108 એમ્બ્યૂલન્સ સેવા હવે થશે અદ્યતન, ઈમરજન્સીમાં દર્દીએ એડ્રેસ લખાવવાની પણ નહીં પડે જરુર

108 ઈમરજન્સી સેવાને સરકારે વધારે અદ્યતન બનાવવાનો નિર્ણય લીધો છે. હવે ફોન કરીને 108 ઈમરજન્સી વખતે ઘરનું કે સ્થળનું એડ્રેસ પણ લખાવવાની જરુર નહીં પડે.

108 ઈમરજન્સી સેવા આજેપણ લોકોને મદદગાર સાબિત થઈ રહી છે. 108 એમ્બુલન્સના લીધે હજારો લોકોના જીવ બચાવી શકાયા છે અને હવે સરકારે આ સેવાને વધારે અદ્યતન બનાવવાનો નિર્ણય લીધો છે. પહેલાં એવું થતું કે કોઈપણ ઈમરજન્સી વખતે 108 પર કોલ કરીને ઘરનું કે સ્થળનું સરનામું આપવાની જરુર પડતી પણ હવે નવા જનરેશનની એવી 108 એમ્બુલન્સ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં એડ્રેસ લખાવવાની કોઈપણ જરુર નહીં પડે અને તે દર્દીના ઘટનાસ્થળ સુધી પહોંચી જશે. એક જ વાર કોલ કરવાનો રહેશે અને વારંવાર કોઈપણ સરનામું આપવાની જરુરિયાત રહેશે નહીં.

READ  Video: કપાસ અને મગફળીના પાકમાં શું કરવું? અને શું ન કરવું?

 

 

આમ લાખો લોકોના જીવ બચાવનારી સેવાને હવે સરકાર વધારે અદ્યતન બનાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં એડ્રેસને લઈને કોઈ જ અગવડ દર્દીઓને પડશે નહીં અને સ્ટાફને પણ દર્દી સુધી પહોંચવામાં સરળતા રહેશે.

આ પણ વાંચો: ગપ્પા મારવા પર આવી ગયો પ્રતિબંધ! ગપ્પા મારતા પકડાતા ફટકારવામાં આવી રહ્યો છે 725 રુપિયાનો દંડ અને કરવી પડે છે ત્રણ કલાક જાહેર રસ્તાની સફાઈ

 

READ  ગુજરાત સહિત દેશના ખૂણે-ખૂણે મા દુર્ગાની પૂજા અને નવરાત્રીની કેવી રીતે થાય છે ઉજવણી

Aravalli: 11 year old raped in Dhansura| TV9News

FB Comments