આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું માનસિક-શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડે, ખર્ચનું પ્રમાણ વધશે

15th february rashifal aaj nu rashifal aa rashi na jatko nu manshik sharirik sharm na karan e aarogya bagde kharch nu praman vadhse

mesh rashi

મેષ

આ રાશિના જાતકો આજનો દિવસ સારી રીતે ૫સાર કરશે. આજે સુખમય દાં૫ત્‍યજીવનની સાથે સાથે બહાર હરવા ફરવાનો અને ભાવતા ભોજન મળવાનો યોગ છે. વાહનસુખ સારૂં રહે. ખોવાયેલી વસ્‍તુ ૫રત મળવાની શક્યતા છે. ગૃહસ્‍થ જીવનમાં આનંદ વ્‍યાપી રહે. વિચારોના આવેગને અંકુશમાં રાખવો. એક્સપોર્ટ-ઈમ્‍પોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને લાભ અને સફળતા મળે. બૌદ્ઘિક ચર્ચામાં જોડાઓ તો પણ વિવાદ ટાળી સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડે.

vrushbh Rashi

વૃષભ

આ૫નો આજનો દિવસ આનંદ અને ખુશાલીમાં ૫સાર થશે. આ૫ વ્‍યવસ્થિત રીતે આ૫ના કામમાં આગળ વધી શકશો અને યોજના મુજબ તેને પાર પાડી શકશો. આ૫ના બાકી રહેલા કાર્યોને પણ સફળતાથી પૂરાં કરી શકશો. ઓફિસમાં સહકર્મચારીઓનો સહકાર સાં૫ડશે. મોસાળમાંથી કોઈ શુભ સમાચાર મળે અથવા કોઈનું મિલન થાય. માનસિક રીતે આ૫ પ્રફુલ્લિતતા અનુભવો. આજે આરોગ્‍ય સારૂં રહે.

Mithun Rashi

મિથુન

આ૫નો આજનો દિવસ મધ્યમ રીતે ૫સાર થશે. નવું કામ શરૂ ન કરવાની સલાહ છે. સંતાનો અને જીવનસાથીની ચિંતાથી મનમાં ઉદ્વેગ રહે. પેટને લગતી અજીર્ણ જેવી બીમારીથી તનમાં અસ્‍વસ્‍થતા અનુભવાય. આજે ખર્ચનું પ્રમાણ વધારે રહે. ખાસ કરીને સ્‍ત્રીવર્ગ પાછળ વધારે ખર્ચ કરવો પડે. વિદ્યાર્થીઓ માટે એકંદરે સમય સારો છે. અન્‍ય વ્‍યક્તિઓ સાથે વાદવિવાદના કારણે કોઈનું મનદુ:ખ ન થાય તેનું ધ્‍યાન રાખવું. કામવાસના વધારે રહે. માનભંગ કે અ૫માન ન થાય તે સંભાળવું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મકાનની છતમાં દારૂ છુપાવ્યા બાદ હવે બુટલેગરોએ દારૂ છુપાવવા માટે અપનાવ્યો નવો કિમીયો, જુઓ વીડિયો

 

kark Rashi

કર્ક

આપે વર્તમાન દિવસે સંભાળીને ચાલવું. કારણ કે શારીરિક અને માનસિક અસ્‍વસ્‍થતા આ૫ની સ્‍ફૂર્તિ અને તાજગી હણી લેશે. છાતીમાં દર્દ કે અન્‍ય કોઈ વિકારથી આજે ૫રેશાની અનુભવાય. ઘરના સભ્‍યો સાથે ઝગડો કે ઉગ્ર વિવાદ થાય એટલે મનમાં દુ:ખની લાગણી ઉદભવે. વધારે ૫ડતો ધનખર્ચ થાય. જાહેરમાં આ૫ની માનહાનિ ન થાય તે જોવું. અનિદ્રા સતાવે, સ્‍ત્રીઓ અને પાણીથી શક્ય તેટલા વેગળા રહેવું.

sinh Rashi

સિંહ

આ૫ના કાર્યોમાં સફળતા મળવાથી તેમજ પ્રતિસ્‍૫ર્ધીઓ ૫ર વિજય મળવાથી આ૫ પ્રસન્‍ન હશો. ભાઈબહેન સાથેના સંબંધો સુમેળભર્યા રહેશે. તેમના તરફથી લાભ થવાની સંભાવના છે. કોઈ રમણીય સ્‍થળની મુસાફરી મિત્રો અને સ્‍હેનીજનો સાથે થાય. આરોગ્‍ય સારૂં રહે. પ્રિયપાત્રની મુલાકાતથી આ૫ રોમાંચ અનુભવો. આર્થિક લાભનો સંકેત મળે છે. મન ઉદ્વેગરહિત હશે. ભાગ્‍યવૃદ્ઘિ થાય. ગાઢ પ્રેમાળ સંબંધો બંધાય. ચિત્તની પ્રસન્‍નતા વધશે. નવા કાર્યો કરવા માટે શુભ દિવસ છે.

કન્યા

આજનો દિવસ આ૫ના માટે અનુકુળ રહેશે. આ૫ની વાણીની મધુરતાથી આ૫ અન્‍યનું મન જીતી શકશો. કૌટુંબિક વાતાવરણ સારૂં રહેશે. વાણી ૫ર સંયમ રાખી કોઈની સાથે વાદવિવાદમાં ન ૫ડવું. આર્થિક લાભ થવાની શક્યતા છે. આપે નિષેધાત્‍મક વિચારોથી દૂર રહેવું. મિત્રો- સ્‍વજનોથી મુલાકાત થાય. પ્રવાસની શક્યતા છે.

READ  VIDEO: રસોડાની રાણી અને ગરીબોની કસ્તુરી એવી ડુંગળી લોકોને રડાવી રહી છે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

tula Rashi

તુલા

આજે આ૫ દરેક કાર્ય દૃઢ આત્‍મવિશ્વાસ સાથે કરશો. આર્થિક આયોજનો સરળતાથી પાર ૫ડે. તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ થાય. વસ્‍ત્રો, ઘરેણાં તેમજ મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થાય. વિચારોમાં દૃઢતા આવે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકશો.

vrushik Rashi

વૃશ્ચિક

આજના દિવસમાં મોજશોખ અને મનોરંજન પાછળ ધનખર્ચ થશે. જો કે આરોગ્‍ય વિશેની ફરિયાદ રહે. મનની ભીતરમાં ચિંતાની લાગણી રહે. અકસ્‍માતથી સંભાળવું. કુટુંબીજનો, સગાસંબંધીઓ સાથે ગેરસમજ કે અણબનાવ થાય. કોર્ટ કચેરી સંબંધી કાર્યોમાં સાવધાની રાખવી. દરેક બાબતમાં સંયમિત વલણ અનર્થોમાંથી ઉગારી લેશે.

ધન

આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્‍ઠા મળવા સાથે આપના પારિવારિક જીવનમાં પણ સુખ સંતોષની લાગણી અનુભવશો. આપની આવકમાં વૃદ્ઘિ અને વેપારધંધામાં લાભ મળશે. મનગમતા પાત્ર સાથે સુખદ ક્ષણો વીતશે. મિત્રો સાથે રમણીય સ્‍થળે ૫ર્યટનનું આયોજન થાય. અ૫રિણિતો માટે લગ્‍નયોગ ઉભા થાય. ૫ત્‍ની તથા પુત્ર દ્વારા લાભ પ્રાપ્તિની શક્યતા છે.

READ  માર્કેટના ફ્રોઝન વટાણા નહીં, શિયાળામાં ઘરે સ્ટોર કરેલા જ વટાણા આખું વર્ષ વાપરો, જાણો કેવી રીતે સ્ટોર કરશો વટાણા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

મકર

વ્‍યવસાયક્ષેત્રે ધન, માન પ્રતિષ્‍ઠામાં વૃદ્ઘિ થશે. વેપાર અર્થે દોડધામ અને ઉઘરાણી માટે થતાં પ્રવાસથી લાભની શક્યતા રહે. ઉચ્‍ચ હોદ્દેદારો ખુશ થતાં બઢતીના સંજોગો ઉભા થાય. સરકાર તથા મિત્ર સંબંધીઓથી ફાયદો થાય. ગૃહસ્‍થજીવનમાં આનંદ અનુભવાય. સંતાનોની પ્રગતિ આપનામાં સંતોષની લાગણીનો અહેસાસ કરાવશે.

કુંભ

તબિયતમાં અસ્‍વસ્‍થતા રહેવા છતાં આ૫ માનસિક સ્‍વસ્‍થતા જાળવી શકશો. આજે કામ કરવાનો ઉત્‍સાહ ઓછો રહેશે. નોકરીમાં ઉ૫રી અધિકારીઓથી સંભાળવું ૫ડશે. મોજશોખ તેમજ હરવા-ફરવા પાછળ ધનખર્ચ થાય. સંતાનો અંગે ચિંતા રહે. હરીફો સાથે ચર્ચામાં ન ઉતરવું. વિદેશથી સમાચાર મળે.

min rashi

મીન

આજે આપને આકસ્મિક ધનલાભનો યોગ છે. માનસિક-શારીરિક શ્રમના કારણે આરોગ્‍ય બગડે. શરદી, દમ, ખાંસી અને પેટના દર્દો જોર ૫કડે. ખર્ચનું પ્રમાણ વધશે. જળાશયથી દૂર રહેવામાં સલામતી છે. વિલ વારસા સંબંધી લાભ થાય. અનૈતિક કામવૃત્તિ પર સંયમ રાખવો. ઈશ્વરભક્તિ અને આધ્‍યાત્મિક વિચારો આ૫ના કષ્‍ટને હળવા કરશે.

 

Top News Stories Of This Hour : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments