પગાર અને પ્રમોશન ન મળતા એર ઈન્ડિયામાંથી 100થી વધુ પાયલટનું સામૂહિક રાજીનામું

સેલેરી અને પ્રમોશનથી નારાજી થઈને ભારતની સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયાના 100થી વઘારે પાયલટોએ રાજીનામું આપી દીધું છે. 120 પાયલટ દ્વારા જે માગણી કરવામાં આવી હતી તે માગણી પૂરી થઈ નહોતી અને તેના લીધે સામૂહિક રાજીનામું આપી દેવાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચીનની 3 કંપનીને વધુ એક ઝટકો, આ રાજ્યની સરકારે 5 હજાર કરોડના પ્રોજેક્ટનું કામ અટકાવ્યું

આ પણ વાંચો :  જામનગરની જીજી હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓની લાંબી કતાર…ડૉક્ટરો પણ બીમારીના બિછાને આપી રહ્યા છે પરીક્ષા

એર ઈન્ડિયા પર ભારે દેવુ છે અને તે 60 હજાર કરોડ સુધી આંબી ગયું છે. વિવિધ કર્મચારીઓને સમયસર સેલેરી પણ નથી મળી રહી જેના લીધે વધુ નારાજી જોવા મળી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભારતીય સેનાએ એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલથી પાકિસ્તાની ચોકીઓ ફૂંકી, જુઓ VIDEO

 

નોકરી છોડનારા પાયલટને વિશ્વાસ છે કે તેઓને માર્કેટમાંથી નોકરી મળી જશે. કારણ કે ખાનગી કંપનીઓ મોટાપાયે એરલાઈન સેવામાં કાર્યરત છે. તો બીજુ એર ઈન્ડિયા પાસે પણ 2000 પાયલટનો સ્ટાફ છે જેના લીધે અધિકારીઓ માની રહ્યાં છે કે સેવામાં આ 120 રાજીનામાં કોઈ વિશેષ અસર પડશે નહીં.

 

Oops, something went wrong.
FB Comments