દર કલાકે 13 વ્યક્તીની જિંદગી બચાવનારી અને દરરોજ 3300 લોકોને સારવાર આપનારી 108 એમ્બ્યુલન્સ સેવાના 12 વર્ષ થયા પૂર્ણ

ગુજરાતમાં ભાગ્યે જ કોઈ હશે જેને 108 એમ્બ્યુલન્સ વિશે જાણકારી નહીં હોય. ઓગસ્ટ 29ના રોજ આજે આ ગુજરાત સરકારની સેવાને 12 વર્ષ પૂર્ણ થયા છે. તબીબી ઈમરજન્સીમાં એક નંબર યાદ આવે તે સેવાને 12 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  ઈન્કમટેક્ષ રીટર્ન માટે હવે ફક્ત 3 દિવસ બાકી, ફાઈલ રીટર્ન કરતી વખતે રાખજો આ 5 બાબતોનું ધ્યાન

ગુજરાતમાં કોઈ ગામ એવું નહીં હોય ત્યાં 108 દ્વારા સેવા આપવામાં આવી ન હોય. 108ના 12 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો 35 લાખથી વધારે પ્રસૂતિ કરાવવામાં આવી છે. આ સેવાનો 2007માં પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ સેવા શરુ કરનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય હતું.

READ  PM Narendra Modi to visit Gujarat on 3 & 4 December - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

13 લાખ માર્ગ અકસ્માતમાં 108 દ્વારા સેવા આપવામાં આવી છે. આ સિવાય 1 કરોડ જેટલી તબીબી ઈમરજન્સી સેવાને 108એ પુરી પાડી છે. 53 એમ્બ્યુલન્સ સાથે આ સેવાની શરુઆત કરવામાં આવી હતી અને આજે ગુજરાતમાં કુલ 589 એમ્બ્યુલન્સ કાર્યરત છે. પૂરના સમયમાં પહોંચી વળવા માટે 2 બોટ એમ્બ્યુલન્સ પણ વિભાગ પાસે છે. 108 ગુજરાત સરકારની નિશુલ્ક સેવા છે જેમાં એક ફોન વડે તબીબી ઈમરજન્સીમાં મદદ માગી શકાય છે.

READ  શિવસેના કોર્પોરેટર અને મુંબઈના પૂર્વ મેયર મિલિંદ વૈદ્યની ગુંડાગીરીનો એક VIDEO વાઈરલ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

દરરોજ 108 દર કલાકે 13 વ્યક્તિઓની જિંદગી બચાવે છે અને 3300 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડે છે. નવજાત શિશુને સારી સેવા મળી રહી તે માટે 28 નવી નિયોનેચલ એમ્બ્યુલન્સ સેવા પણ મંજૂર કરવામાં આવી છે. બે બોટ એમ્બ્યુલન્સ સેવા પોરબંદર અને દ્વારકા ખાતે કાર્યરત છે.

READ  રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

 

 

Oops, something went wrong.
FB Comments