12 જાન્યુઆરીનું રાશિ ફળ : કોના પર મહેરબાન રહેશે સિતારાઓ અને કોણ બનશે માનસિક અશાંતિનો ભોગ ? જાણો શું કહે છે ટૅરો કાર્ડ ?

12 જાન્યુઆરી શનિવારે સિતારાઓ મોટાભાગાની રાશિઓ પર મહેરબાન રહેશે. જૂના કામોમાં ગતિ આવશે. સફળતા અને ધન લાભની તકો મળી શકે છે.

જોકે મિથુન સહિતની ત્રણ રાશિઓના જાતકોએ થોડુક સાચવીને પણ રહેવું પડશે. વિવાદના યોગ બની રહ્યાં છે.

મેષ રાશિના જાતકો માટે શનિવારનો દિવસ છે પોતાના સપનાઓને પૂરા કરવાની શરુઆત કરવાનો, તો વૃષભ રાશિના જાતકોને મળી શકે છે એક અલગ ઓળખ. મિથુન રાશિના જાતકોને આજે રહેશે માનસિક અશાંતિ.

આવો જાણીએ કે ટૅરો કાર્ડ મુજબ કેવો રહેશે આજનો આપનો દિવસ :

મેષ :

આજનો દિવસ આપના માટે મોટા સપનાં લઈને આવ્યો છે. સપનાઓને પૂરા કરવા માટે કર્મની યાત્રા પણ પૂરી થઈ શકે છે. સમય આપને પોતાના-પારકાની ઓળખાણ કરાવી દેશે. જીવન સાથીના વ્યવહારમાં પરિવર્તન આવશે. નવા વાહન અને યાત્રાના યોગ છે. જૂના કાર્યો પૂરા થવાની આશા જાગશે, પરંતુ કોઈ પણ પરિણામમાં હકીકતથી દૂર ન થવું, આપના માટે ફાયદાકારક રહેશે.

લકી કલર – હળવો આસમાન, લકી નંબર – 5

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

વૃષભ :

આજે આપ પોતાના કાર્યોમાં નિપુણ રહેશો. આપની કાર્ય કરવાની રીતથી આપને વધુ કામ મળશે કે જેનાથી આપ સફળતા તરફ અગ્રેસર થશો. આપ પોતાની ઓળખ પોતે બનાવવાની ક્ષમતા ધરાવો છો. સ્વભાવથી આપ ચતુર, બહાદુર છે કે જેથી આપની ઓળખ ભીડમાં પણ જુદી તરી આવવા લાગશે. આ જ દિશામાં કાર્ય કરતા રહો, મોટા બનવાના સપનાને પૂરા કરવાનો યોગ છે.

લકી કલર – નારંગી, લકી નંબર – 1

આપ પણ વાંચો : જો આ 4 રાશિઓમાંથી તમારી કોઈ એક રાશિ છે, તો તમારા પર 2019માં થશે રૂપિયાનો વરસાદ, દટાયેલું ધન પણ મળી શકે!

મિથુન :


આજે આપની અંદર સમર્પણના ભાવ હશે. આપના વિચાર ઉદાર પ્રકૃતિના હશે. પોતાના સહયોગી કે ભાગીદારથી બચીને રહો, તેમની સાથે વિવાદ થવાના કારણે માનસિક અશાંતિ બની રહેશે. કાર્યમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. બદલાવ માટે શુભ સંકેત સાબિત થશે. પોતાની જાતને ઉદાસીથી દૂર રાખો.

લકી કલર – હળવો લીલો, લકી નંબર – 8

આ પણ વાંચો : ક્યારેય ન ધોવાય તેવો ડાઘ લગાવી ગયો રંગીન મિજાજ, જેટલું સન્માન મળ્યું, તેનાથી અનેક ગણા ધિક્કારનો બન્યો ભોગ

કર્ક :

આજે આપે પોતાની અંદર જાગૃતિ લાવવાની રહેશે. આ સમય છે ફરીથી વાપસી કરવાનો. આપે પોતાની શક્તિને ઓળખવી પડશે. કોઈ પણ કાર્ય કરતા પહેલા સાવચેતી વરતવી પડશે. નિર્ણયની સ્થિતિમાં વિવેકથી કામ લેવું પડશે.

લકી કલર – નારંગી, લકી નંબર – 7

આ પણ વાંચો : જયંતી ભાનુશાળીની હત્યાના પ્રત્યક્ષદર્શી પવન મોરેનું પર્સ ટ્રેનના કોચમાંથી કચ્છના આડેસરમાં કેવી રીતે પહોંચી ગયું ? પોલીસ હજી અંધારામાં

સિંહ :

આજે યાત્રાના યોગ છે અથવા જીવનમાં કાર્ય, પારિવારિક, કૅરિયર કોઈ પણ ક્ષેત્રે નવી યાત્રા શરુ થઈ શકે છે. કાર્ડની સલાહ છે કે ઉતાવળ ન કરો, ઉતાવળમાં નિર્ણય આપના માટે મોંઘા સાબિત થઈ શકે છે. તેથી તકેદારી રાખો. આપ વ્યવહારથી ઉદાર બનશો, દયા ભાવ આપની અંદર વધુ રહેશે.

લકી કલર – આસમાની, નંબર – 5

કન્યા :

આજે આપ સમયસર કાર્યોને પૂર્ણ કરી લો. આપની આજુબાજુ કોઈ પ્રકારનો હલ્લો મચશે કે જેનાથી આપને ખિન્નતા અને ક્રોધ આવશે. મનને શાંત રાખો. લાંબા સમયથી સ્વ-ભૂમિ સંબંધી કાર્ય રોકાયેલું છે, તેના પ્રત્યે આપ બેદરકારી કરી રહ્યા છો. સમયસર કાર્ય કરો.

લકી – હળવો લીલો, લકી નંબર – 3

તુલા :

આજે આપ પોતાના કૅરિયરમાં આગળ વધી શકો છો. શિક્ષણના બહુ સારા યોગ છે. શિક્ષણ પ્રત્યે આપનની મહેનત આપને નિશ્ચિત સફળતા અપાવશે. આપ પોતાના વ્યવહારમાં મિઠાશ ાખવાના કારણે સૌને પ્રિય રહેશો. પોતાની સભ્યતા જાળવી રાખો કે જે આપના માટે જીવનમાં સફળ સાબિત થઈ શકે છે.

લકી કલર – સફેદ, લકી નંબર – 11

વૃશ્ચિક :

આજનો દિવસ આપના માટે ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે. વ્યાપારમાં સમૃદ્ધ થવાના યોગ છે. જૂના રોકાયેલા કાર્યો પૂરા થઈ શકે છે. સંબંધોમાં સુધારો થશે અને નવી તાજગીનો અનુભવ થશે કે જે આપને નવી ઊર્જા પ્રદાન કરશે. નવા કાર્યો શરુ કરી શકો છો. સફળતાના સંપૂર્ણ યોગ છે.

લકી કલર – ગોલ્ડન, લકી નંબર – 9

ધન :

આજનો દિવસ આપના માટે નકારાત્મક વિચારો લઈને આવ્યો છે. પોતાના પર કાબૂ રાખો, પોતાની જાતને નબળા ન અનુભવો. આ અસ્તિત્વ સિવાય કોઈ કંઈ નથી બગાડી શકતું. મુંઝવણની સ્થિતિ પેદા થશે, ધીરજ રાખો. આપની ટીકા પણ થઈ શકે છે. અસલામતીની લાગણીમાંથી બહાર નિકળો.

લકી કલર – ક્રીમ, લકી નંબર – 3

મકર :

આજે આપના કાર્યો તથા પોતાના દ્વારા કરાયેલી મહેનતથી આપ સંતુષ્ટ થઈ શકો છો. પોતાનના પ્રત્યે વધુ દયાલુ ન બનો, આપના પોતાનાઓ તેનો ગેરલાભ ઉઠાવી શકે છે. આ સમય છે કાર્યોને પુનર્મૂલ્યાંકન કરી ભૂલો સુધારવાનો. સંઘર્ષ ચાલુ રાખો, હંમેશ માટે સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.

લકી કલર – બ્રાઉન, લકી નંબર – 3

કુંભ :

આજે આપનો ઝોક ભૌતિક સુખ-સુવિધાઓ તરફ વધુ રહેશે. ખર્ચ વધવાની શંકા છે. જૂના સારા કાર્યોનું પરિણામ મળવાથી આપ પ્રસન્ન રહેશો. આપ પોતાની જાતનું ધ્યાન રાખવા પર વધુ ભાર મૂકશો. એકાંત આપને વધુ ગમશે. એકલા રહેવામાં આપ પોતાની જાતને સારો અનુભવશો.

લકી કલર – લાલ, લકી નંબર – 10

મીન :

આજે આપને કોઈ નવી સફળતા મળી શકે છે, આપે અનેક લોકોનો રોલ મૉડેલ બનવા માટે કામ કરવું પડશે. આપ લીડરનું પાત્ર સારી રીતે ભજવી શકો છો. આજે આપ આત્મવિશ્વાસથી ભરાયેલા રહેશો. આપને કોઇક જૂના કામ માટે આજે સન્માનિત કરવામાં આવી શકે છે.

લકી કલર – લીલો, લકી નંબર – 6

[yop_poll id=564]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Ahmedabad : Sinkhole opens up near Swastik cross road, Amraiwadi | Tv9GujaratINews

FB Comments

TV9 Web Desk7

Read Previous

સ્વામીનારાયણ સંતનો આ Video કેમ થયો વાયરલ ? એવું તો શું બોલી ગયાં સંત ? જાણવા અને જોવા માટે Click કરો

Read Next

એક હિન્દુ મહિલા વગાડશે અમેરિકામાં ડંકો, આઝાદ અમેરિકાના 243 વર્ષોના ઇતિહાસમાં પહેલી વાર કોઈ હિન્દુ બની શકે છે રાષ્ટ્રપતિ

WhatsApp પર સમાચાર