સાબરકાંઠાની આ કહાનીઃ 14 વર્ષના સંદિપનો મગરે પગ પકડ્યો અને પછી આવી રીતે બચી જિંદગી

ગુજરાતના સાબરકાંઠામાં 14 વર્ષનો કિશોર મગરના મોંઢામાં પહોંચી ગયો હતો અને પછી જે થયું તે રોમાંચક છે. 14 વર્ષનો કિશોર સંદિપ પરમાર ગુણભખારી ગામની નદીમાં નહાવા ગયો હતો. તેના મિત્રો પણ નદીમાં નાહતા હતા. અચાનક એક મગરે સંદિપનો પગ પોતાના મોઢાથી દબોચી લીધો હતો. પોતાને બચાવવા માટે સંદિપે બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધુ. સંદિપના મિત્રોએ પોતાની સતર્કતા અને સાહસ દેખાડતા મગર પર પથ્થરમારો કર્યો હતો.

 

READ  મનોહર પર્રિકરના અવસાનના 13માં દિવસે તેમનું ટ્વિટર અકાઉન્ટ થયું જીવંત, જાણો સ્વર્ગીય નેતાના ટ્વિટરને કોણ ચલાવી રહ્યું છે?

મિત્રોએ પથ્થરમારો કરતા મગરે સંદિપનો પગ છોડી દીધો હતો. સંદિપને તેના મિત્રોએ નદીના પાણીમાંથી બહાર કાઢીને ઘરે લઈ ગયા હતા. જે બાદ સારવાર માટે સંદિપને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સારવાર દરમિયાન જાણ થઈ કે સંદિપના પગનું હાડકું તૂટી ગયું છે. સંદિપના મિત્રોના સાહસની ચર્ચા બધા લોકો કરી રહ્યા છે.

Top News Stories Of Gujarat : 16-09-2019 | Tv9GujaratiNews

FB Comments