VIDEO: સુરત પાલિકાના કર્મચારીએ રસ્તા પર થૂંક્યુ અને લોકોએ તુરંત જ 100 રૂપિયાનો દંડ કરાવ્યો

સુરત મહાનગરપાલિકાએ રસ્તા પર થૂંકતા લોકોને સીસીટીવી કેમેરા મારફતે દંડ આપવા ઈ-મેમાની શરૂઆત કરી છે. મનપાની આ કામગીરીને સુરતીઓએ આવકારી પણ હતી. સુરત કોર્પોરેશને સીસીટીવીની મદદથી અનેક કેસો કરીને લોકોને દંડ પણ ફટકાર્યા છે. પણ આજે નિયમ લાગુ કરનારા પાલિકાના કર્મચારી જ જાહેર રસ્તા પર ગંદકી કરવા બદલ લોકોના હાથે ઝડપાયા હતા.

READ  IND vs SL : ટીમ ઈન્ડિયાએ ટોસ જીતી શ્રીલંકાને બેટિંગ આપી, જાણો બંને ટીમમાં પ્લેઈંગ ઈલેવન કોણ?

સુરતના પુણા ગામ વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ અટકાવવા માટેની ઝુંબેશ લઈને ગયેલા આરોગ્ય વિભાગના એક કર્મચારીએ પાન-માવો ખાઈને રસ્તા પર ગંદકી કરી હતી. જે ત્યાંના જ એક જાગૃત નાગરિકની નજરે ચડી જતા તુરંત જ તેણે આ કર્મચારીને અટકાવ્યો હતો. અને બીજા અધિકારીને બોલાવીને 100 રૂપિયાના દંડની રસીદ અપાવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સુરતના 50 હજાર વિદ્યાર્થીઓને શાળામાં મળશે વોટર બ્રેક, જાણો નવા અભિયાન વિશે

 

આ કર્મચારી સીસીટીવી કેમેરાની નજરથી તો બચી ગયો. પણ જાગૃત નાગરિકોની પહેલને કારણે આ કર્મચારીને જ દંડ ભરાવીને એક વાત સાબિત થઈ ગઈ કે નિયમ બધા માટે સરખા હોવા જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

FB Comments