16 વર્ષના સગીરે 50 હજાર રુપિયા માટે કર્યો હતો જમ્મુમાં બ્લાસ્ટ, પોલીસ પૂછપરછમાં થયો ખૂલાસો

જમ્મૂ બસ સ્ટેન્ડ પર થયેલા ગ્રેનેડ હુમલામાં ઝડપાયેલા સગીરની પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો થયો છે. સગીરને હિજ્બુલ મુજાહિદ્દીનના હેન્ડલરે દ્વારા 50 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

સગીર આરોપી પાસેથી મળેલા દસ્તાવેજોના આધારે તેની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોવાનું સાબિત થયુ છે. 12 માર્ચ 2003ના દિવસે જન્મેલા સગીરને 50 હજાર આપી હેન્ડલરે ગ્રેનેડ ફેંકવા જણાવ્યું હતુ.

 

ભીડભાડ વાળી જગ્યા પર કરવાનો હતો બ્લાસ્ટ

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, હિજબુલ કમાંડર ફૈયાજે જમ્મૂના ભીડવાળા વિસ્તારમાં બ્લાસ્ટ કરવાની જવાબદારી સોંપી હતી. પરંતુ મુજમ્મિલે આ હુમલો કરવાની ના પાડતા, આખરે સગીરને રૂપિયા આપી આ હુમલો કરાવવામાં આવ્યો.

3 ભાઈ-બહેનમાં સૌથી મોટો

પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટનો આરોપી 3 ભાઈ-બહેનમાં સૌથી મોટો છે. સગીર 9માં ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતા પેઈન્ટર છે. મહત્વની વાત છે કે, જમ્મૂ બસ સ્ટેન્ડ પર થયેલા બ્લાસ્ટમાં 2ના મોત અને 30 લોકો ઘવાયા હતા. ત્યાર બાદ પોલીસે સગીરની ધરપકડ કરતા માહિતી સામે આવી છે.

Preparations in full swing at counting centres, Ahmedabad , Vadodara & Surat - Tv9

FB Comments

jignesh.k.patel

Read Previous

ભાજપના પ્રદેશ પ્રમુખે નવસારી લોકસભાની સીટનું રાજકીય વિશ્લેષણ કરવા કાર્યકારોની પાઠશાળા યોજી

Read Next

આકાશ અંબાણીના લગ્નની ખૂશી, અંબાણી પરીવારે મુંબઈના 50 હજાર પોલીસ કર્મચારીઓ માટે મોકલાવી મિઠાઈ !

WhatsApp chat