1 હજાર કેમિકલ ઉદ્યોગોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરૂચમાં તમામ પોલીસકર્મીઓની રજા કરી દેવાઈ રદ

ઔદ્યોગિક દ્રષ્ટિએ દેશમાં સૌથી વિકસિત ભરૂચ જિલ્લામાં વાઈટલ ઇન્સ્ટોલેશનોના કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરીને સુરક્ષા વ્યવસ્થાને પ્રાધાન્ય આપવા માટે SP રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સૂચના આપવામાં આવી છે.

ભરૂચ જિલ્લમાં ૫ વાઈટલ ઈન્સ્ટોલેશન આવેલા છે. સમુદ્ર માર્ગે જિલ્લામાં કેમિકલ અને LNG સહિતના કાચામાલની આયાત કરવામાં આવે છે ત્યારે દહેજ પોર્ટ અને દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર અંકલેશ્વરની સુરક્ષા સઘન બનાવીને પેટ્રોલિંગ શરુ કરવામાં આવ્યુ છે. ભરૂચમાં 1000 થી વધુ કેમિકલ ઉદ્યોગની સુરક્ષા માટે કંપની સિક્યુરિટી સાથે પોલીસ દ્વારા પણ પેટોલિંગ શરુ કરવામાં આવ્યુ છે. પોલીસે જાહેર સ્થળોએ ડોગ સ્કોડ અને બૉમ્બ સ્કોડ દ્વારા તપાસ કરીને ફિશરીઝ વોચ ગ્રુપ સાથે સતત સંપર્કમાં રહીને સમુદ્રમાં કોઈપણ જાતની હિલચાલ થાય તો તરત જ જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

ISRO successfully launches earth observation satellite RISAT-2B - Tv9

FB Comments

Ankit Modi

Read Previous

જાણો શું છે જીનીવા સંધિ? સંધિ મુજબ ભારત-પાકિસ્તાન યુદ્ધકેદી સૈનિકો સાથે શું કરી શકે છે અને શું નથી કરી શકતાં?

Read Next

ભારતની સાથે યુદ્ધની સ્થિતિમાં પહોંચેલા પાકિસ્તાનને કેમ મદદ નથી કરી રહ્યું તેનું ‘પરમમિત્ર’ ચીન ?

WhatsApp chat