર મળશે. એવી જ રીતે દેના બેન્કના શેર ધારકોને 1000 શેર દીઠ બેન્ક ઓફ બરોડાના 110 શેર મળશે. બેન્ક ઓફ બરોડાનો કુલ બિઝનેસ 14.82 લાખ કરોડનો થશે.

For the third day day police continues combing operation in Amroli, Surat |Tv9GujaratiNews

FB Comments

TV9 Web Desk6

Read Previous

મત માગવા માટે હેમા માલિનીએ અપનાવ્યો અનોખો રૂપ, ભાગ્યે જ જોવા મળશે તમને ‘ડ્રીમ ગર્લ’નો આ અવતાર

Read Next

નાણાંકીય વર્ષના પહેલાં જ દિવસે શેરબજારે 39 હજારનો આંકડો કર્યો પાર,બજારમાં જોવા મળી રહી છે જબરજસ્ત તેજી

WhatsApp પર સમાચાર