ટ્રાફિકના નવા નિયમોની સાથે હવે થશે કડક કાર્યવાહી, જાણો ક્યો નિયમ તોડવા પર કેટલો દંડ?

કેબિનેટ દ્વારા મોટર વ્હીકલ સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે જેના લીધે હવે ટ્રાફિકના નિયમો તોડનારા પર કડક કાર્યવાહી થઈ શકશે. એમ્બુલન્સ જેવા વાહનનો રસ્તો રોકવા પર પણ 10 હજારનો દંડ ફટકારવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ બિલમાં સંશોધનની સાથે જ નિયમો વધારે કડક થઈ જશે તેની પર નજર કરીએ લાઈસન્સ વિના વાહન હંકારવું, દારુનું સેવન કરીને વાહન ચલાવવું, ઓવર સ્પીડ અને ઓવરલોડિંગ પર ભારે રકમનો દંડ ફટકારી શકાશે.

READ  Plastic industry reels under slump, Rajkot - Tv9 Gujarati

આ પણ વાંચો:  મરાઠા અનામતને લઈને બૉમ્બે હાઈકોર્ટે આપ્યો આ ચૂકાદો, જાણો સરકારને શું કહ્યું?

ક્યાં નિયમોને લઈને થશે કડક કાર્યવાહી?


1. ઓવરસ્પીડીંગના લીધે 1 હજારથી લઈને 2 હજાર સુધીનો દંડ
2. વિમા પોલીસી વગર 2 હજાર રુપિયાનો દંડ
3. હેલ્મેટ વિના વાહન ચલાવવાથી 1 હજાર રુપિયાનો દંડ અને સાથે 3 મહિના સુધી લાઈસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે.

READ  ટ્રક ચાલકને ફટકાર્યો 1 લાખ 41 હજારનો દંડ, ટ્રકમાં વધુ માલ લાદવા બદલ દંડ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

4. જો કોઈ લાયસન્સ વગરે નાની ઉંમરે ગાડી ચલાવે તો તેની જવાબદારી માતા-પિતાની રહેશે અને તેમની પર કાર્યવાહી કરાશે.
5.ટ્રાફિક નિયમ તોડવા બદલ હવે 100 રુપિયાના બદલે 500 રુપિયા વસૂલી શકાશે અને જો અધિકારીનો આદેશ નહીં માનવામાં આવે તો 500 જગ્યાએ આ દંડ 2 હજાર સુધી વસૂલી શકાશે.

READ  5 મિનિટમાં જીતો 25 હજાર રુપિયા, સરકાર આપી રહી છે તક

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6. ગાડી લાઈસન્સ વિના ચલાવવા પર 5 હજાર રુપિયાના દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે.

 

Top News Stories From Gujarat: 16/10/2019| TV9GujaratiNews

FB Comments