મેટ્રો પ્રોજેક્ટ માટે મુંબઈના આરે કોલોનીમાં સરકાર દ્વારા એક જ રાતમાં 1 હજાર વૃક્ષોનું નિકંદન કરાયું

મેટ્રો ટ્રેન માટે મુંબઈમાં આરે કોલોનીમાં સરકારે એક જ રાતમાં 1000 જેટલા વૃક્ષો કાપી નાંખ્યા છે. હજી પણ આ કામગીરી ચાલી રહી છે. વૃક્ષો કાપવા સામે થઈ રહેલા દેખાવો હવે આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયા છે. આરે કોલોની મુંબઈનું ફેફસું મનાય છે. આ હરિયાળા વિસ્તારમાં મેટ્રો ટ્રેન માટે 2700 કરતા વધારે વૃક્ષો કાપવા સામે પર્યાવરણવાદીઓ વિરોધ કરી રહ્યા હતા. હાઈકોર્ટે પણ સ્ટે આપવાનો ઈનકાર કર્યો એ બાદ તંત્રએ ગઈકાલે રાતના સમયે વૃક્ષો કાપવાનું શરુ કર્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અંબાણી પરિવારની પુત્રવધૂ શ્લોકા મહેતા રેલ્વે સ્ટેશન પર કેમ કરી રહી છે આ કામ, PHOTO થયા વાયરલ

આ પણ વાંચોઃ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીની કામગીરીના વિરોધમાં વિદ્યાર્થીનો VIDEO વાઈરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ વાતની જાણ થતાની સાથે જ પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિકોએ વૃક્ષો કાપવા પર વિરોધ કર્યો અને પ્રદર્શન પણ કર્યું. જે દરમિયાન પોલીસ અને પર્યાવરણપ્રેમીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોની અટકાયત કરી. વિરોધના ડરથી આ વિસ્તારમાં સ્થાનિકો અને પર્યાવરણપ્રેમીઓ તો ઠીક મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

READ  મહારાષ્ટ્રના પર્યાવરણ અને પ્રદૂષણ પ્રધાન આદિત્ય ઠાકરેએ હેમરાજ શાહ સંપાદિત પુસ્તક 'વાર્તાવિશેષ'નું વિમોચન કર્યુ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments