પૂર્વ મેયરને ત્યાં મળી 11793 કિલો સોનાની ઈંટો, ભ્રષ્ટાચારના આરોપમાં થઈ શકે છે ફાંસી

ચીનના ડાન્ઝહૂ પ્રાંતમાં 57 વર્ષીય પૂર્વ મેયર ઝાંગ ક્વેના ઘરેથી પોલીસે આશરે 4,700 કરોડ રૂપિયાની સોનાની ઇંટો મળી આવી છે. આ સોનાની ઇંટોનું વજન 11.3 ટન (લગભગ 11793 કિગ્રા) છે. મેયર ઝાંગે આ ઘરની બેઝમેન્ટમાં આ સોનાની ઇંટો છુપાવી દીધી હતી. ચીનમાં ચોરી અને ભ્રષ્ટાચારને લઈને ભારે કડક કાયદાઓ છે. આ કાયદાના લીધે મેયરને ફાંસીએ પણ ચડાવી દેવાઈ. ચીનમાં ભ્રષ્ટ્રાચારીઓ માટે ફાંસીની સજાનું પ્રાવધાન હોવાની વાત સ્થાનિક મીડિયા દ્વારા જાણવા મળી છે.

READ  VIDEO: રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસે જણાવ્યું હતું કે પૂર્વ મેયરનું ઘર કેટલાક હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. જેમાં મેયરે લાંબા સમયથી સોનાની ઇંટો છુપાવીને રાખી હતી. સોના ઉપરાંત પોલીસે મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી છે. પૂર્વ મેયર ઝાંગના ઘરે પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી કરી હતી. આ રેડનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આમ પૂર્વ મેયરના છૂટી જવાનો હવે કોઈ સવાલ નથી.

READ  કોરોના વાઈરસને લઈ નાયબ મુખ્યપ્રધાનનું નિવેદન! ચીનમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવા 2 ચાર્ટર્ડ પ્લેનની કરાઈ વ્યવસ્થા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ખબર આંતરરાષ્ટ્રીય મીડિયામાં છવાઈ ગયી છે તો સોશિયલ મીડિયામાં લોકો ભારે ઝડપથી તેને શેર કરી રહ્યાં છે. આટલી મોટી રકમ પકડાઈ તે એક મોટો કિસ્સો છે. ખાસ કરીને ચીનમાં આવી મોટી રકમ પકડાઈ જવાથી ઉહાપોહ મચી જતો હોય છે.

READ  VIDEO: રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં 25 જૂલાઈના રોજ હાથ ધરાશે આગામી સુનાવણી

 

 

Oops, something went wrong.
FB Comments