શિયાળાની 11 મોટી સમસ્યાઓ અને સમાધાન માત્ર 1! જાણો એક ક્લિક પર…

11 benefits of fenugreek seeds-Methi for skin, hair & health
11 benefits of fenugreek seeds-Methi for skin, hair & health

ગુજરાતમાં હવે શિયાળાએ દેખા દઈ દીધી છે, વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડીની આ ઋતુમાં તમને કેટલીક શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે તેવામાં તમને જાણીને આનંદ થશે કે ઠંડીમાં પડતી મોટી મુશ્કેલીઓનું સમાધાન માત્ર એક છે. અને તે સમાધાન છે મેથી.

11 benefits of fenugreek seeds-Methi for skin, hair & health
11 benefits of fenugreek seeds-Methi for skin, hair & health

ઘરના વડીલોને આપણે ઠંડીમાં મેથી અને સૂકા મેવાના લાડુ ખાતા જરૂરથી જોયા હશે. કારણ કે ઠંડીમાં મેથી ખાવાથી એક કે બે નહીં પરંતુ 11 સમસ્યાઓનું સમાધાન મળે છે.

શિયાળાની ઋતુ શરૂ થતાં જ લીલાછમ શાકભાજી મોટા પ્રમાણમાં જોવા મળે. જેમાંની એક લીલી ભાજી એટલે મેથી. ઠંડીમાં મેથીનું સેવન કરવું ખૂબ લાભદાયી હોય છે અને ઠંડીના કારણે તમને પડતી ઘણી મુશ્કેલીઓનું સમાધાન મેથી આપી દે છે.

આ પણ વાંચો: જો તમને સવારે ઉઠીને બ્રશ કર્યાં વગર પાણી પીવાની ટેવ છે તો…

શું છે તે તકલીફો અને કેવી રીતે કરશો મેથીનું સેવન, ચાલો જાણીએ…

 • મેથીનું સેવન કરવાથી સાંધાના દુઃખાવામાં રાહત મળે છે. સૂકી મેથી કે લીલી મેથી, કોઈ પણ મેથી સાંધાના દુઃખાવામાંથી રાહત આપવામાં મદદ કરે છે.
READ  ગીરનાર રોપ-વેના ટાવરનું બાંધકામ શા માટે અટવાયું? જુઓ આ VIDEO

 • ઘણાં લોકોને પેટસંબંધી સમસ્યાઓ જેવી કે કબજિયાત અને ગેસનો સામનો કરવો પડતો હોય છે. તેમાં ઘણું હેરાન થવું પડે છે. પરંતુ ગેસ કે કબજિયાતની સમસ્યા હોય લીલી મેથીનું શાક બનાવીને જરૂરથી ખાઓ. લીલી મેથી તમારા પાચનતંત્રને સુધારે છે.

 • મેથી તમને શરદીની સામે પણ રક્ષણ આપે છે. કોઈ ને કોઈ રીતે પ્રતિદિન મેથીનું સેવન કરવાથી શરદી તમારાથી દૂર રહે છે અને તમે ઋતુજન્ય બીમારીમાંથી બચી શકો છો.

 • જે લોકોને ડાયાબિટીસ છે તેમના માટે પણ મેથીનું સેવન ફાયદાકારક હોય છે. જો તમે ઈચ્છો તો દરરોજ મેથીના પાનનો રસ કાઢીને પીવો જેનાથી તમારા શરીરમાં શર્કરાનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે.
READ  રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ રહેશે સાફ, ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે!

 • પેટમાં કૃમિ હોય તેવા લોકો માટે પણ મેથી એક સટીક ઉપચાર છે. સામાન્ય રીતે આ સમસ્યા બાળકોમાં જોવા મળે છે. તેવામાં મેથીના પાંદડાઓનો રસ કાઢીને, બાળકને દરરોજ એક ચમચી પીવડાવવાથી કૃમિમાંથી છૂટકારો મળશે.

 • મેથીના શાકનું દરરોજ સેવલ કરવું હ્રદયસંબંધી સમસ્યાઓને પણ તમારાથી દૂર રાખે છે. તે હ્રદયરોગના હુમલાની સંભાવનાને એકદમ ઓછી કરી દે છે અને તમારા હ્રદયને બિલકુલ સ્વસ્થ રાખે છે.

 • મેથીનું શાકનું દરરોજ સેવન કરવાથી કે પછી સૂકી મેથીના ચૂર્ણને દરરોજ ખાવાથી તમારું વજન નિયંત્રણમાં રહે છે.

 • એટલું જ નહીં, જો તમને વારંવાર પેશાબ આવવાની સમસ્યા છે તો મેથીના પાનનો રસ તમને ઘણો ફાયદો અપાવશે. દરરોજ તે રસનું સેવન કરવાથી આ સમસ્યા બિલ્કુલ સમાપ્ત થઈ જશે.

 • મેથીની ભાજીના શાકમાં ડુંગળી નાખી ખાવાથી રક્તચાપની સમસ્યાથી છૂટકારો મેળવવામાં મદદ મળશે. નિમ્ન રક્તચાપ ધરાવતા લોકો માટે મેથીની મસાલાવાળું શાક ઘણું લાભદાયી નીવડે છે. ખાસ કરીને ભાજીમાં આદુ અને ગરમ મસાલો નાખીને શાક બનાવવામાં આવે ત્યારે. ઉપરાંત, મેથી ખાવાના સૌંદર્યલક્ષી ફાયદાઓ પણ છે.
READ  'લૂ' લાગવી એટલે શું? ઉનાળામાં લૂ લાગવાથી મોત કેમ થાય છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ?

 • લીલી મેથીના પાન પીસીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બને છે. સાથે ખરતા વાળને પણ મેથી ખાવાથી અટકાવી શકાય છે.

 • ચહેરાની ખૂબસૂરતી વધારવા માટે પણ મેથી ખૂબ ગુણવાન છે. તેને પીસીને ચહેરા પર લગાવવાથી ત્વચા પર ચમક આવે છે. તે સિવાય રૂક્ષ ત્વચાવાળા લોકો માટે મેથી ખૂબ લાભદાયી છે કારણ કે ત્વચામાં નરમાશ લાવે છે.

[yop_poll id=”13″]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Oops, something went wrong.
FB Comments