ગુજરાતના 10 શહેરમાં ગરમીનો પ્રકોપ શરૂ, અંદાજીત 2 કરોડ લોકો ભોગવી રહ્યા છે ગરમી, 40 ડિગ્રીની પાર પહોંચ્યુ તાપમાન, અમરેલીમાં સૌથી વધુ ગરમી

આકરા ઉનાળાની અસર રાજ્યભરમાં વર્તાઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાંજ રાજ્યના 10 શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી ચુક્યો છે.

માર્ચ મહિનાના અંતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. રાજ્યભરમાં ગરમીએ પોતાનો પ્રકોપ વર્તાવ્યો છે. તેવામાં રાજ્યના 10 થી વધુ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 43 ડિગ્રી સાથે આજે અમરેલી સૌથી ગરમ શહેર રહ્યું. તાપમાનના પારાની વાત કરીએ તો અમદાવાદમાં 42.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.7 ડિગ્રી, રાજરોટ 42 ડિગ્રી, ભુજ 42.2 ડિગ્રી, ગાંધીનગર 40.5 ડિગ્રી, ડીસા 41.7, સુરત 40 ડિગ્રી અને ભાવનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટ વેવની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. હિટ વેવથી બચવા માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમા બપોરે 1 થી 5ના સમયમાં કામ સિવાય બહાર ન નીકળવું. પ્રવાહી વધુ પ્રમાણમા પીવુ. તકડામાં વધુ ફરવુ નહી. વગેરે માહિતી સાથે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

 

ક્યાં કેટલી પડી ગરમી

સૌથી વધુ ગરમી અમરેલીમાં, 43 ડીગ્રી
અમદાવાદમાં 42.2 ડીગ્રી
સુરેન્દ્રનગરમાં 42.7 ડીગ્રી

રાજકોટમાં 42 ડીગ્રી
ભૂજમાં 42.2 ડીગ્રી
ગાંધીનગરમાં 40.5 ડીગ્રી
વડોદરામાં 40.6 ડીગ્રી
ડીસામાં 41.7 ડીગ્રી
સુરતમાં 40 ડીગ્રી
ભાવનગરમાં 39.2 ડીગ્રી

 

Dead patient's kin slap doctor in Civil hospital, Ahmedabad | Tv9GujaratiNews

FB Comments

jignesh.k.patel

Read Previous

હાર્દિક પટેલને મોટો ઝટકો, ગુજરાત હાઈકોર્ટના ચુકાદાથી નહી લડી શકે 2019ની ચૂંટણી

Read Next

અમિત શાહની રેલી ન માત્ર અમદાવાદના રસ્તા પર પણ સોશિયલ મીડિયા પર પણ હશે વિશાળ, પહેલી વખત એથિકલ હેકર્સની પણ લેવામાં આવી મદદ

WhatsApp પર સમાચાર