ચેતી જજો! ગેરકાયદેસર રીતે અમેરિકા જનારા 150 લોકોને પરત ભારત મોકલવામાં આવ્યા

અમેરિકા જઈને સારું જીવન જીવવાની લાલચ ભારતીયોને ભારે પડી રહી છે. અમેરિકામાં વિઝાના નિયમોનું ઉલ્લંઘન અને ગેરકાયદેસર પ્રવેશના આરોપ હેઠળ 150 લોકોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. આ ઘટનાની સાથે લોકોને આખી જિંદગીની કમાણી પણ ગુમાવવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું મોટું નિવેદન

ઘણાં લોકો મેક્સિકોથી અમેરિકા જવા માગતા હતા અને ત્યારે સુરક્ષા અધિકારીઓના હાથે પકડાઈ ગયા હતા. 150 ભારતીયોને લઈને એક ખાસ વિમાન દિલ્હી એરપોર્ટ ખાતે પહોંચ્યું હતું. આ વિમાન બાંગ્લાદેશ થઈને ભારત આવ્યું હતું. જેમા એક પછી એક લોકોને એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા હતા. મેક્સિકો મારફતે લોકો કેલિફોર્નિયામાં પ્રવેશ મેળવવા માગતા હતા તેવા કિસ્સા વધારે સામે આવ્યા છે અને ત્યારે જ અમેરિકાના સુરક્ષા અધિકારીઓએ આવા લોકોની ધરપકડ કરી લીધી. નિયમ મુજબ તમામ લોકો પાસે કોઈ યોગ્ય કારણ ન હોવાથી અને અમેરિકાના વિઝા નિયમનો ભંગ કર્યો હોવાથી ભારત પરત મોકલવામાં આવ્યા હતા.

READ  આણંદ જિલ્લામાં અમૂલ ચરમ દાણ ખાવાથી 150 કરતા વધારે ગાયોના મોત, ડેરી બહાર પશુપાલકોએ બેસણું રાખ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

લોકોએ ગેરકાયદેસર જવા માટે ખર્ચી દીધા લાખો રુપિયા

અમેરિકા જઈને સારી નોકરી અને સારું જીવવ જીવવા માટે અમુક લોકોએ એજન્ટ અને સ્થાનિક અમેરિકાને એજન્ટોને લાખો રુપિયાની ચૂકવણી કરી હોવાનું સામે આવ્યું છે. આ તમામ પૈસા ગુમાવીને અંતે ભારત પરત ફરવાનો વારો આવ્યો છે. આ એક આંખ ઉઘાડનારો કિસ્સો ભારતના લોકો માટે છે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા ઈચ્છે છે.

READ  એવુ તે શું થયુ કે અમેરિકાને જરૂર પડી ગુજરાતની?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પરત આવેલાં લોકોમાંથી એક ઉદાસીનો માહોલ હતો. લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરીને રહેવા માગતા હતા પણ તેમની આ ઈચ્છા અધૂરી રહી ગયી હતી. આ સિવાય ઘણાં લોકોએ કાયદાકીય રીતે નિકાલ લાવવા માટે પણ લાખો રુપિયા ચૂકવવા પડ્યા હતા.

 

READ  પાક. પ્રધાનમંત્રી ઈમરાન ખાને સ્વીકાર્યું કે, વિશ્વમાં આતંકવાદના ફેલાવામાં પાકિસ્તાનની ભૂમિકા

 

Vadodara: Residents of Subhanpura irked with contaminated water| TV9News

FB Comments