અપહરણ, દુષ્કર્મ અને છુટકારો !! 11 વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરનાર 2ની ધરપકડ

Minor abducted and raped
Minor abducted and raped

અમદાવાદના વાસણામાં રહેતી 11 વર્ષીય માસુમનું 3 વર્ષ પહેલા અપહરણ થયું પરંતુ છેલ્લા 3 વર્ષથી આ અપહરણની ઘટના પરથી પડદો ઉંચકાયો ન હતો ત્યાંજ પોલીસને એક એવી કડી મળી કે માસુમના અપહરણનો પર્દાફાશ થઇ ગયો અને પોલીસે માસુમના અપહરણકારોને દબોચી લીધા.

વર્ષ 2015માં વાસણામાં એક મજૂર પરિવાર પર આભ તૂટી પડયું હતું જયારે તેમને મોડી રાત સુધી પોતાની બાળકીની રાહ જોઇ પણ, 11 વર્ષીય દીકરી ઘરે ના આવી બાદમાં પરિજનોએ બાળકીની બે વર્ષ સુધી શોધખોળ કરી પણ બાળકીની કોઇ ભાળ મળી નહીં. ત્યારે, 8 નવેમ્બર 2017ના રોજ પરિજનોને બાળકીનું પાડોશમાં જ રહેતા શખ્સે અપહરણ કર્યાનું માલૂમ પડયું. જેથી પરિજનોએ આ બાબતે વાસણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ બાદ બંને નરાધમો (65 વર્ષીય જાલું કલાસવા અને 40 વર્ષીય કવડા કટારા) ની ધરપકડ કરી છે આ બંને શખ્સો મૂળ રાજસ્થાનના વતની છે અને, બાળકીનું અપહરણ કરી રાજસ્થાનના ડુંગરપુર લઇ ગયા હતા. જોકે હજુ આ કેસનો એક આરોપી ફરાર છે.

READ  Gujarat Fatafat : 01-06-2018 - Tv9 Gujarati

Minor abducted and raped

 

કેવી રીતે થયો પર્દાફાશ ?

જયારે બાળકીના પરિજનોને શંકા ગઇ કે તેની જ નજીકમાં રહેતા વૃદ્ધ જાલું કલાસવા બાળકીને ઉઠાવી ગયો છે ત્યારે પરિજનોએ આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી જેથી પોલીસે પણ તપાસ આરંભી હતી અને, દીકરી રાજસ્થાનના ડુંગરપુરમાં હોવાનું ખુલ્યું હતું. બાદમાં પોલીસે ડુંગરપુર પહોંચીને દીકરીને હેમખેમ છોડાવી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે જયારે ત્રીજો આરોપી હાજા ભરતા કટારા (22 વર્ષીય)ની શોધખોળ હાથ ધરી છે.

READ  Video: ભાવનગરમાં 11 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં

[yop_poll id=509]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

મુંબઈ: NCPએ બોલાવી ખાસ બેઠક, શિવસેનાને સમર્થન મુદ્દે લેવાશે નિર્ણય

FB Comments