1 ઓક્ટોબર: આજથી બદલાઈ ગયા છે આ નિયમો જેના વિશે તમારે જાણવું જરુરી છે

RBIના રેપો રેટનો સીધો વ્યાજદરમાં લાભ

RBI રેપો રેટનો લાભ હવે સીધો જ ગ્રાહકોને મળી શકશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની લોનના વ્યાજને રેપો રેટ સાથે જોડવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયના લીધે લોનમાં 0.30 ટકાનો ઘટાડો થશે એટલે કે સસ્તી હોમ લોન અને ઓટો લોન મળશે. આમ આજથી લોકોને રેપો રેટનો સીધો જ લાભ બેંક લોનના વ્યાજદર પર મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આખા દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસી બુકનો રંગ એકસમાન

આ પણ વાંચો :   ચેતી જજો! વિદેશમાં નોકરી નામે 11 લાખની છેતરપિંડી કરી, નોંધાઈ પોલીસ ફરિયાદ

આખા દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીને બદલવામાં આવશે. આજથી દેશમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીના રંગ, લુક, ડિઝાઈન અને સુરક્ષા ફીચરમાં ફેરફાર કરાશે. સ્માર્ટ ડ્રાઈવિંગ લાયસન્સ અને આરસીમાં માઈક્રોચીપ અને ક્યૂઆર કોડ દાખલ કરવામાં આવશે. ભારતમાં હવે લાઈસન્સ સમાન રંગનું જ જોવા મળશે. વાહનચાલકોને લઈને સરકાર એક ઓનલાઈન ડેટાબેઝ પણ ઉભું કરશે.

READ  રશિયા પાસે 3600 કરોડની સૈન્ય ડીલ, હવે રશિયા, ચીન પછી ભારત પાસે હશે આ હેલિકોપ્ટર

રસોઈ ગેસના ભાવમાં વધારો

રસોઈ ગેસના ભાવમાં મોટો ફેરફાર થયો છે. 1 સપ્ટેમ્બરે સબ્સીડી વિનાના રસોઈ ગેસના ભાવમાં 15.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે લોકોને હવે રાંઘણ ગેસ માટે વધારે રકમ ચૂકવવાની રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

READ  12 વિશ્વ કપની સેમીફાઈનલમાં કેટલી વાર પહોંચી ભારતીય ટીમ, કેટલી વખત વધી આગળ અને કેટલી વખત સફર થયો ખત્મ

કેન્દ્રીય પેંશન સ્કીમના નિયમમાં બદલાવ

કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળના પેંશનના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલાં 7 વર્ષની સેવા પુરી થાય તો જ પેંશન ચૂકવવામાં આવતું હતું પણ હવે આ નિયમ હટાવી લેવાયો છે.

5 કરોડથી વધારે કમાણી કરો છો અલગ GST ફોર્મ ભરો


વાર્ષિક 5 કરોડથી વધારે કમાણી કરનારાઓ માટે જીએસટી ફોર્મમાં ભારે બદલાવ આવી શકશે. તેઓએ જીએસટી એએનએક્સ ફોર્મ ભરવાનું રહેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

SBI બેંક દ્વારા સર્વિસ ચાર્જમાં વધારો

READ  IND vs SA ટેસ્ટ સીરિઝ: જુઓ કેવી રીતે ફેન મેદાનમાં ધસી આવ્યો અને ખેલાડીના ચરણ સ્પર્શ કરી લીધા

SBI દ્વારા નિર્ણય લેવાયો છે કે બચત ખાતા પર ફક્ત 10 ચેક જ મફત આપવામાં આવશે. બચત ખાતા પર 10 કરતાં વધારે ચેક લેવા માટે 40 રુપિયા ચૂકવવા પડશે. પહેલાં આ ચાર્જ 30 રુપિયા હતો. 1 ઓક્ટોબર બાદ 3 વખત જ પૈસા ફ્રી જમા કરી શકશો. બાદમાં દરેક વ્યવહાર પર 50 રુપિયાનો ચાર્જ લાગશે.

 

આ પણ વાંચો :  ટેક્સ, પેન્શન, બૅન્કિંગ, ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત આ નિયમો આજથી બદલાયા, સામાન્ય લોકો પર થશે આ અસર

Sex racket busted, 3 tv actresses rescued in Mumbai| TV9News

FB Comments