આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધોનીએ કર્યા 15 વર્ષ પૂર્ણ, આ રેકોર્ડ માટે લોકો કરે છે યાદ

15-years-international-cricket-mahendra-singh-dhoni-international-cricket-world-cup-winning-captain

ભારતને બે-બે વિશ્વકપ જેની આગેવાનીમાં મળ્યા તે લોકપ્રિય ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 15 વર્ષ પુરા કર્યા છે. વિશ્વકપમાં મહેન્દ્રસિંહ ધોની એક જ એવા કેપ્ટન છે જેઓએ આઈસીસીની ત્રણ મોટી ટ્રોફી પર પોતાનો કબ્જો જમાવ્યો હતો. ધોનીની આગેવાનીમાં ભારતની ક્રિકેટ ટીમે આઈસીસી વર્લ્ડ કપ ટી-20 વર્ષ 2007, ક્રિકેટ વર્લ્ડ કપ વર્ષ 2011 અને આઈસીસી ચેમ્પિયન ટ્રોફી વર્ષ 2013 પોતાના નામે કરી છે. આમ એક સફળ કેપ્ટન તરીકે ધોની ખ્યાતી પામ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં ભાજપના 99માંથી 103 ધારાસભ્ય થવા છતાં સંસદની આ એક બેઠક ગુમાવવી પડશે, કોંગ્રેસને થશે ફાયદો

15-years-international-cricket-mahendra-singh-dhoni-international-cricket-world-cup-winning-captain

આ પણ વાંચો :  પ્રદૂષણ ઘટાડવાનો સરકારનો નવો કીમિયો, આ જગ્યાએ લઈ શકો છો શુદ્ધ હવા

વિશ્વ કપ બાદ ધોની કોઈ જ ઈન્ટરનેશનલ ક્રિકેટ સિરીઝમાં જોવા મળ્યા નથી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ધોની 2019ના વિશ્વ કપ બાદ સંન્યાસ લઈ લેશે જો કે આવું થયું નહીં. ટીમ ઈન્ડિયાના હેડ કોચે પણ ધોનીના પરત આવવાના સંકેત આપ્યા છે.

READ  રાજકોટના પશુપાલકો માટે સારા સમાચાર, દૂધના ભાવમાં કિલો ફેટે કરાયો વધારો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ધોનીએ કઈ કઈ સફળતાઓ મેળવી છે?

15-years-international-cricket-mahendra-singh-dhoni-international-cricket-world-cup-winning-captain

1. ક્રિકેટ વિશ્વ કપ – 2011
2. ટી-20 વિશ્વ કપ – 2007
3. ચેમ્પિયન ટ્રોફી- 2013
4. આઈપીએલના કુલ 3 ખિતાબ – 2010, 2011, 2018
5. ચેમ્પિયન લીગ ટી-20ના 2 ખિતાબ – 2010, 2014

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા જે.પી.નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા

 

આ સિવાય ધોનીની સફળતાની વાત કરીએ તો તેઓએ વનડેમાં કુલ 10,773 રન ફટકાર્યા છે. જ્યારે ક્રિકેટના ટેસ્ટના ફોર્મેટમાં 4876 રન તો ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીએ 1617 રન ફટકાર્યા છે. આમ આ રેકોર્ડસ માટે લોકો આજે પણ ધોનીએ યાદ કરી રહ્યાં છે. ધોની પરત ક્રિકેટમાં ફરે તેની પણ રાહ લોકો જોઈ રહ્યાં છે.

 

 

Oops, something went wrong.
FB Comments