આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

12-february-rashifal-aaj-nu-rashifal-aa-rashina-jatakone musafari mate anukul divas nathi

mesh rashi

મેષ

આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર ૫ડશે. વ્‍યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. ૫રો૫કાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્‍ય જળવાય. સતત જનસં૫ર્કમાં રહેવાનું થાય. બીમાર વ્‍યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.

વૃષભ

મહેનતના પ્રમાણમાં અલ્‍૫ ૫રિણામ મળે છતાં આપ નિષ્‍ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્‍તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂ૫ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે. વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.

Mithun Rashi

મિથુન

વધુ ૫ડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું ૫ડે. મનની ૫રિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે નિર્ણયશક્તિનો અભાવ વર્તાશે. માતાની તબિયત વિશે. ચિંતા થાય. કૌટુંબિક કે જમીન જાયદાદના પ્રશ્‍નો હાથ પર ન લેવા હિતાવહ રહેશે. સ્‍વસ્‍થ નિંદ્રાનો અભાવ રહે જેથી શારીરિક અને માનસિક આરોગ્‍ય બગડે.

READ  સાબરકાંઠાના કોટડા PHC સેન્ટરના એક આરોગ્ય અધિકારીને ACBએ લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

kark Rashi

કર્ક

આજે કાર્ય સફળતા આપની રાહ જોઇ રહી છે. આના કારણે આપનો આનંદ ઉત્‍સાહ બમણો થશે, મન તાજગી અને પ્રફુલ્‍લતા અનુભવે. મિત્રો, સગાંસંબંધીઓ સાથે મુલાકાત અને પ્રવાસ ૫ર્યટન જવાનો કાર્યક્રમ ઘડાય. ભાગ્‍યદેવીનો પ્રબળ સહકાર આપને મળશે. કાર્યક્ષેત્રે હરીફોના હાથ હેઠા ૫ડશે.

sinh Rashi

સિંહ

આપનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે. લાંબાગાળાના આયોજનો આપને દ્વિધામા મુકશે. કાર્યમાં ધારી સફળતા ન મળે. ૫રિવારમાં સુમેળભર્યું વાતાવરણ રહે. દૂર વસતા મિત્રો, સ્‍નેહીજનો સાથેનો સંદેશ વ્‍યવહાર લાભદાયી નીવડે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે રહે. ક્રોધ અને અહં આપનું કામ બગાડશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

કન્યા

આપની વાણીનું માધુર્ય નવા સુમેળભર્યા સંબંધો બાંધવામાં અને લાભ આપવામાં ઉ૫યોગી નીવડેશ. વૈચારિક સમૃદ્ઘિ વધશે. વેપાર ધંધામાં લાભ સાથે સફળતા મળે. તન મનનું આરોગ્‍ય જળવાશે. મિત્રો, સ્‍નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, તેમના તરફથી મળેલા ભેટ ઉ૫હાર આપને પ્રસન્‍ન કરશે. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહેશે.

READ  લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયો શાંત, જાણો 19મેના રોજ છેલ્લાં તબક્કામાં કેટલાં રાજ્યોમાં કેટલી બેઠકો પર યોજાશે મતદાન?

tula Rashi

તુલા

આજે આપે આરોગ્‍યની વિશેષ કાળજી લેવી ૫ડશે. માનસિક સ્‍વસ્‍થતા પણ ઓછી રહે. અવિચારી અને બેફામ વલણ આપને આફતમાં મૂકી શકે છે. વાણી ૫ર સંયમ રાખવો ૫ડશે, નહીં તો કોઇ સાથે ઝઘડો ટંટો થવાનો સંભવ છે. મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. આ સમયે આધ્‍યાત્મિક વલણ સહાયરૂ૫ બનશે.

વૃશ્ચિક

નોકરી ધંધા અને વ્‍યવસાય ક્ષેત્રે આજે આપને લાભ જ લાભ છે. આ સાથે મિત્રો, સગાંસંબંધીઓ અને વડીલો તરફથી પણ લાભ પ્રાપ્તિનો સંકેત છે. સામાજિક મેળાવડા, પર્યટન જેવા પ્રસંગોમાં જવાનું બને. શરીર અને મનથી આપ ખૂબ પ્રફુલ્લિત રહેશો. આવકના સ્‍ત્રોત વધશે. અ૫રિણિતો માટૈ લગ્‍નયોગ બને છે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

dhan Rashi

ધન

આજે આપની યશ, કિર્તી, પ્રતિષ્‍ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉ૫રી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્‍તી જળવાય. ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહે. પિતા તરફથી તેમજ સરકાર તરફથી લાભ મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. વેપાર ધંધાર્થે પ્રવાસ થાય. અન્‍ય લોકોને મદદરૂ૫ થવાનો પ્રયત્‍ન કરશો. દાં૫ત્‍યજીવનમાં મધુરતા રહે.

મકર

બૌદ્ઘિક કાર્ય કે સાહિત્‍યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. આ૫ના વ્‍યવસાયમાં નવી વિચારસરણી આપના કાર્યને નવો ઓ૫ આપશે. વ્‍યવસાય ક્ષેત્રે પ્રતિકૂળ વાતાવરણ આપના મનને અસ્‍વસ્‍થ કરશે. શરીરમાં થાક અનુભવાય. સંતાનોની સમસ્‍યા તમને મુંઝવશે, ખોટો ધનખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

READ  LRD પેપર લીક : મુખ્ય આરોપી યશપાલસિંહની હિંમત તો જુઓ પરીક્ષા ખંડનું EXCLUSIVE CCTV ફૂટેજ

કુંભ

આજે આપને નિષેધાત્‍મક કાર્યો અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. ઝઘડો- વિવાદ ટાળવો ક્રોધ અને વાણી પર સંયમ રાખવો ૫ડે. ૫રિવારનું વાતાવરણ કલુષિત રહે. નાણાં ભીડ અનુભવાશે. વધુ ૫ડતા વિચારોથી આ૫ માનસિક થાક અનુભવશો. ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિકતા આ૫ના માનસિક બોજને હળવો કરશે.

min rashi

મીન

દૈનિક કાર્યોમાંથી બહાર આવી આજે આપ હરવા ફરવા અને મનોરંજન પાછળ આ૫નો સમય વીતાવશો. સ્‍વજનો તથા મિત્રવર્તુળ સાથે પિકનિક ૫ર જવાનું આયોજન થશે. સિનેમા, નાટક કે બહાર જમવા- જવાનો કાર્યક્રમ આપને આનંદિત કરશે. કલાકાર કસબીઓને પોતાનો હુન્‍નર પ્રદર્શિત કરવાની તક મળશે. વ્‍યવસાયમાં ભાગીદારી માટે શુભ સમય છે. દાં૫ત્‍યજીવનમાં વધારે નિકટતા માણી શકાય. જાહેર જીવનમાં માનસન્‍માન મળે.

 

Oops, something went wrong.
FB Comments