ભ્રષ્ટ અધિકારીઓ પર સરકારની તવાઈ, 15 વરિષ્ઠ અધિકારીને કાર્યકાળ પુરો થતાં પહેલાં જ આપવું પડશે રાજીનામું!

મોદી સરકારે ફરીથી પ્રચંડ બહુમતિ મેળવ્યાની સાથે જ એવા અધિકારીઓ પર લગામ કસી દીધી છે જેઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય. આ અધિકારીઓને તેની નોકરીના કાર્યકાળ પહેલાં જ નિવૃત્તિ આપવામાં આવી રહી છે.  આ અધિકારીઓ પર વિવિધ તપાસમાં ભ્રષ્ટાચારના આરોપ લાગેલા છે અને પોતાના સત્તાનો તેમને દુરપયોગ કર્યો હોય તેવા પણ કિસ્સા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

મંગળવારના રોજ મોદી સરકારે સરકારમાંથી 15 જેટલાં અધિકારીઓને તેમના પદ પરથી નિવૃત્તિ આપી દીધી છે. આ પહેલાં પણ મોદી સરકારે 12 વરિષ્ઠ અધિકારીઓને પાણીચું પકડાવી દીધું હતું. આ પહેલી વખત નથી કે મોદી સરકારે કાર્યવાહી કરી હોય પહેલાં પણ આવા નિયમોને તોડીને પોતાના લાભ માટે પદનો ઉપયોગ કરનારા અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ વખતે પણ મોદી સરકારે ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી કરી છે અને નિયમ 56ને વાપરીને અધિકારીઓને નિવૃત્ત કરી દીધા છે. પહેલાં જ જ્યારે અધિકારીઓ પર તવાઈ કરવામાં આવી ત્યારે તે અધિકારીઓ આયુક્ત અને સંયુક્ત આયુક્તના પદના હતા અને હાલમાં જે 12 અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે તેઓ કમિશનર, એડિશનલ કમિશનર, પ્રિંસિપલ કમિશનરનો દરજ્જો ધરાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ બધા અધિકારીઓ વિરુદ્ધ એનકેન ફરિયાદો મળી છે અને તેના આધારે જ કાર્યવાહી કરાઈ છે. પોતાના પદનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરવા બદલ આ કાર્યવાહીનો ભોગ અધિકારીઓને ઘરે જવું પડ્યું છે. અત્યાર સુધીમાં ફરજ મુક્તીના જે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે તેમાં ઘણાં અધિકારીઓ પર યૌન ઉત્પીડનના મામલાઓ પણ નોંધાયેલા છે.

આ પણ વાંચો:  શિલ્પા શેટ્ટીએ સુરતમાં ફાફડા-જલેબી ખાધા, વીડિયો બનાવીને કરી આ વાત

 

 

Former Delhi CM Sheila Dikshit passes away| TV9GujaratiNews

FB Comments

TV9 Webdesk11

Read Previous

Video: પંચમહાલમાં MGVCLના નાયબ કાર્યપાલક ઈજનેર પર હુમલો

Read Next

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ VIDEO

WhatsApp પર સમાચાર