સવર્ણોમાં આર્થિક રીતે નબળા લોકો 10 ટકા અનામત આપતા ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી, VIDEO

આખરે સવર્ણોમાં આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત આપતા ખરડાને રાષ્ટ્રપતિની મંજરી મળી ગઈ છે. 10 ટકા અનામત બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી દીધી છે.

એટલે હવે સવર્ણ વર્ગમાં આર્થિક રીતે નબળા લોકોને અનામત મળશે. 1 અઠવાડિયામાં આ કાયદાને અંતિમ સ્વરૂપ અપાશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ તેનો દેશભરમાં અમલ કરવો શક્ય બનશે.

READ  કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ફફડાટ, જાણો આ વાયરસના લક્ષણ અને બચવાના ઉપાય

જુઓ VIDEO:

BREAKING | 10% quota for economically backward in general category gets President nod

BREAKING | 10% quota for economically backward in general category gets President nod

TV9 Gujarati यांनी वर पोस्ट केले शनिवार, १२ जानेवारी, २०१९

 

દેશના એવા ગણ્યા ગાંઢ્યા કાયદાઓમાં સવર્ણોને આર્થિક અનામતના કાયદાનો સમાવેશ થશે જે આટલી ઝડપથી મંજૂર કરવામાં આવ્યા હોય. પહેલા લોકસભા, પછી રાજ્યસભા અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ સવર્ણોને 10 ટકા આર્થિક અનામતના કાયદાને અંતિમ સ્વરૂપ અપાશે.

READ  અમેરિકામાં નોકરીની રાહ જોઈ રહ્યાં ભારતીયો માટે આવ્યા સારા સમાચાર

 

 

FB Comments