12 વિશ્વ કપની સેમીફાઈનલમાં કેટલી વાર પહોંચી ભારતીય ટીમ, કેટલી વખત વધી આગળ અને કેટલી વખત સફર થયો ખત્મ

વિશ્વ કપની લીગ મેચ પુરી થયા પછી સેમીફાઈનલમાં 4 મુખ્યો ટીમો પહોંચી ગઈ છે. સેમીફાઈનલમાં પ્રથમ સ્થાને ભારત છે. જ્યારે બીજા સ્થાને ઓસ્ટ્રેલિયા, ત્રીજા સ્થાને ઈંગ્લેન્ડ અને ચોથા સ્થાને ન્યૂઝીલેન્ડની ટીમ છે. ત્યારે પ્રથમ સેમિફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 9 જુલાઈના રોજ રમાશે. ત્યારબાદ જે ટીમ જીતશે તે ટીમ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવશે.

ત્યારે 11 જુલાઈના રોજ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાશે, તે મેચમાં જે ટીમની જીત થશે તે ટીમ સેમીફાઈનલ-1માં વિજેતા થયેલી ટીમ સાથે લોર્ડસના મેદાન પર 14 જુલાઈના રોજ ફાઈનલ મેચમાં સામ-સામે ટકરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે આ 4 ટીમોના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો કુલ 12 વિશ્વ કપમાં ભારતીય ટીમ અત્યાર સુધી કુલ 7 વખત સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે. તેમાંથી 2 વખત વર્ષ 1983 અને 2011માં ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન પણ બની ચૂકી છે અને 1 વખત વર્ષ 2003માં રનર અપ રહી ચૂકી છે. ત્યારે વિશ્વ કપ 2019માં ભારત વિશ્વ કપ ચેમ્પિયન બનશે કે નહી તેની પર લોકોની નજર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  1 ઓક્ટોબર: આજથી બદલાઈ ગયા છે આ નિયમો જેના વિશે તમારે જાણવું જરુરી છે

 

ત્યારે ભારતીય ટીમ વિશ્વ કપ 2019માં જે ટીમ સાથે સેમીફાઈનલમાં ટકરાવવાની છે તે ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી કુલ 8 વખત સેમીફાઈનલમાં અને 1 વખત ફાઈનલમાં પહોંચી ચૂકી છે પણ એક પણ વખત ન્યૂઝીલેન્ડ ચેમ્પિયન બન્યુ નથી. ઓસ્ટ્રેલિયા 2015ના વિશ્વ કપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને ચેમ્પિયન બન્યુ હતું.

 જુઓ 12 વિશ્વ કપમાં અત્યાર સુધી કઈ ટીમ કયા વર્ષે સેમીફાઈનલમાં પહોંચી

વર્ષ   ભારત ઓસ્ટ્રેલિયા       ન્યૂઝીલેન્ડ                 ઈંગ્લેન્ડ
1975                –       રનર અપ           સેમીફાઈનલ           સેમીફાઈનલ
1979                –              –           સેમીફાઈનલ              રનર અપ
1983        ચેમ્પિયન              –                 –            સેમીફાઈનલ
1987       સેમીફાઈનલ         ચેમ્પિયન                 –             રનર અપ
1992               –              –            સેમીફાઈનલ             રનર અપ
1996       સેમીફાઈનલ         રનર અપ                –                  –
1999               –         ચેમ્પિયન            સેમીફાઈનલ                  –
2003        રનર અપ         ચેમ્પિયન                  –                  –
2007              –         ચેમ્પિયન            સેમીફાઈનલ                  –
2011        ચેમ્પિયન              –            સેમીફાઈનલ                  –
2015       સેમીફાઈનલ         ચેમ્પિયન             રનર અપ                  –
2019        સેમીફાઈનલ      સેમીફાઈનલ      સેમીફાઈનલ       સેમીફાઈનલ
READ  5 હજાર વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના નગર ધોળાવીરાનો સરકાર કરશે વિકાસ

ત્યારે જો ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા 12 વિશ્વ કપમાંથી કુલ 8 વખત સેમીફાઈનલમાં પહોંચ્યુ છે અને 5 વખત ચેમ્પિયન બની ચૂક્યુ છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ સતત 3 વખત ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ છે. આ ટીમે વર્ષ 1999, 2003 અને 2007માં ચેમ્પિયન બન્યુ હતું. વિશ્વ કપમાં સૌથી વધુ વખત ચેમ્પિયન બનવાનો રેકોર્ડ પણ ઓસ્ટ્રેલિયાની ટીમના નામે છે.

READ  IIM Ahmedabadએ મોદી સરકારનો આદેશ માનવાનો કર્યો ઈનકાર, આપ્યું આ કારણ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઈંગ્લેન્ડની ટીમ વિશ્વ કપમાં આજ સુધી એક પણ વખત ચેમ્પિયન બની નથી. ઈંગ્લેન્ડની ટીમ 6 વખત સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે અને 3 વખત રનર અપ રહી ચૂકી છે. વર્ષ 1992 પછી વિશ્વ કપ 2019માં ઈંગ્લેન્ડની ટીમ 27 વર્ષમાં પ્રથમ વખત સેમીફાઈનલમાં પહોંચી છે.

[yop_poll id=”1″]

 

Vehicles no more need permit to enter state, decision taken to avoid scarcity of essential products

FB Comments