1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ 9 વસ્તુઓ, જાણી લો નહી તો થશે મોટું નુકસાન

1 સપ્ટેમ્બર 2019થી દેશમાં ઘણા ફેરફાર આવવાના છે. આધારકાર્ડ, પાનકાર્ડથી લઈને ઈન્શ્યોરન્સ, રોકડ ઉપાડ, TDS જેવી 9 વસ્તુઓમાં ફેરફાર થશે. બજેટની ઘણી જાહેરાતો અને ઘણા ફેરફાર 1 સપ્ટેમ્બરથી લાગૂ થઈ જશે. આવો જાણીએ શું અને કેવા ફેરફાર સપ્ટેમ્બર મહિનાથી થશે.

 

1. IRCTC પર ટિકીટ બુકિંગ

ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનના પોર્ટલથી ટિકીટ બુક કરવા પર હવે સર્વિસ ચાર્જ આપવો પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

2. ટ્રાફિકના નિયમ તોડવા પર લાગશે દંડ

1 સપ્ટેમ્બર 2019થી મોટર વ્હીકલ એક્ટમાં કરેલા ફેરફાર લાગૂ થઈ રહ્યા છે. હવે ટ્રાફિકના નિયમો તોડવા પર 10 ગણો દંડ ચૂક્વવો પડશે.

READ  સલમાન, શાહરુખ, આમિર મળીને પણ નથી કમાવી શકતાં આખા વર્ષમાં ફિલ્મોમાંથી એટલો પૈસો કે જેટલો 37 વર્ષના એક યુવાને ભર્યો છે માત્ર 3 મહિનાનો 699 કરોડ રૂપિયા એડવાંસ ટૅક્સ

3. વધારે રોકડ રકમ ઉપાડવા પર ટેક્સ

હવે એક વર્ષ દરમિયાન કોઈ બેન્ક એકાઉન્ટથી 1 કરોડ રૂપિયાથી વધારે રકમ ઉપાડવા પર 2 ટકા TDS વસૂલવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

4. નાના ટ્રાન્ઝેક્શન પર પણ રહેશે નજર

અત્યાર સુધી બૅન્કમાં 50 હજાર રૂપિયાથી વધારેની લેણ-દેણની જાણકારી જ ઈન્કમટેક્ષ વિભાગને આપતા હતા પણ 1 સપ્ટેમ્બરથી આ નિયમમાં ફેરફાર થઈ જશે. હવે બેન્કોને તમારા ટેક્સ રિટર્ન વેરિફાઈ કરવા માટે નાના ટ્રાન્ઝેક્શનની જાણકારી આપવા માટે કહેવામાં આવી શકે છે.

READ  ભારતીય રેલવેએ આજે 300થી વધારે ટ્રેન કરી કેન્સલ, જુઓ તેમાં તમારી ટ્રેન તો નથી ને

5. પાનકાર્ડ

જો તમારૂ આધારકાર્ડ અને પાન કાર્ડ લિંક નથી તો ઈન્કમટેક્ષ વિભાગ હવે તમને નવું પાનકાર્ડ આપશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

6. ઘરની ખરીદી

પ્રોપર્ટીની ખરીદી સમયે ચૂક્વવામાં આવતો TDSમાં પણ હવે વધારો થશે. કારણ કે હવે પ્રોપર્ટીના ભાવમાં ગાડી પાર્કિગ અને ક્લબ મેમ્બરશિપ જેવી સુવિધાઓના ખર્ચા પણ જોડાશે પછી ટેક્સ ગણવામાં આવશે.

7. ઘરનું સમારકામ

જો તમે ઘરનું સમારકામ કરાવી રહ્યા છો અને વર્ષમાં 50 લાખ રૂપિયાથી વધારેની ચૂક્વણી કરો છો તો 5 ટકા TDS લાગશે.

READ  VIDEO: ગુજરાતના 70 કરતાં વધુ ધારાસભ્યોને આવકવેરાની નોટિસ, ચુંટણીના એફીડેવીટ અને આઇટી રીટર્નમાં તફાવત જોવા મળ્યો

8. ઈન્શ્યોરન્સ પર TDS

જો લાઈફ ઈન્શ્યોરન્સની મેચ્યોરિટી તમારા હાથમાં આવ્યા પછી ટેક્સેબલ છે તો નેટ ઈન્કમ પર 5 ટકા TDS આપવો પડશે.

આ પણ વાંચો : NRCનું ફાઈનલ લિસ્ટ થયું જાહેર, 19 લાખ લોકોના નામ નહી

9. સર્વિસ ટેક્સ ના ચૂક્વ્યો તો રાહત

કરવેરાના વિવાદોના બાકી રહેલા કેસોને પુરા કરવા અને સેવા અને સેન્ટ્રલ એક્સાઈઝ ટેક્સ બાકી રાખનારાઓને રાહત આપવા માટેની નવી યોજના 1 સપ્ટેમ્બરથી પ્રભાવી થશે.

 

Ahmedabad : AMC failed to maintain Social Distancing among people while distributing food packets

FB Comments