1 એપ્રિલથી શરુ થનારા નવા નાણાકીય વર્ષ સાથે આ 5 વસ્તુ થઈ જશે મોંઘી!

1 એપ્રિલથી નવા નાણાંકીય વર્ષની શરૂઆત થવાની છે. આ નવા વર્ષમાં લોકોને ઘણી વસ્તુઓમાં રાહત મળવાની છે પણ તેની સાથે મોંઘવારી પણ વધશે.

કંઈ વસ્તુ થશે મોંઘી?

1.ગાડી ખરીદવી થશે મોંઘી

1 એપ્રિલથી ગાડી ખરીદવી મોંઘી થશે. ટાટા મોટર્સ, જગૂઆર લેન્ડ રોવર ઈન્ડિયા અને ટોયોટા મોટર્સે ગાડીની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ટાટા મોટર્સની ગાડીના ભાવમાં 25 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ટાટા મોટર્સના જે મોડલની કિંમતોમાં વધારો થઈ શકે છે તેમાં ટિયાગો, હેક્સા, ટિગોર, નિક્સન અને હેરિયર મુખ્ય છે. ત્યારે જગુઆર લેન્ડ રોવર ઈન્ડિયા પસંદગીના મોડલોની કિંમતમાં 4% સુધીનો વધારો કરશે.

READ  બજેટ 2019: જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તુ?

2.CNG અને PNG ગેસની કિંમતમાં થશે વધારો

1 એપ્રિલથી વાહનોમાં ઈંધણ માટે ઉપયોગ કરવામાં આવતો CNG અને PNG ગેસ મોંઘા થવાની શક્યતા છે. કુદરતી ગેસની કિંમતોમાં 18% સુધીનો વધારો થવાની શક્યતા છે. તેનાથી દેશમાં PNG અને CNG ગેસની કિંમતોમાં વધારો થઈ શકે છે. તે સિવાય વધારાથી મેન્યુફેક્ચરિંગ ,ટ્રાવેલ, વગેરે ક્ષેત્રે અસર પડી શકે છે. ગેસીની કિંમત વધવાથી હોલસેલ ભાવમાં પણ વધારો થઈ શકે છે.

3. કોરોનરી સ્ટેન્ટનો ખર્ચ વધવાની શક્યતા

હ્રદયના ર્દદીઓ માટે ઉપયોગમાં આવતા કોરોનરી સ્ટેન્ટની કિંમત 1 એપ્રિલથી વધી શકે છે. ગયા વર્ષેની કિંમત માર્ચ 2019 સુધી જ માન્ય છે પણ કિંમતોમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે.

READ  SBI ગ્રાહકો માટે ખુશ ખબર, ફ્રીમાં મળી રહ્યું છે 5 લિટર પેટ્રોલ !

4. મોંઘી થઈ શકે છે હવાઈ યાત્રા

બૅંકોની મદદથી જેટ ઍરવેઝનું આર્થિક સંકટ ભલે દુર થઈ ગયુ હોય પણ આવનારા દિવસોમાં ઍર ટિકિટમાં વધારો થઈ શકે છે. સરકારની 1 સમિતીએ હવાઈયાત્રા કરવાવાળા મુસાફરો પાસેથી હવે વધારે મુસાફરી સેવા ફી લેવાની ભલામણ કરી છે. આ ભલામણ લાગૂ થવાથી હવાઈયાત્રા મોંઘી બની શકે છે.

READ  કેરળ: CAA પર વિધાનસભામાં હંગામો, રાજ્યપાલની વિરૂદ્ધ લાગ્યા નારા

5. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો

આમ તો પેટ્રોલ અને ડિઝલની કિંમત થોડા દિવસથી સ્થિર છે પણ એપ્રિલમાં તેની કિંમતમાં વધારો થવાની સંભાવના છે. કાચાતેલની કિંમતમાં વધારો ચાલુ છે અને આવનારા દિવસોમાં તેની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા નથી. ત્યારે નિષ્ણાતોના માને છે કે દેશની સરકારી તેલ કંપનીઓ ડિઝલ અને પેટ્રોલની કિંમતમાં વધારો કરી શકે છે.

 

Is Narendra Modi Gujarat's Prime Minister ? , Cong's Prithviraj Chavan on US Prez's Ahmedabad visit

FB Comments