ઈંગ્લેન્ડે અફ્ગાનિસ્તાનને હરાવ્યું, મોર્ગન સૌથી વધુ સિક્સરો ફટકારનારા બેટસમેન સહિત મેચમાં બન્યા આ 12 ઐતિહાસિક રેકોર્ડ

12માં વિશ્વ કપમાં 24મો દિવસ રેકોર્ડ બનવાના નામે રહ્યો. ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાયેલી ઈંગ્લેન્ડ(England) અને અફગાનિસ્તાન(Afghanistan)ની મેચમાં ઈંગ્લેન્ડે ધમાકેદાર વિજય મેળવ્યો. મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને(Eoin Morgan) સિક્સરોનો વરસાદ કર્યો હતો. તેની સાથે જ ઘણાં રેકોર્ડ પણ તોડીને દિગ્ગજોને પાછળ ધકેલી દીધા છે.

17 સિક્સરોની સાથે જ ઈયોન મોર્ગન વિશ્વ કપ અને વન-ડેમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટસમેન બની ગયા છે. તે પહેલા સૌથી વધુ 16 સિક્સરો ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલ અને રોહિત શર્માના નામે હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ 12 રેકોર્ડ બન્યા

1. ઈયોન મોર્ગને 102 રન માત્ર સિક્સરોની મદદથી બનાવ્યા, તેની સાથે જ વન-ડેમાં આવુ કરનારા પ્રથમ ખેલાડી બની ગયા.

READ  અઢી વર્ષની બાળકી સાથે જે થયું તે બાદ સમગ્ર બોલિવુડમાં આક્રોશ, આરોપીને ફાંસી આપવાની માંગણી

2. ઈયોન મોર્ગને માત્ર 57 બોલમાં સદી ફટકારી હતી જે 12માં વિશ્વ કપમાં સૌથી ઝડપી અને વિશ્વ કપના ઈતિહાસમાં ચોથી સૌથી ઝડપી સદી છે.

3. વિશ્વ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડે તેમનો સૌથી વધુ સ્કોર બનાવ્યો, અફગાનિસ્તાનની સામે ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા.

4. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ મોર્ગને તેમના નામે કર્યો. તે પહેલા આ રેકોર્ડ ભારતે આ જ વિશ્વ કપમાં પાકિસ્તાન સામે બનાવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

5. ઈંગ્લેન્ડની ટીમ તરફથી એક ઈનિંગમાં કુલ 25 સિક્સરો ફટકારી, જેમાં મોર્ગનની 17, મોઈન અલીની 4 બેયરસ્ટોની 3 અને રૂટની 1 સિક્સર સામેલ છે.

READ  વિશ્વ કપની ફાઈનલ મેચમાં જીત નક્કી કરવાના નિર્ણયથી ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અસહમત, જીત નક્કી કરવા માટે જણાવી આ બીજી રીત

6. અફગાનિસ્તાન અને ઈંગ્લેન્ડની મેચમાં કુલ 33 સિક્સરો લાગી. જે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં એક મેચમાં સૌથી વધુ સિક્સરો છે.

7. અફગાનિસ્તાનના બેસ્ટ બોલર રાશિદ ખાન(Rashid Khan) વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ 110 રન આપનારા સ્પિનર બોલર બન્યા.

8. કોઈ પણ ટીમની સામે એક જ મેચમાં 11 સિક્સરો આપનારા રાશિદ ખાન પ્રથમ બોલર બન્યા.

9. મોઈન અલીએ માત્ર 9 બોલમાં 4 સિક્સર અને 1 ફોરની સાથે 344.44ની સ્ટ્રાઈક રેટથી 31 રન બનાવ્યા. જે આ વિશ્વ કપમાં કોઈ બેટસમેન દ્વારા સૌથી વધુ સ્ટ્રાઈક રેટ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

10. જો રૂટ અને ઈયોન મોર્ગનની જોડીએ વિશ્વ કપમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ 189 રનની ભાગીદારીનો રેકોર્ડ પોતાના નામ કર્યો.

READ  World Cup 2019: પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ-ભારતમાંથી કોનો કેપ્ટન વધુ હોશિયાર? જાણો નંબરનું ગણિત

11. વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરોના મામલે ઈયોન મોર્ગને સચિન તેંડુલકર, બ્રેન્ડન મેકુલમ અને ડી વિલિયર્સને પાછળ છોડી દીધા. મોર્ગનના નામે હવે 211 મેચમાં કુલ 211 સિક્સરો થઈ ગઈ છે અને 200 સિક્સરો ફટકારનારા દુનિયાના 8માં બેટસમેન બની ગયા છે.

12. અફગાનિસ્તાને ઈંગ્લેન્ડની સામે મેચમાં 8 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા. જે વિશ્વ કપમાં તેમનો સૌથી વધુ સ્કોર થઈ ગયો છે.

આ પણ વાંચો: Facebookએ ક્રિપ્ટોકરન્સી પ્લાન રજૂ કર્યો, Uber સહિત 28 કંપનીઓ હશે પાર્ટનર

 

Jamnagar becomes epicenter of Dengue, 629 tested positive for deadly disease in last 13 days | Tv9

FB Comments