શરીરના આ ખાસ અંગ પર દરરોજ તેલ કે દેસી ઘી લગાવવાથી મળશે 10 પરેશાનીઓથી છૂટકારો

નવા વર્ષમાં સુંદર અને સ્વસ્થ રહેવું હોય, તો ભૂલ્યા વગર દરરોજ કરો આ એક કામ કરી લો . જો નવા વર્ષનું આ રિઝોલ્યુશન બનાવી લેશો તો તમારી ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

આપણા શરીરમાં નાભિ એક એવો પૉઈન્ટ છે, જેનાથી શરીરનું આખું તંત્ર જોડાયેલું હોય છે. પણ જો નવા વર્ષે ભૂલ્યા વગર નાભિને મહત્ત્વ આપીને આ એક કામ કર્યું તો તમારી સુંદરતા અને સારું સ્વાસ્થ્ય તમારો ક્યારેય સાથ નહીં છોડે.

જો તમે નિયમિતપણે તમારી નાભિ પર તેલ લગાવશો, તો તેની સીધી અસર તમારા ચહેરાની સાથે સાથે શરીર પર પણ પડશે. આજે અમે તમને કેટલાક એવા તેલ વિશે જણાવીશું જેની અસર ન માત્ર તમારી સુંદરતા પર પણ તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે.

 

લીંબુનું તેલ

ચહેરા પર જો ઘણાં ડાઘ છે અને તેનાથી છૂટકારો મેળવવા માગો છો તો રાત્રે સૂતા પહેલા અને નાહી લીધા બાદ તમારી નાભિમાં લીંબુનું તેલ લગાવો. અઠવાડિયામાં જ તમને ફરક દેખાશે.

READ  નીરવ મોદીની 5 લક્ઝરી ગાડીઓની હરાજી કરીને EDએ વસુલ્યા આટલા કરોડ

દેસી ઘી

તમારી ત્વચા જો ખરબચડી કે સખ્ત થઈ ગઈ છે તો નાહી લીધા બાદ નાભિ પર દેસી ઘી લગાવો. તેનાથી ચહેરો મુલાયમ બનશે અને ત્વચા પર ગ્લો મળશે.

નાળિયેરનું તેલ

આંખોમાં ડ્રાયનેસ, નબળાઈ કે પછી વાળની રૂક્ષતાથી પરેશાન છો તો દરરોજ સૂતા પહેલા નાળિયેરના તેલના 3થી 7 ટીપા નાભિમાં નાખો અને સાથે જ નાભિની આસપાસના ભાગ પર ગોળાકારમાં ફેલાવો.

એરંડીયાનું તેલ

દરરોજ સૂતા પહેલા નાભિ પર 3થી 7 ટીપા એરંડીયાના તેલના નાખી, નાભિની આસપાસ હલ્કા હાથેથી મસાજ કરો. તેનાથી ઘૂંટણનો દર્દ દૂર થશે.

લીમડાનું તેલ

મોટા ભાગના લોકો ચહેરા પર વારંવાર ખીલ થવાની સમસ્યાથી પરેશાન રહે છે. ખીલથી છૂટકારો મેળવવા દરરોજ લીમડાના તેલના 3થી 7 ટીપાઓ નાભિમાં નાખીને સૂઈ જાઓ. થોડા જ દિવસોમાં ફરક દેખાશે.

બદામનું તેલ

READ  Tourism in Dubai is booming by international tourist

જો તમારા ચહેરા પર ગ્લો નથી તો દરરોજ સૂતા પહેલા નાભિ પર બદામનું તેલ લગાવો. તેનાથી સ્કિન ચમકદાર અને મુલાયમ બનશે. આ તેલમાં વિટામિન Eનું પ્રમાણ ઘણું હોય છે જેનાથી આંખો અને મગજ બંને સ્વસ્થ રહેશે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સરસિયાનું તેલ

સરસિયાના તેલનો ઉપયોગ લગભગ બધા ઘરોમાં થાય છે જે ન માત્ર ભોજન બનાવવા પણ હોંઠ માટે પણ ફાયદાકારક હોય છે. હોંઠને મુલાયમ અને ગુલાબી બનાવી રાખવા નાભિ પર સરસિયાનું તેલ લગાવો.

જૈતૂનનું તેલ

જો તમે મેદસ્વિતા કે સાંધાના દુઃખાવાથી પરેશાન છો તો રાત્રે સૂતા પહેલા નાભિ પર જૈતૂનનું તેલ લગાવીને મસાજ કરો. આમ કરવાથી થોડા જ દિવસોમાં તમને મેદસ્વિતા અને સાંધાના દુઃખાવાથી રાહત મળતી દેખાશે.

આ પણ વાંચો: વર્ષ 2019 માટે નોસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી સાંભળશો તો કંપારી છૂટી જશે!

બ્રાંડી

પીરિયડ્સના દર્દથી મહિલાઓને દર મહિને પસાર થવું પડે છે. આ દર્દથી છૂટકારો મેળવવા મહિલાઓ સામાન્ય રીતે પેઈન કિલરની મદદ લે છે જેની સાઈડ ઈફેક્ટ પણ થાય છે. પેઈન કિલરની જગ્યાએ નાભિ પર બ્રાંડી લગાવો, દર્દમાં રાહત મળશે.

READ  શિયાળાની 11 મોટી સમસ્યાઓ અને સમાધાન માત્ર 1! જાણો એક ક્લિક પર...

આલ્કોહોલ

શિયાળામાં ઘણી વખત લોકોને શરદી-ખાંસી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે સરળતાથી આ સમસ્યાથી છૂટકારો મેળવવા માગો છો તો નાભિ પર આલ્કોહોલ લગાવો.

[yop_poll id=376]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat Congress starts candidate selection process for by-polls | Tv9GujaratiNews

FB Comments