150મી મહાત્મા ગાંધી જન્મ જયંતી પર રેલવે એન્જીનીયર એસોસિએશને પડતર માંગને લઈને કર્યા ધરણા

એક તરફ ઠેર ઠેર મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ સાબરમતી રેલવે સ્ટેશન પર રેલવે એન્જીનીયર એસોસિએશન દ્વારા પડતર માંગને લઈને ધરણા યોજવામાં આવ્યા છે.

એક દિવસીય ધરણા પર ઉતરેલા કર્મીઓનો આક્ષેપ છે કે તેઓને અન્ય રાજ્યોના વિભાગની જેમ સરકારી લાભ નથી મળી રહ્યા. તેમજ બઢતી નથી મળતી. તેમની કેડર કરતા નીચી કેડરનું કામ તેઓની પાસેથી કરાવવામાં આવે છે. તેમજ 8 કલાકની નોકરી સામે તેઓ પાસે 24 કલાક કામ લેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શું આપ જાણો છો કે અલગ કાશ્મીર અને પાકિસ્તાન રાગ આલાપતા અલગતાવાદી નેતાઓ પર સરકારે કેટલા રૂપિયા ખર્ચ્યા ?

જેની અગાઉ અધિકારીઓને પણ ધ્યાન દોરી રજુઆત કરવામાં આવી છે. જો કે તેમ છતાં કોઈ પણ નિવેડો ન આવતા આજે મહાત્મા ગાંધી જન્મ જયંતી પર રેલવેના એન્જીનીયર એસોસિએશન અને તેના સભ્યોને કર્મીઓએ સાબરમતી રેલવે સ્ટેશન પર એક દિવસીય પ્રતીકાત્મક શાંત ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ગાંધીનગરમાં આદિવાસી સમાજના સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં

 

 

એટલું જ નહીં પણ ધરણા કરી રહેલા કર્મીઓને આશા છે કે તેમના પ્રયાસથી તેઓની માંગ સરકાર સુધી પહોંચશે અને તેમના પ્રશ્નો પર કામગીરી થશે. જો તેમ છતાં પણ કોઈ કાર્યવાહી નહીં થાય તો ધરણા કરી રહેલા કર્મીઓએ ઉચ્ચ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  'Laadki' fame musical duo Sachin -Jigar sharing their musical journey with Tv9 Gujarati

 

Oops, something went wrong.
FB Comments
About Darshal Raval 57 Articles
Hello Friends... My Name is Darshal Raval And i m a Reporter My Mobile Number 9909973192