26/11 આતંકી હુમલાને 11 વર્ષ પૂર્ણ છતાં કુબરે બોટના માછીમારોનો પરિવાર વળતરથી વંચિત, જુઓ VIDEO

26/11 મુંબઈ હુમલાને 11 વર્ષ વીતી ગયા છે. આ હુમલાએ દેશના દરેક નાગરિકને એવી ઈજા પહોંચાડી છે. જે કયારેય ભરી શકાશે નહીં. ત્યારે હુમલા દરમિયાન આતંકીઓનો પ્રથમ શિકાર બનેલા કુબેર બોટના ખલાસીઓ 11 વર્ષ બાદ પણ પોતાને મળવા જોઈતા વળતરથી વંચિત છે. આ ખલાસીઓના પરિવાર હાલ ખરાબ પરિસ્થિતિમાં જીવવા માટે મજબૂર છે.

READ  અરુણ જેટલીની તબિયત લથડી, લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા

 

 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી ગામના બે માછીમાર અને માછીવાડ ગામના એક માછીમારની હત્યા કરી આતંકીઓ દરિયાઈ માર્ગ દ્વારા મુંબઈ પહોંચ્યા હતા. આર્થિક સહાયના અભાવે આ માછીમારોના પરિવારોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. મહત્વનું છે કે નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ સાત વર્ષ સુધી ગુમ હોય તો તેને મૃત ગણવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નવસારી: અક્ષરધામ જેવુ ભવ્ય મંદિર! મહંતસ્વામીની નિશ્રામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

2008માં સરકારે એ શરતે પરિવારોને રૂપિયા 50 હજારની સહાય કરી હતી. જો લાપતા માછીમારો 7 વર્ષમાં જીવીત મળી આવે તો મળેલી રકમ પરત કરી દેવી. પરંતુ 11 વર્ષ વીત્યા બાદ પણ સ્વજનો પરત ન આવતા 50 હજારની સહાયના આધારે પરિવારને જિંદગી ગુજારવાનો વખત આવ્યો છે. મળવા પાત્ર સહાય માટે આ પરિવાર છેલ્લા 11 વર્ષથી સરકારી કચેરીમાં ધક્કા ખાઈ રહ્યા છે.

READ  બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, 3 દિવસથી હોસ્પિટલમાં છે દાખલ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments