આ 10 વાનગીઓ વગર તો ઉત્તરાયણ અધૂરી ગણાય…

વિવિધ વ્યજંનો અને વાનગીઓ કોઈ પણ તહેવારને ખાસ અને યાદગાર બનાવે છે. ઉત્તરાયણ પર આમ તો ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ જો તમે ક્નફ્યૂઝ્ડ છો કે આ ઉત્તરાયણ પર કઈ વાનગીઓ બનાવશો કે માર્કેટમાંથી ખરીદશો તો ચિંતા નહીં, જુઓ અહીં આપેલી ટૉપ 10 વાનગીઓ જેેને ઉત્તરાયણ પર જરૂરથી ખાવી જોઈએ.

ઉત્તરાયણ પર બનતી અને મળતી વાનગીઓ ન માત્ર સ્વાદિષ્ટ હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ઉત્તરાયણને તમામ પોતપોતાની રીતે ઉજવવામાં માને છે.

ઉત્તરાયણની ટૉપ 10 રેસિપીઝ:

તલના લડ્ડુ

ઉત્તરાયણ પર સૌથી વધુ તલની વાનગીઓ બનાવવામાં આવે છે. અને એમાં સૌથી ખાસ છે તલના લડ્ડુ. તલના તેલ, મગફળી અને ગોળથી બનાવાય છે. તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા આદુ પણ નાખી શકો છો.

રીંગણના પકોડા

રીંગણના પકોડા, રીંગણ, શેકેલા ચણાનો પાવડર અને મસાલાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ સાઈડ ડિશ ખીચડી સાથે સ્વાદિષ્ટ લાગે છે.

મમરાના લાડવા

આ ટ્રેડિશનલ બિહારી વાનગી ગોળ, મગફળી અને મમરાથી બનાવવામાં આવે છે. તમે તેને ક્રશ કરીને દહીં સાથે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો.

ખીચડી

આપણા દેશમાં અલગ અલગ ખૂણે અલગ અલગ રીતે ખીચડી બનાવવામાં આવે છે. ઉત્તરાયણમાં તમે ચોખા, મગની દાળ, દેસી ઘી, મસાલા અને લીલા શાકભાજીના મિશ્રણથી બનાવો. તેને તમે દહીં અને રિંગણના પકોડા સાથે ખાઈ શકો છો.

તલની ચિક્કી

ઉત્તરાયણ પર તલમાંથી બનાવાતી વાનગીઓમાં તલની ચિક્કી ખૂબ લોકપ્રિય છે. તલની ચિક્કી, તલ અને ગોળના મિશ્રણથી બને છે. ઠંડીમાં તે ખાવાથી ફાયદો થાય છે અને શરીરને ગરમ રાખે છે.

ગોળનો પરાઠો

જો તમે ખાંડનો પરાઠા ખાઈને કંટાળી ગયા છો તો ગોળના પરાઠા એક સારો વિકલ્પ છે. ગોળમાંથી બનતી આ રેસિપી ઉત્તરાયણ પર જરૂર ટ્રાય કરો. તેમાં તમે મરી પાવડર નાખીને તેનો સ્વાદ વધારી શકો છો.

ગોળની ગજક

ગોળ, શેકેલા સીગંદાણા અને ઘીથી બનેલી આ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ વાનગી છે. આ ડિશ ઉત્તરાયણની સૌથી જાણીતી વાનગીઓમાંની એક છે. આ વાનગી તમારા તહેવારને તો ખાસ બનાવે જ છે અને સાથે તે સ્વાસ્થ્યવર્ધક પણ છે.

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

સુખડી

ઘઉંનો લોટ, દેસી ઘી અને ગોળ કે ખાંડથી બને છે. તે બનાવતા ધ્યાન એ રાખવું કે તેમાં ઘી પૂરતા પ્રમાણમાં હોય જેનાથી તમામ સામગ્રીઓ સરખી રીતે એકબીજા સાથે ભળી જાય.

ખીર

ચોખા, દૂધ, ઈલાયચી પાવડર, નટમગ પાવડર, ખાંડ, પિસ્તા, બદામ અને કેસરથી બનેલી આ ડિશ સ્વાદની સાથે સાથે સ્વાસ્થ્યનો ભંડાર છે. આ ઉત્તરાયણ પર ખીર બનાવીને ચોક્કસ ખાજો.

આ પણ વાંચો: ડુંગળીના છોંતરાને કચરામાં ફેંકવાની ભૂલ ના કરશો, તમારી ત્વચા અને સ્વાસ્થ્ય માટે છે ખૂબ ઉપયોગી!

ગોળ-ભાત

તેને રસિયાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ પર બનતી આ વાનગી પણ એક રીતે તો ખીર જ છે. પણ તેમાં ગોળનો ઉપયોગ થવાથી તેનો રંગ થોડો ડાર્ક હોય છે. શેકેલા ડ્રાયફ્રૂટ્સ પણ તેમાં નાખી શકો છો.

Did you like the story?

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Surat: Farmers stage protest against new TP scheme announced by Surat Urban Development Authority

FB Comments

Hits: 341

Comments are closed, but trackbacks and pingbacks are open.