13 વર્ષના ટેણિયાએ કર્યો એવો કમાલ કે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન

Chinese boy solves rubik's cube with hands and feet

Chinese boy solves rubik’s cube with hands and feet

‘રુબિક ક્યુબના માસ્ટર’, જેણે કર્યો છે દુનિયાના સૌથી ઝડપથી ક્યુબ બનાવવાનો ખિતાબ પોતાના નામે.

ચીનના 13 વર્ષીય જીનાયુ ક્યૂએ ત્રણ રૂબિક ક્યુબ (3*3) હાથ અને પગની મદદથી એકજ પ્રયાસમાં બનાવ્યા છે, એટલુંજ નહીં તેણે આ માટે સૌથી ઓછો સમય પણ લીધો હતો. જેથી જીનાયુનું નામ ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ‘માં દાખલ થયું છે.

તમને જાણીને નવાઇ લાગશે કે, આ પહેલી વખત નથી કે તેણે આવો કોઇ પણ રેકોર્ડ બનાવ્યો હોય. આ અગાઉ પણ તેણે ક્યુબને બંધ આંખોથી અને ઉંધા થઇને બનાવ્યું હતું. હાલમાં જીનાયુના નામે કુલ ચાર એવા વર્લ્ડ રેકોર્ડ્સ બની ચુક્યા છે.

આટલી નાની ઉંમરમાં આ પ્રકારનો ખિતાબ હાસિલ કરીને ક્યૂએ સંપૂર્ણ દુનિયાના યુવકો માટે એક નવી મિસાલ કાયમ કરી છે. કહેવાય છેને, ‘જો મન હોયે તો માળવે જવાય’ આ કેહવતને ક્યૂએ સંપૂર્ણ રીતે સાર્થક કરીને દુનિયામાં નામ રોશન કર્યું છે.

આ પરાક્રમ પછી ક્યુએ જણાવ્યું કે તેને બાળપણથી આ સપનું જોયું હતું અને તેને વારંવાર અભ્યાસ કરીને આ સપનું પરિપૂરું પણ કર્યું. શરૂઆતમાં તેણે ઘણું મુશ્કેલ લાગતું હતું પણ આ પણ સાચું છે કે અભ્યાસ જ માણસને સંપૂર્ણ બનાવે છે આ વાતને ધ્યાનમાં રાખીને ક્યૂએ મેહનત કરી અને સફળતા હાસિલ કરી.

FB Comments

TV9 Web Desk4

Read Previous

સ્વામીનારાયણ સંપ્રદાયના આ ગ્રંથનો લાભ હવે આવનારી દરેક પેઢીને મળશે! જાણો કેમ…

Read Next

હવે મોબાઈલ ફોન કરાવશે કમાણી , Whatsapp ટ્રૅનિંગ આપશે

WhatsApp chat