દૂનિયાની સૌથી મોંઘી કાર: 132 કરોડ રુપિયા ચૂકવી દીધા પછી કંપની 2.5 વર્ષ પછી કાર ઘરે મોકલાવશે!

જો તમે કોઈ ગાડી ખરીદો અને તેના પૈસા પણ ચૂકવી દો પણ જ્યારે કંપની તમને કહે કે ગાડી હાલ તો નહીં મળે તમે 2.5 વર્ષ પછી આવીને લઈ જજો તો કેવી હાલત થાય. બજારમાં બુગાટ્ટી કંપનીએ દૂનિયાની સૌથી મોંઘી કાર લોંચ કરી દીધી છે જેમાં કંઈક પરિસ્થિતિ આવી જ છે.

 

બુગાટ્ટીની જીનીવા શૉ ખાતે રજૂ કરવામાં આવેલી કાર દૂનિયાની સૌથી મોંઘી કાર છે. તેનું નામ Buggati La Voiture Noire છે. કંપની માત્ર એક જ કાર બનાવવાની છે જેની કિંમત 133 કરોડ રુપિયા રહેશે. ખાસ વાત એ પણ છે કે આ દૂનિયાની સૌથી મોંધી કાર હાલ વેચાઈ પણ ગયી છે. જોકે આટલાં પૈસા આપ્યા બાદ પણ માલિકને રાહ જોવી પડશે. આ રાહ જોવાનો સમયગાળો બે વર્ષ જેટલો રહેશે. જો કે માલિકનું નામની જાહેરાત કરવામાં આવી નથી પણ કંપનીના સીઈઓએ કહી દીધું છે કે આ કાર યુરોપમાં જ રહેશે.

READ  મીકા સિંહને પાકિસ્તાનમાં પરફોર્મન્સ કરવુ પડ્યુ ભારે, AICWAએ કર્યા બોયકોટ

આ કારની કિંમત 132 કરોડની છે તો તેમાં ખાસિયતો પણ હોવી જોઈએ ને! બુગાટ્ટીની આ નવી કારમાં ચિરોનવાળું 8 લીટરનું એન્જિન લગાવવામાં આવશે. આ કાર માત્ર 2.4 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે. આ કારની મહત્તમ ઝડપની વાત કરીએ તો તે 420 કિમી પ્રતિ કલાકની છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે શહેરી વિસ્તારમાં આ કાર 100 કિમી ચાલશે તો તેમાં 35.2 લીટર ઈંધણની જરુર પડશે.

READ  સુરતમાં 108 તરબૂચ પર કોતરાવ્યાં ગણપતિના નામ અને સ્વરૂપ, જુઓ PHOTOS

Cow based organic farming filled Dhoraji farmer's pocket | Tv9Dhartiputra

FB Comments